________________
• • • • • • • • • , , , , , ,
૩૯
ગાથા : ૧૫૦ . . . .
અધ્યાત્મમત પરીક્ષા ...... વળી, વ્યવહારને નહીં સ્પર્શનારો શુદ્ધનિશ્ચયનય છે અને તે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક માને છે. તેથી કાર્યની સાથે અન્વય-વ્યતિરેકની પ્રતિયોગી વસ્તુને જ કારણ માને છે. અર્થાત્ જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય હોય તે અન્વય છે અને જ્યાં જયાં કાર્યાભાવ હોય ત્યાં ત્યાં કારણાભાવ હોય તે વ્યતિરેક છે. અને અન્વય અને વ્યતિરેક છે જેને તે વસ્તુ અન્વય-વ્યતિરેકની પ્રતિયોગી છે. “વચગવંયતિ :પ્રતિયોનો કાર્યની સાથે અન્વય-વ્યતિરેક કારણનો છે, માટે અન્વય-વ્યતિરેકનો પ્રતિયોગી કારણ છે, માટે કારણના અંત સમયમાં જ કાર્યની ઉત્પત્તિ છે એવો નિયમ છે. અહીં કારણનો અંત્યસમય એ છે કે વ્યવહારને અભિમત એવું જ કારણ છે તે દીર્ઘકાળવાળું છે, અને તેનો જે ચરમસમય છે તે જ અંત્યસમય છે.
અહીં વિશેષ એ છે કે વ્યવહારઅંતર્ભાવિત નિશ્ચયના અભિપ્રાયથી કારણના અંત્યસમયમાં કાર્યની ઉત્પત્તિ થતી નથી, પરંતુ ઉત્તર સમયમાં છે. તેથી તે નય પ્રમાણે ૧૨મા ગુણસ્થાનકે જે ક્ષાયિકચારિત્ર પેદા થાય છે, તે અવસ્થિત ચારિત્રની ૧૪માં ગુણસ્થાનકની અંત્યક્ષણ તેની ઉત્તરક્ષણમાં મોક્ષરૂપ કાર્યને પેદા કરે છે. જ્યારે શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયથી ૧૨મા ગુણસ્થાનકે જે ક્ષાયિકચારિત્ર પેદા થાય છે તે અવસ્થિત ચારિત્રની ૧૪મા ગુણસ્થાનકની અંત્યક્ષણમાં મોક્ષરૂપ કાર્ય પેદા થાય છે. કેમ કે ૧૪મા ગુણસ્થાનકની અંત્યક્ષણે સર્વકર્મનો નાશ થાય છે, માટે સર્વકર્મના વિયોગરૂપ મોક્ષ તે જ સમયમાં ઉત્પન્ન થાય તેમ કહેવાય છે.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે “દિયમાપાં વૃત એ વચન છે તેમાં શંકા કરતાં કહે છે -
ટીકાર્ય -દિયમા
- ક્રિયમાણનું કૃતત્વ હોતે છતે કૃતકરણની અસમાપ્તિ થશે.
ઉત્થાન - જે “ક્રિયમાણ હોય તે કૃત છે તેમ માનો તો જયાં સુધી તે વસ્તુ નાશ ન પામે ત્યાં સુધી તે વસ્તુ કૃત છે. તેથી ઉત્પત્તિના દ્વિતીયાદિ ક્ષણમાં કરવાને અનુકૂળ એવી ક્રિયારૂપ કૃતકરણની અસમાપ્તિ થશે. કેમ કે જે કૃત હોય તે કરાતું હોવું જોઈએ તેથી બીજી ક્ષણમાં તે કૃત છે માટે બીજી ક્ષણમાં પણ તે કરાવું જોઈએ.
. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે તે બરાબર નથી. ટીકાર્ય - “દિતીય િકેમ કે દ્વિતીયાદિ ક્ષણમાં ક્રિયાનો અભાવ હોવાથી તેની સમાપ્તિ છે, અર્થાત કતકરણની સમાપ્તિ છે.
ભાવાર્થ - પ્રથમ ક્ષણમાં ક્રિયા હોય છે તેથી જ કાર્યતે ક્ષણમાં ક્રિયમાણ કહેવાય છે, અને જેટલા અંશમાં ક્રિયા હોય છે એટલા અંશમાં તે કાર્યની તે જ ક્ષણમાં નિષ્પત્તિ હોય છે. તેથી પ્રથમ ક્ષણમાં કાર્ય ક્રિયમાણ છે અને કૃત પણ છે. અને દ્વિતીય ક્ષણમાં કાર્ય કૃત હોય છે પરંતુ ક્રિયાનો અભાવ હોય છે તેથી ક્રિયમાંણ નથી. અને દ્વિતીયાદિ ક્ષણથી માંડીને કાર્યવિનાશન પામે ત્યાં સુધી તે કાર્ય કૃત હોય છે પણ ક્રિયમાણ હોતું નથી. તેથી કૃતના કરણની અસમાપ્તિનો પ્રસંગ દ્વિતીયાદિ ક્ષણમાં નથી.
ટીકાર્થ:- “' જેવા વ્યાપારવાળા દંડાદિનું પૂર્વમાં સત્ત્વ છે અર્થાત્ જે ક્ષણમાં ઘટ ઉત્પન્ન થઇ રહ્યો છે તેની પૂર્વેક્ષણમાં જે દંડાદિનું સત્ત્વ છે, તેવા જ તેઓનું = તેવા વ્યાપારવાળા દંડાદિનું, કોઈક વખતે ઘટની ઉત્પત્તિ પછી
B-૧ર