________________
ગાથા : ૧૫૦ ...
2 અધ્યાત્મમત પરીક્ષા C“મેકતિપાપિ અહીં “થિી એ સમુચ્ચય છે કે અભેદપ્રતિપાદનમાં તો દોષ નથી પણ પૂર્વના
** ................૭૩૭ ચારિત્રના ભેદના પ્રતિપાદનમાં પણ દોષ નથી.
ભાવાર્થ - ક્ષાયિક ચારિત્ર એક હોવા છતાં ઋજુસૂત્રની દૃષ્ટિથી ક્ષણસંતાનથી = ક્ષણપરંપરાથી, ચરમક્ષણની ભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે ચરક્ષણ કરતાં પૂર્વના ચારિત્રના ભેદનું પ્રતિપાદન કરીને “ો પુ' ઇત્યાદિ કથનમાં ચરક્ષણ કરતાં પૂર્વના ચારિત્રને ચમક્ષણના પ્રસાધકરૂપે કહેલ છે, પરંતુ વાસ્તવિક રીતે તે ક્ષાયિકચારિત્ર અવસ્થિત છે તેમાં કોઈ દોષ નથી. ઉત્થાન - ગાથા-૧૪૭માં અંતે “પાર્વથી કહ્યું કે આ રીતે નિશ્ચયનયનો અનુરોધ નહિ થાય એ પ્રકારના સંપ્રદાયપક્ષના કથનને સામે રાખીને સિદ્ધાંતકાર કહે છે -
st :- कार्योत्पत्तिसमयनश्वरस्य कार्यकालसम्बन्धो न स्यादिति तु रिक्तं वचः, कारणतौपयिकस्य निरुपचरितस्यानन्तरानन्तरिभावसम्बन्धस्याऽप्रत्यूहत्वात्, व्यवहितपूर्ववर्तिनां तु व्यवधानादेवानेन कारणताऽनभ्युपगमात्, केवलं व्यावहारिकव्यवधानानैश्चयिकं व्यवधानं सूक्ष्ममित्येव विशेषः।
ટીકાર્ય - વજર્યોત્પત્તિ કાર્યની ઉત્પત્તિ સમયે નશ્વર એવા ચારિત્રનો કાર્યકાળ સાથે સંબંધ નહિ થાય (તેથી મોક્ષરૂપ કાર્યકાળમાં ચારિત્ર હોવું જરૂરી છે) એ પ્રકારનું જે સંપ્રદાયપક્ષીનું વચન છે તે રિક્ત વચન છે. કેમ કે કારણતાના ઉપાયભૂત નિરુપચરિત અનંતર-અનંતરીભાવ સંબંધનું અપ્રતૂહપણું = અક્ષતપણું છે. માટે મોક્ષકાર્ય પ્રતિ ઉત્પત્તિ સમયમાં નશ્વર પણ ચારિત્ર કારણ છે.)
ઉત્થાનઃ-ગાથા - ૧૪૭ના અંતે સંપ્રદાયપક્ષીએ કન્યથા.. થી કહેલ કે જો તમે કાર્યકાળ સાથે અસંબંધને પણ કારણ સ્વીકારશો, તો દૂરકાળથી વ્યવહિત એવી પણ વસ્તુને જે કોઈ સંબંધ દ્વારા હેતુ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે
ટીકાર્ય - “વ્યહિત’ વળી વ્યવહિત પૂર્વવર્તીઓનું વ્યવધાન હોવાને કારણે આના દ્વારા = ઋજુસૂત્રનય દ્વારા, કારણતાનો અસ્વીકાર છે, (તેથી દૂરકાળથી વ્યવહિત વ્યવધાનવાળી વસ્તુને પણ જે કોઈ સંબંધ દ્વારા હેતુ માનવાનો પ્રસંગ નહિ આવે,) ફક્ત વ્યાવહારિક વ્યવધાન કરતાં નૈક્ષયિક વ્યવધાન સૂક્ષ્મ છે એ જ વિશેષ છે. ભાવાર્થ સંપ્રદાયપક્ષીએ ગાથા-૧૪૭માં કહેલ કે કાર્યકાળની સાથે અસંબંધ ધરાવતી વસ્તુને જો તમે કારણ કહો છો, તો દૂર વ્યવધાન (અંતર)વાળી વસ્તુને તમારે કારણ કહેવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે ઋજુસૂત્રનય નડે દૂરવર્તી વસ્તુનું વ્યવધાન હોવાના કારણે કારણપણું મનાતું નથી. - ઋજુસૂત્રનયને કાર્યની સાથે કારણનું જે અવ્યવધાન અભિમત છે તે બે પ્રકારનું છે, કેમ કે ઋજુસૂત્રનયના સૂક્ષ્મ અને સ્થૂલ એ બે ભેદ છે. સ્થૂલ ઋજુસૂત્રનય વ્યાવહારિક વ્યવધાનને વ્યવધાન કહે છે, તેથી નૈૠયિક વ્યવધાન હોવા છતાં વ્યાવહારિક અવ્યવધાન હોય તો તે કારણ માને છે; જેમ ઘટ કરવા માટે પ્રવૃત્ત દંડ ઉત્તરક્ષણમાં જ ઘટરૂપ કાર્યકરતો નથી, તેથી ચક્રભ્રમણ કરીને કદાચ દંડ નાશ પામી જાય તો પણ કંઈક ક્ષણો પછી ઘટરૂપ કાર્ય પેદા થાય