________________
અધ્યાત્મમ ગાથા: 16૬ , , , , , , , • • • • • • • • • •
.
.
.
.
,
,
,
,
,
,
,
,
,
,
R
1
1
इति किमनुपपन्नम्? न चैवंज्ञानमपि सर्वसंवरः स्यात्, तस्य प्रकाशव्यापार एव विश्रामात्, कर्मापनयनस्य चारित्रव्यापारत्वात्।
ટીકાર્ય - વજુ' ચરણના-ચારિત્રના, પ્રતિપંથી એવા ચારિત્રમોહના સહચારી છે એથી કરીને યોગો તેના = ચારિત્રના, પ્રતિપંથી છે એમ ન કહેવું, કે જેથી તેના=યોગના, નિરોધથી પરમચારિત્રની ઉત્પત્તિ કહેવા માટે શક્ય થાય. અન્યથા = ચારિત્રના પ્રતિપંથી એવા ચારિત્રમોહના સહચારી છે જેથી કરીને યોગો ચારિત્રના પ્રતિપંથી છે એમ માનો તો, દર્શનાદિના પ્રતિપંથી દર્શનમોહાદિના સહચારીપણાથી દર્શનાદિમાં પણ તેઓનું યોગોનું, પ્રતિબંધકપણું હોવાથી તેના નિરોધથી=યોગના નિરોધથી, પરમ દર્શનાદિની ઉત્પત્તિ પણ કહેવા માટે ખલની રસના=જીભ, ઉશૃંખલ થાય.
ભાવાર્થ - સિદ્ધાંતકારનો આશય એ છે કે, જો યોગોને ચારિત્રમોહના સહચારવાળા હોવાના કારણે ચારિત્રના પ્રતિપંથી કહીશું, તો યોગો દર્શનમોહના સહચારવાળા હોવાથી દર્શનના પણ પ્રતિપંથી માનવા પડશે. તેથી ક્ષાયિક દર્શનાદિની ઉત્પત્તિ પછી યોગનિરોધ વખતે પરમ દર્શનાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવે. તેથી યોગોને ચારિત્રના પ્રતિપંથી માની શકાય નહિ. આમ કહીને સિદ્ધાંતકારને એ સ્થાપન કરવું છે કે, પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ યોગોને ચારિત્રના પ્રતિપંથી સ્થાપન કરીને એ કહેલ કે, યોગનિરોધથી પરમયથાખ્યાતચારિત્ર પેદા થાય છે અને તે શાશ્વત છે આથી મોક્ષમાં ચારિત્ર છે, તેનું નિરાકરણ કરીને સિદ્ધાંતકારને સ્થાપવું છે કે, યોગો ચારિત્રના પ્રતિપંથી નથી, પરંતુ યોગથી જ ચારિત્ર પેદા થાય છે તેથી સિદ્ધ અવસ્થામાં યોગ નહિ હોવાને કારણે ચારિત્ર નથી.
ટીકાર્ય - નનનનુ'થી= સંપ્રદાયપક્ષી કહે છે કે તો પછી સર્વસંવર શું છે? સંપ્રદાયપક્ષીના આ પ્રશ્નની સામે સિદ્ધાંતકાર કહે છે કેર ધનુ' તદનન્તન ચારિત્ર=૧૪માં ગુણસ્થાનકમાં વર્તતું સર્વસંવર ચારિત્ર, પ્રાક્તનચારિત્રથી=૧૨મા ગુણસ્થાનકમાં પેદા થયેલ ચારિત્રથી, જુદું નથી, એમ તું કહે છે? તો 'તે'થી સિદ્ધાંતકાર તેનો ઉત્તર આપે છેવિવેવ' તે જ=મોહક્ષયથી થયેલ તે જ, યથાખ્યાતચારિત્ર પ્રતિસમય અનેક કર્મોની નિર્જરા કરતું ચરમ નિર્જરાની કારણતાને પામેલું સર્વસંવર એ પ્રમાણે કહેવાય છે. એથી કરીને શું અનુપપન્ન છે? અર્થાત્ કાંઈ અનુપપન્ન નથી.
ભાવાર્થ-પૂર્વમાં સિદ્ધાંતપણે એ સ્થાપન કર્યુંકે યોગો ચારિત્રના પ્રતિપંથી નથી. ત્યાં પ્રશ્ન થાય કે, ચારિત્રમોહનો ક્ષય ૧૨મા ગુણસ્થાનકમાં થાય છે તેથી ક્ષાયિક ચારિત્ર ત્યાં પ્રગટ થાય છે, તેના કરતાં સર્વસંવર ૧૪મા ગુણસ્થાનકમાં જુદું શાસ્ત્ર પ્રસિદ્ધ છે, તેને સિદ્ધાંતી કઈ રીતે સ્થાપન કરી શકશે? એ પ્રકારના આશયથી સંપ્રદાયપક્ષી સિદ્ધાંતીને પૂછે છે કે, તો પછી ૧૨મા ગુણસ્થાનકના ચારિત્ર કરતાં શૈલેશી અવસ્થામાં સર્વસંવર જુદી શું ચીજ છે? સંપ્રદાયપક્ષના આ કથનની સામે સિદ્ધાંતકાર સામો પ્રશ્ન કરે છે કે “૧૨મા ગુણસ્થાનકમાં પેદા થયેલ ક્ષાયિકચારિત્રથી ૧૪મા ગુણસ્થાનકમાં વર્તતું સર્વસંવર ચારિત્ર જુદું નથી” એ પ્રમાણે તમે (સંપ્રદાયપક્ષી) અમને આપત્તિ આપો છો?' આમ પૂછીને પછી તેને જુદું કરીને બતાવતાં સિદ્ધાંતકાર કહે છે કે, ૧૨માં ગુણસ્થાનકમાં પેદા થયેલ યથાખ્યાતચારિત્ર નિર્જરા કરતાં કરતાં ૧૪માં ગુણસ્થાનકની છેલ્લી ક્ષણમાં નિર્જરા થઇ શકે એટલા કર્મની સ્થિતિવાળી અવસ્થાને