________________
અધ્યાત્મમતપ૨ીક્ષા
ગાથા : ૧૪૯ . ૭૨૯ सुप्रणिहितानां तेषामप्रमादपर्यवसन्नत्वेनोपकारित्वात् । अथवा योऽयं स्थिरभावो मिथ्यात्वाऽविरतिकषायान्मूलतो निर्मूलयति स तावद्योगानपि बन्धहेतून् मूलतो निर्मूलयति, तमशक्नुवन् तेषां स्थिरीकरणव्यापारेण तेषां स्थिरीभाव इत्युच्यते । एतेन योगपरिणामरूपत्वे चारित्रस्य स्वरूपतो निराश्रवत्वं न स्यादिति परास्तं, योगस्या तथात्वेऽपि तत्परिणामरूपस्य तस्या( ?स्य ) तथात्वात्, न खलु परिणामिनि काञ्चने विद्यमानमकुण्डलत्वं तत्परिणामरूपे कुण्डलेऽप्यनुवर्त्त इति ।
ઉત્થાન :- સંપ્રદાયપક્ષીએ ‘શતે’થી ગાથા-૧૪૭માં શંકા કરી, અને ગાથા-૧૪૭ની ટીકામાં વસ્તુતસ્તુ..થી કહ્યું કે “પરમÅર્યરૂપ ચારિત્ર યોગ ઉપનીત ચલોપકરણતાથી પ્રતિબદ્ધ છે.” તે જ કથનના તાત્પર્યને અહીં અન્ય શબ્દ દ્વારા ગ્રહણ કરીને યવૃત્તિ કર્તા થી પરમÅર્યરૂપ ચારિત્ર ચાંચલ્યકારી યોગોનો નિરોધ કરે છે એના દ્વારા કહે છે –
ટીકાર્ય :- “યવૃત્તિ” પરમર્યરૂપ ચારિત્ર ચાંચલ્યકારી યોગોનો નિરોધ કરે છે એ પ્રમાણે (સંપ્રદાયપક્ષીએ) જે પણ ગાથા ૧૪૭માં કહ્યું તે પણ અયુક્ત છે. ખરેખર આત્મપ્રદેશોનું એક રૂપે એક ક્ષેત્રમાં અવસ્થાનરૂપ સ્વૈર્ય ચારિત્ર કહેવાતું નથી. (પરંતુ) આત્મપ્રદેશોનું એક રૂપે એકત્ર અવસ્થાનરૂપ સ્વૈર્યને ચારિત્ર કહેવાતું હોત તો જેના કારણે તેને = ચારિત્રને, યોગો નિરોધ કરે, (અને જો યોગો ચારિત્રનો નિરોધ કરતા હોય તો) જે યોગના બળથી કાર્મણશરીરથી ઉપતમ એવા જીવના પ્રદેશો તીવ્ર અગ્નિથી ઊકળતા ક્ષીરનીરના પ્રદેશોની જેમ સર્વત્ર પરિભ્રમણ કરે. (વસ્તુતઃ આત્મપ્રદેશોના સ્વૈર્યરૂપ ચારિત્ર નથી.) પરંતુ અવિરતિરૂપ અસ્વૈર્યના પ્રતિપંથી આત્માના થૈર્યપરિણામને જ અમે ચારિત્ર કહીએ છીએ. તેને = થૈર્યપરિણામરૂપ ચારિત્રને, યોગો રુંધતા નથી પરંતુ મોહ જ સંધે છે.
ભાવાર્થ :- પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ કહ્યું કે ચાંચલ્યકારી યોગો પરમચૈર્યરૂપ ચારિત્રનો નિરોધ કરે છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે પરમચૈર્યરૂપ ચારિત્ર આત્મપ્રદેશની સ્થિરતા રૂપ છે અને યોગો તેનો નિરોધ કરે છે, તેથી યોગનિરોધ પછી જ પરમÅર્યરૂપ ચારિત્ર પ્રગટે છે.
તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે યોગનિરોધ પછી જે આત્મપ્રદેશો એક આકાશપ્રદેશ ઉપર એક સ્વરૂપે રહે છે અર્થાત્ પ્રકંપ અવસ્થા વગર રહે છે, તે રૂપ થૈર્ય એ ચારિત્ર નથી. જો તેને ચારિત્રરૂપે સ્વીકારીએ તો યોગો તેવા ચારિત્રનો નિરોધ કરે છે એમ કહેવાય, અને આત્મપ્રદેશોનાં કંપનરૂપ અચારિત્ર હોય તો કહી શકાય કે યોગના બળથી કાર્મણશરીરથી ઉપતમ એવા જીવના પ્રદેશો જે ક્ષીરનીરની જેમ સર્વત્ર પરિભ્રમણ કરે છે તે અચારિત્ર છે. પરંતુ ચારિત્ર અવિરતિરૂપ અસ્વૈર્યના વિરોધી એવા ભાવથૈર્યરૂપ પરિણામ સ્વરૂપ છે. તે ભાવથૈર્યરૂપ ચારિત્રને યોગો રુંધતા નથી પરંતુ મોહ જ રુંધે છે. મોહનો નાશ થયા પછી પરિપૂર્ણ ચારિત્ર જીવમાં પ્રગટ થાય છે, અને તે જ ક્રમસર નિર્જરા કરતાં કરતાં ચરમ નિર્જરાને પામેલ પરમચારિત્ર પદાર્થ છે. અને તે ચારિત્ર અંતક્રિયા દ્વારા મોક્ષનું કારણ છે તેમ પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપેલ છે. તેથી યોગનિરોધરૂપ ક્રિયા વખતે જ તે ચારિત્ર હોય છે તો પણ યોગો તે પરમચારિત્રનો નિરોધ કરતા નથી.
અહીં વિશેષ એ છે કે આત્મપ્રદેશોનું અથૈર્ય તે દ્રવ્ય અથૈર્ય છે અને તેનું એક જ આકાશપ્રદેશમાં અવસ્થાનરૂપ સ્વૈર્ય છે તે દ્રવ્ય સ્વૈર્ય છે, તેને સિદ્ધાંતકાર ચારિત્ર કહેતા નથી કે જેથી યોગો ચારિત્રના પ્રતિપંથી થાય, પરંતુ