________________
ગાથા.૧૫૦............. અધ્યાત્મમત પરીક્ષા ................ ૭૪૧
તેને ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, તેમાં તે પોતે જ જવાબદાર છો, કેમ કે સ્કૂલમતિને કારણે તને ઘટગત અભિલાષનો ઉત્કર્ષ છે, તેથી પ્રથમ ક્ષણાદિથી થતા કાર્યકોટિનો અપલાપ કરીને “હું ઘટ કરું છું” એ પ્રમાણે તું બોલે છે. વસ્તુતઃ પ્રત્યેક ક્ષણમાં ક્રિયાથી જુદું જુદું કાર્ય કરાય છે અને ચરમણની ક્રિયાથી ઘટરૂપ કાર્ય કરાય છે; અને તેમાં જ ભાષ્યકારના વચનની સાક્ષી આપતાં કહ્યું કે, તું ઘટગત અભિલાષવાળો છો એથી કરીને જ પ્રતિસમયની ક્રિયાથી થતા કાર્યની કોટિથી તું નિરપેક્ષ છો. આથી કરીને પ્રતિસમયના કાર્યકાળને તું ઘટમાં જોડે છે, તેથી “હું ઘટ કરું છું એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે. ટીકાર્ય :- “અને કૃતના કરણમાં ક્રિયાનું વૈફલ્ય છે એમ ન કહેવું, કેમ કે ક્રિયા વિના કૃતત્વનો જ અભાવ છે. ભાવાર્થ - “દિયમાં વૃri એમ કહેવાથી ક્રિયાકાળમાં તે કાર્ય કૃત હોવાથી તેને કરવા માટે કરાતો યત્ન વિફળ છે, કેમ કે ક્રિયા કરવાનો આશય વસ્તુની નિષ્પત્તિ માટે છે અને તે ક્ષણમાં જો વસ્તુ નિષ્પન્ન હોય તો ક્રિયાનું કોઈ પ્રયોજન નથી. આ પ્રમાણે પૂર્વપક્ષીના કથન સામે સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ક્રિયાને કારણે વસ્તુ કૃત બને છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે ક્રિયાકાળમાં વસ્તુ કૃત છે તો ક્રિયાનું શું પ્રયોજન છે? તો કહે છે - ટીકાર્ય - “ક્રિયાથી ક્રિયાનું નિષ્ઠામાં ઉપયોગીપણું છે= ક્રિયાનું કાર્યની સમાપ્તિમાં ઉપયોગીપણું છે, તેથી (ક્રિયા વિના કૃતત્વનો અભાવ છે.) અમારાથી કરાયેલ દ્રવ્યલોક ગ્રંથથી કૃતિ = પતર્ = આ, અધિક જાણવું.= આ વિષયમાં અધિક જાણવું હોય તો અમારાથી કરાયેલો “દ્રવ્યાલોક" ગ્રંથ જોવો. East:- इत्थं च शैलेशीचरमसमय एव चारित्राघ्राते मोक्षोत्पत्तिः, तदानीमुत्पद्यमानस्य तस्योत्पन्नत्वात्, व्यवहारेण सिद्धिगमनाद्यसमये मोक्षोत्पत्त्यभ्युपगमेऽपि निश्चयेन शैलेशीचरमसमये तदभ्युपगमात्। अत
एव तेन केवलज्ञानस्यापि क्षीणमोहचरमसमय एवोत्पत्तिरभ्युपगम्यते, यदागमः- "વરને નાવર પંવિહં સાં વવાË પંવિદમંતરાયં વૃવત્તા વતી દોડ઼ '' રિમિનિ. ૨૨૬]
अत्र च नयव्युत्पत्तये भाष्यमेवानुसरणीयम्। ટીકાર્ય - સ્થં ચ - અને આ રીતે = પૂર્વમાં કહ્યું કે શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયથી કારણના અંત્ય સમયમાં જ કાર્યની ઉત્પત્તિ છે એ રીતે, ચારિત્રથી આઘાત (આક્રાંત) શૈલેશીના ચરમ સમયમાં જ મોક્ષની ઉત્પત્તિ છે, કેમ કે ત્યારે = શૈલેશીના ચરમ સમયમાં, ઉત્પદ્યમાન એવા તેનું = મોક્ષનું, ઉત્પન્નપણું છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે શૈલેશીના ચરમ સમય વખતે જીવ સંસારમાં છે, તેથી ત્યાં કર્મવાળી અવસ્થા વ્યવહારને અભિમત છે, તેથી ત્યારે મોક્ષની ઉત્પત્તિ કેમ માની શકાય? તેથી કહે છે - ટીકાર્ચ- “વ્યવહUT'-વ્યવહાર દ્વારા સિદ્ધિગમનના આદ્ય સમયમાં મોક્ષની ઉત્પત્તિનો અભ્યપગમ હોવા છતાં પણ નિશ્ચયનય દ્વારા શૈલેશીના ચરમ સમયમાં તેનો = મોક્ષની ઉત્પત્તિનો, અભ્યપગમ છે.