________________
અધ્યાત્મમતપરીક્ષા
.૭૩૧
ગાથા : ૧૪૩૯ . છે–સુપ્રણિહિત રૂપે યોગોને પ્રવર્તાવે છે. તેથી ચારિત્રનું કાર્ય યોગોનો સ્થિરભાવ છે, અને કાર્યકારણનો અભેદ ઉપચાર કરીને યોગોનો સ્થિરભાવ એ ચારિત્ર પદાર્થ છે તેમ કહેલ છે.
ટીકાર્થ :- ‘તેન’ આનાથી = પૂર્વમાં કહ્યું કે સમ્યક્ પ્રવૃત્તિરૂપ ચારિત્રમાં સુપ્રણિહિત એવા યોગોનું અપ્રમાદમાં પર્યવસાનપણું હોવાને કારણે ઉપકારીપણું છે આનાથી, વક્ષ્યમાણ કથન પરાસ્ત જાણવું. તે વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે– ચારિત્રનું યોગપરિણામપણું હોતે છતે સ્વરૂપથી નિરાશ્રવપણું નહિ થાય, (એ કથન પરાસ્ત જાણવું) કેમ કે યોગનું અતથાપણું હોવા છતાં પણ=સ્વરૂપથી નિરાશ્રવપણું નહીં હોવા છતાં પણ, યોગપરિણામરૂપ ચારિત્રનું તથાપણું=નિરાશ્રવપણું છે. (જેમ) પરિણામી એવા સુવર્ણમાં વિદ્યમાન અકુંડલત્વ તેના=સુવર્ણના, પરિણામરૂપ કુંડલમાં પણ અનુવર્તતું નથી=રહેતું નથી, તેમ યોગમાં વિદ્યમાન એવું બંધહેતુપર્ણ યોગના પરિણામરૂપ ચારિત્રમાં અનુવર્તતું નથી=રહેતું નથી, તેથી ચારિત્ર સ્વરૂપથી નિરાશ્રવ છે.
ભાવાર્થ :- યોગ સ્વયં કર્મબંધના કારણ છે, તો પણ યોગના સમ્યક્ પ્રવર્તનથી આત્મામાં થતો જે સમ્યક્ પ્રવૃત્તિમાં અપ્રમાદભાવ તે યોગનો પરિણામ છે, અને તે સ્વરૂપથી નિરાશ્રવ છે.
ટીકા ઃयदपि “स्वभावे समवस्थानं चारित्रं तच्च सिद्धानां युक्तमिति केषांचिन्मतं तदयुक्तं यतः स्वभावभूतस्य चारित्रस्य सिद्धौ तत्र समवस्थानमात्मनः सिद्ध्येत्, तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्याश्रयात्। अन्यथा ज्ञानदर्शनचारित्रस्वभावे समवस्थितस्याऽविरतसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात्।
‘જ્ઞાનવર્શનચારિત્રસ્વમાવે’છે ત્યાં‘જ્ઞાનવર્શનસ્વમાવે' પાઠ હોવાની સંભાવના છે અને તે મુજબ ટીકાર્થ
કરેલ છે.
ટીકાર્ય :- ‘યપિ’ - ગાથા-૧૪૮માં “કેટલાક સૂરિઓ આ પ્રમાણે કહે છે” એ મત સ્થાપન કરતાં કહ્યું કે, ચારિત્ર શુદ્ધઉપયોગરૂપ નથી, યોગથૈર્યાદિરૂપ પણ નથી, પરંતુ સ્વભાવસમવસ્થાનરૂપ છે અને મોક્ષદશામાં તેનો પ્રચ્યવ `નથી. તે કથનથી પ્રાપ્ત સ્વભાવમાં સમવસ્થાનરૂપ ચારિત્ર છે અને તે સિદ્ધોને યુક્ત છે, એ પ્રમાણેનો જે પણ કેટલાકનો મત છે તે અયુક્ત છે. જે કારણથી સ્વભાવભૂત ચારિત્રની સિદ્ધિ થયે છતે ત્યાં = ચારિત્રરૂપ સ્વભાવમાં, આત્માનું સમવસ્થાન સિદ્ધ થાય, અને ચારિત્રરૂપ સ્વભાવમાં આત્માનું સમવસ્થાન સિદ્ધ થયે છતે તેની–ચારિત્ર એ આત્માના સ્વભાવભૂત છે તેની, સિદ્ધિ થાય, એ પ્રકારે અન્યોન્યાશ્રય દોષ હોવાથી (સ્વભાવમાં સમવસ્થાન ચારિત્ર હોય છે તેમ માની શકાય નહિ). અન્યથા=એમ ન માનો અને એમ માનો કે જીવનો જે સ્વભાવ છે તે સ્વભાવમાં સમવસ્થાન ચારિત્ર પદાર્થ છે, તેથી ચારિત્ર એ આત્માના સ્વભાવભૂત સિદ્ધ થયા પછી તેમાં સમવસ્થાનનો પ્રશ્ન રહેતો નથી તેથી અન્યોન્યાશ્રય દોષ આવશે નહીં, અને જીવનો જે સ્વભાવ છે તેમાં સમવસ્થાન તે ચારિત્ર પદાર્થ છે તેમ માનીશું તો જ્ઞાનદર્શનરૂપ સ્વભાવમાં સમવસ્થિત એવા અવિરત સમ્યગ્દષ્ટિને ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ :- ગાથા-૧૪૮માં કેટલાક આચાર્યોએ સ્વભાવસમવસ્થાનને ચારિત્રરૂપે સ્થાપન કરી સિદ્ધમાં ચારિત્રનું સ્થાપન કરેલ તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, સિદ્ધમાં જ્ઞાન-દર્શન સ્વભાવ અમે માનીએ છીએ અને તે