________________
છ૩૬ . 99૬ , , , , , • • • • • • • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષ. . . . . • • • • • • • • અંતિમ ક્ષણ કાર્યને પેદા કરે છે તેમ માને છે. તેથી સંપ્રદાયપક્ષીએ ગાથા-૧૪૭માં આપત્તિ આપેલી કે “જ્યારે ચારિત્ર ઉત્પન્ન થાય છે ત્યારે જ તે નાશ થાય છે એ મોટું સંકટ છે” માટે ચારિત્રને શાશ્વત માનવું પડશે એ વાતનું નિરાકરણ થાય છે. કેમ કે તે ચારિત્ર ચરમક્ષણમાં ઉત્પન્ન થયેલું નથી પરંતુ પૂર્વમાં ઉત્પન્ન થયેલું છે, અને તે ઉત્પન્ન થયેલ ચારિત્રની ચરમક્ષણ જ મોક્ષનો હેતુ છે; માટે સંપ્રદાયપક્ષીએ આપેલ દોષ રહેતો નથી. તેથી સંપ્રદાયપક્ષી તે ચારિત્રને મોક્ષમાં અવસ્થિત સ્થાપન કરવા માંગે છે તે સિદ્ધ નહીં થાય.
અહીં સંપ્રદાયપક્ષી શંકા કરે કે અવસ્થિત ચારિત્રની પણ ચરમક્ષણ મોક્ષ પ્રત્યે હેતુ ભલે હો, તો પણ તે ચારિત્રને મોક્ષમાં સ્વીકારવામાં શું વાંધો છે? તેથી સિદ્ધાંતકાર કહે છે કે ઋજુસૂત્રનય કારણની ચરમક્ષણને કાર્ય પ્રત્યે હેતુ સ્વીકારે છે તે કારણે ઉત્તરકાળમાં અવસ્થિત હોય કે અનવસ્થિત હોય તે બન્ને ઋજુસૂત્રને અભિમત છે, પરંતુ કારણે કાર્ય પેદા કરીને રહેવું જ જોઇએ તેમ ઋજુસૂત્ર સ્વીકારતો નથી. તેથી “સો રૂમય.” એ વચનના બળથી પૂર્વમાં ઉત્પન્ન થયેલું ચારિત્ર મોક્ષમાં અવસ્થિત = શાશ્વત છે તે સ્થાપન થઈ શકે નહિ.
અહીં વિશેષ એ છે કે ગાથા-૧૪૭માં સંપ્રદાયપક્ષીએ સો મચ.” એ પ્રકારના શાસ્ત્રવચનને લઈને એ સ્થાપન કરેલ કે, ઋજુસૂત્રના પ્રમાણે ૧૪મા ગુણસ્થાનકની અંત્ય ક્ષણ મોક્ષ પ્રત્યે કારણ છે, તેથી અંત્યક્ષણમાં વર્તતું ચારિત્ર ઉત્તર ક્ષણમાં ન સ્વીકારવામાં આવે તો ચરમક્ષણમાં ઉત્પન્ન થયેલ ચારિત્ર ચરમક્ષણમાં જ નાશ પામે છે, તેથી મોક્ષમાં ચારિત્રની અનુવૃત્તિ સ્વીકારવી પડશે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકારે એ સ્થાપન કર્યું કે, ૧૨મા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થયેલું ક્ષાયિક ચારિત્ર અવસ્થિત છે અને તેની ચરમસણ મોક્ષ પ્રત્યે કારણ છે, તેથી ચરમક્ષણમાં ઉત્પન્ન થયેલું ચારિત્ર ચરમક્ષણમાં નાશ થશે તે દોષ રહેતો નથી.
વળી, ઋજુસૂત્રનય કારણને કાર્યક્ષણમાં રહેવું જરૂરી માનતો નથી, તેમ કાર્યક્ષણમાં કારણ રહેતો ઋજુસૂત્રનયને વિરોધ પણ નથી. આમ છતાં, કાર્યક્ષણમાં કારણ ન હોય પરંતુ કાર્યની પૂર્વેક્ષણમાં કારણ હોય તો તે કાર્ય કરી શકે છે. તેથી “સો ૩મયએ શાસ્ત્રવચનના બળથી એ સિદ્ધ ન થઈ શકે કે મોક્ષની ઉત્પત્તિક્ષણમાં ચારિત્રની હાજરી જોઇએ, અને મોક્ષમાં ચારિત્ર નથી તેને કહેનાર ગાથા-૧૪૫માં વિશેષાવશ્યક-૨૦૭૮ ગાથા ઉદ્ધરણરૂપે છે તે – “સત્તરિત્તારૂં સંતોગડવીમો માયા/દ્ધિપાવર પિયાફો માવો ” શાસ્ત્રવચન છે, તેથી ૧૨માં ગુણસ્થાનકે ઉત્પન્ન થયેલ ચારિત્ર મોક્ષમાં અક્ષય છે તેમ સિદ્ધ થઈ શકે નહિ.
ઉત્થાન - સિદ્ધાંતકારે કહ્યું કે અવસ્થિત ચારિત્રના અક્ષયત્વની સિદ્ધિ નહિ થાય. ત્યાં શંકા થાય કે “ ૩મય.... એ શાસ્ત્રીય વચન ચરમસમયઆક્રાંત એવા અવસ્થિત ચારિત્રને જ મોક્ષના હેતુ તરીકે પ્રતિપાદન કરતું હોય, તો તે વચનનો ઉત્તરાર્ધ સેસો પુur frછયો તરસેવ પસારો મળો ' એ પ્રમાણે તેની સાથે વિરોધ પ્રાપ્ત થશે. કેમ કે તે વચન ચમક્ષણના ચારિત્ર કરતાં પૂર્વના ચારિત્રનું જુદું પ્રતિપાદન કરે છે. તેથી કહે છે -
ટીકાર્ય - તી' - તે ક્ષણની=શૈલેશી અવસ્થાની ચરમક્ષણની, ક્ષણસંતાનથી ભેદની વિવક્ષા હોતે છતે = ચારિત્રમોહનીયના ક્ષયથી પેદા થયેલ જે ક્ષાયિક ચારિત્રની ક્ષણસંતાન = ક્ષણપરંપરા ચાલે છે, તેનાથી ભેદની વિવેક્ષા હોતે છતે, “સેસો પુન' ઇત્યાદિ વચનનું તેનાથી કચરમક્ષણથી, પ્રાન્તન ચારિત્રના = પૂર્વના ચારિત્રના, ભેદના પ્રતિપાદનમાં પણ દોષ નથી.