________________
૭૨૮ અધ્યાત્મમતપરીક્ષા ગાથા -. ૧૪૯ ‘વં ચ’ અને આ રીતે = ઉપાધિ, ઉપાધિમાનની અભેદ વિવક્ષાથી અંતક્રિયાને પણ ચારિત્ર કહ્યું એ રીતે, યોગજન્યત્વાદિક અને વિશુદ્ધ્યાદિક ઉપાધિરૂપ અંશને ગ્રહણ કરીને ચારિત્ર પર્યવસાન પામે છે=ચારિત્ર યોગજન્યત્વાદિરૂપ અને વિશુદ્ધ્યાદિરૂપ છે એ રીતે પર્યવસાન પામે છે. એથી કરીને ત્યાં ત્યાં = પૂર્વમાં સંપ્રદાયપક્ષી અને સિદ્ધાંતપક્ષીની ચર્ચા ચાલે છે તે તે સ્થાનમાં, વિવક્ષાના વશથી વૈચિત્ર્યોક્તિ પણ અસંગતિમતિ નથી, અર્થાત્ કોઇક સ્થાનમાં ચારિત્રને યોગજન્ય કહેલ છે, જ્યારે કોઇક સ્થાનમાં યોગÅર્યરૂપ કહેલ છે; કોઇક સ્થાનમાં સ્વભાવસમવસ્થાનરૂપ કહેલ છે જ્યારે ક્વચિત્ શુભોપયોગરૂપ કહેલ છે એ પ્રમાણે વૈચિત્ર્યોક્તિ પણ અસંગતિવાળી નથી, એ પણ અમે યુક્ત જોઇએ છીએ. આ પ્રકારે સિદ્ધાંતપક્ષીએ તે તે સ્થાનમાં ચારિત્રના જુદા પ્રયોગો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તેની સ્વમત પ્રમાણે સંગતિ કરી બતાવી.
દર ‘યોજ્ઞયત્વાતૢિ અહીં ‘આદિ’પદથી ‘યોગથૈર્ય’નું ગ્રહણ કરવું, ‘વિશુધ્ધાન્તિ અહીં ‘આદિ’પદથી ‘શુભોપયોગ’નું ગ્રહણ કરવું.
ભાવાર્થ :- ઉપાધિ, ઉપાધિમાનની અભેદ વિવક્ષાથી ઉપાધિરૂપ અંતક્રિયાને જેમ ચારિત્ર કહ્યું તેમ, યદ્યપિ ચારિત્ર એ ચારિત્રમોહના ક્ષયથી ઉત્પન્ન થયેલ નિર્જરાને અનુકૂળ વીર્યવિશેષરૂપ છે, આમ છતાં ચારિત્રને યોગજન્ય કહેલ છે; તેનું કારણ એ છે કે મન-વચન-કાયાના સમ્યક્ પ્રવર્તનરૂપ યોગથી જન્ય એવી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ ક્રિયા છે જે ચારિત્રની ઉપાધિરૂપ છે, અને તે ક્રિયારૂપ ઉપાધિથી વિશિષ્ટ એવું વીર્યવિશેષરૂપ ચારિત્ર ઉપાધિમાન છે; તે બેની અભેદ વિવક્ષાથી યોગજન્યત્વાદિરૂપ ચારિત્ર કહ્યું છે.
‘યોગનચવાર્િ’ અહીં ‘આદિ’પદથી યોગના સ્થિરભાવરૂપ ચારિત્ર ગ્રહણ કરવું.
આશય એ છે કે યોગનો સ્થિરભાવ તે અપ્રમાદમાં પર્યવસાન હોવાને કારણે ચારિત્રનો ઉપકારી છે, તેથી યોગથૈર્ય એ ઉપાધિ છે. અને ઉપાધિ, ઉપાધિમાનની અભેદ વિવક્ષાથી યોગÅર્યરૂપ ચારિત્ર કહેલ છે.
એ જ રીતે જ્યારે જીવ આત્મદ્રવ્યમાત્રમાં પ્રતિબદ્ધ હોય છે ત્યારે, કષાયોના વિગમનથી જીવમાં જે તથાવિધ વિશુદ્ધિ થાય છે તે સ્વયં ચારિત્રરૂપ નથી પણ ચારિત્રની ઉપાધિ છે, અને તે વિશુદ્ધિકાળમાં પ્રવર્તતું જીવનું વીર્યવિશેષ તે ચારિત્ર છે. તેથી ઉપાધિ અને ઉપાધિમાનની અભેદ વિવક્ષાથી સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર કહેલ છે, અને તેને જ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર કહેલ છે.
‘વિશુધ્ધા’િ અહીં ‘આદિ’પદથી પ્રશસ્ત કષાયનું ગ્રહણ કરવું. અર્થાત્ જ્યારે જીવ શુભોપયોગમાં વર્તે છે ત્યારે પ્રશસ્ત કષાય વર્તતો હોય છે. આથી પ્રશસ્ત કષાયરૂપ શુભઉપયોગ ચારિત્રની ઉપાધિ છે, અને તત્કાલવર્તી વીર્યવિશેષ ચારિત્ર છે. તે ઉપાધિ-ઉપાધિમાનની અભેદ વિવક્ષાથી શુભોપયોગરૂપ ચારિત્ર કહેલ છે.
ટીકા :- યથ્થુ‘‘પરમÛર્થરૂપં ચારિત્ર ચામ્રુત્યારિઓ યોનિન્ગ્યુઃ '' કૃતિ તવ્યયુ, નજીસ્વાભप्रदेशानामेकरूपेणैकत्रावस्थानरूपं स्थैर्यं चारित्रमभिधीयते येन तद्योगा निरुन्ध्युः, यद्बलात्कार्मणशरीरोपतप्तस्य जीवस्य प्रदेशास्तीव्रदहनकथ्यमानक्षीरनीरप्रदेशा इव सर्वतः परिभ्रमेयुः, अपि तु अविरतिरूपाऽस्थैर्यप्रतिपन्थिनमात्मनः स्थैर्यपरिणाममेव चारित्रमाचक्ष्महे । न च तद्योगा निरुन्ध्युरपि तु मोह एव । कथं तर्हि योगानां स्थिरभावश्चारित्रं ? उच्यते- अन्तर्भावितैकदेशनिवृत्तिलक्षणे सम्यक्प्रवृत्तिरूपे तत्र