________________
અધ્યાત્મમત પરીક્ષા .. 39. . .. • • • • •
. . . . . ગાથા - ૧૪૯ અવિરતિરૂપ ભાવઅચૈર્યના પ્રતિપથી એવા ભાવસ્થયને ચારિત્ર કહે છે.
જીવ ઈન્દ્રિયો દ્વારા વિષયનું જ્ઞાન કરે છે અને તે તે વિષયોનો પક્ષપાત થવાથી જે ચિત્તમાં અસ્થિરભાવ થાય છે તે ભાવઅધૈર્ય છે અને તેનો અભાવ તે ભાવથૈર્ય છે.
ટીકાર્થ:- “ર્થ અહીં શંકા થાય છે તો પછી યોગોના સ્થિરભાવને ચારિત્ર કેવી રીતે કહેવાશે?
ભાવાર્થ યોગની અસ્થિરતા એ ચારિત્રની વિરોધી નથી એમ કહ્યું તો યોગની સ્થિરતાને ચારિત્ર જે સિદ્ધાંતકાર કહે છે તે કહી શકાય નહિ, એ પ્રમાણે સંપ્રદાયપક્ષીના પ્રશ્નનો આશય છે.
તેનો ઉત્તર આપતાં ધ્યતેથી સિદ્ધાંતી કહે છે - ટીકાર્ય - સત્તાવિત’- અન્તર્ભાવિત છે એક દેશની નિવૃત્તિ જેમાં એવા સમ્યક્ટવૃત્તિરૂપ તેમાં = ચારિત્રમાં, સુપ્રસિહિત એવા તેઓનું યોગોનું, અપ્રમાદમાં પર્યવસત્રપણાથી ઉપકારીપણું છે. તેથી યોગોનો સ્થિરભાવ એ ચારિત્ર છે.
ભાવાર્થ સિદ્ધાંતકારના મતે ચારિત્રએ નિર્જરાને અનુકૂળ વીર્યવિશેષરૂપછે. જ્યારે જીવ અંતરંગ યત્નરૂપ સમ્યફ પ્રવૃત્તિ કરે છે ત્યારે ઇન્દ્રિયોના વિષયમાં રાગાદિભાવરૂપ અપ્રશસ્તભાવસ્વરૂપ એક દેશની નિવૃત્તિ થાય છે, અને તે અંતરંગ સમ્યફ પ્રવૃત્તિરૂપ ચારિત્ર પદાર્થ છે; અને તેમાં સુપ્રસિહિત યોગો = સારી રીતે નિયંત્રિત થયેલા યોગો =યોગોની સ્થિરતા, તે ઉપકારી છે. કેમ કે સુપ્રણિહિત યોગો અપ્રમાદમાં પર્યવસાન પામે છે, અને અપ્રમાદભાવને કારણે સમ્યક પ્રવૃત્તિરૂપ ચારિત્ર અતિશયિત થાય છે. માટે ચારિત્રને અતિશયિત કરવામાં યોગોનો સ્થિરભાવ કારણ છે તેથી યોગસ્થર્યને ચારિત્ર કહેલ છે.
ટીકાર્ય - ૬૩થવા' અથવા જે આ સ્થિરભાવ = પૂર્વમાં કહ્યું કે અવિરતિરૂપ અધૈર્યનું પ્રતિપંથી આત્માના ધૈર્યપરિણામને જ ચારિત્ર કહીએ છીએ એ રૂપ સ્થિરભાવ, મિથ્યાત્વ-અવિરતિ-કષાયને મૂળથી નિર્મૂળ = નાશ, કરે છે અને તે બંધના હેતુ એવા યોગોનો પણ મૂળથી નાશ કરે છે; પરંતુ તેનો યોગોનો, નાશ કરવા માટે અસમર્થ એવું ચારિત્ર તેઓના=યોગોના, સ્થિરીકરણ વ્યાપાર દ્વારા તેઓનો યોગોનો, સ્થિરભાવ કહેવાય છે.
ભાવાર્થ વિરતિરૂપ ધૈર્યપરિણામ એ ચારિત્ર પરિણામ છે જે ભાવથૈર્ય પદાર્થ છે, અને તે ચારિત્રનો પરિણામ ભાવસ્થયના વિરોધી એવા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયોનો મૂલથી નાશ કરે છે. યદ્યપિ પ્રાથમિક ચારિત્રની કક્ષામાં કષાયો હોય છે તો પણ ચારિત્રના બળથી ધીરે ધીરે મૂલથી નાશ પામતા જતા હોય છે, તેથી ચારિત્રનો સ્થિરભાવ કષાયોનો મૂલથી નાશ કરે છે એમ કહેલ છે. જેમ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુ છે તેમ યોગ પણ કર્મબંધનો હેતુ છે; તેથી ચારિત્રરૂપ સ્થિરભાવ યોગોનો પણ મૂલથી નાશ કરવા માટે વ્યાપૃત થાય છે, પરંતુ યોગોનો મૂળથી નાશ થઈ શકતો નથી. જેમ ઘાતી એવું જ્ઞાનાવરણીયકર્મ જીવના જ્ઞાનગુણનો મૂલથી નાશ કરવા પ્રયત્ન કરે છે તો પણ સંપૂર્ણ નાશ કરી શકતું નથી, તેમ ચારિત્ર પણ યોગોનો સંપૂર્ણ નાશ કરી શકતું નથી. તેથી તે યોગોને સ્થિર કરે