________________
૭૨૨
. અધ્યાત્મમત પરીક્ષા.
••• ... ગાથા ૧૪૯ જ્યારે પામે છે ત્યારે સર્વસંવર કહેવાય છે, પરંતુ યોગ સાથે તેને કોઈ વિરોધ નથી. અને આ જ કથનને ગાથા૧૪૯માં અર્થસમાજથી સર્વસંવર છે એમ કહીને કહેલ છે.
ટીકાર્ય - “ રૈવં - અહીં સંપ્રદાયપક્ષી કહે છે અને આ પ્રમાણે = મોહક્ષયથી થયેલ યથાખ્યાતચારિત્ર પ્રતિસમય અનેક કર્મોની નિર્જરા કરતું ચરમનિર્જરાની કારણતાને પામેલું સર્વસંવર કહેવાય છે એ પ્રમાણે, જ્ઞાન પણ સર્વસંવર થશે, અર્થાત્ જ્ઞાનાવરણના ક્ષયથી થયેલ કેવલજ્ઞાન પણ સમયે સમયે અનેક કર્મોને નિર્જરતું થયું ચરમ સમયે સર્વ કર્મનિર્જરાનું કારણ બને એવું પણ કહી શકાતું હોવાથી જ્ઞાન પણ સર્વસંવર થશે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે તેનો = જ્ઞાનનો પ્રકાશવ્યાપારમાં જ વિશ્રામ છે (અને) કર્મ-અપનયનનું ચારિત્રવ્યાપારપણું છે.
ભાવાર્થ - કેવલજ્ઞાન થાય છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયથી જેમ ક્ષાયિક જ્ઞાન પેદા થાય છે તેમ ચારિત્રમોહના ક્ષયથી ક્ષાયિકચારિત્ર પેદા થાય છે. અને કેવળી કર્મની નિર્જરા કરતાં કરતાં ૧૪મા ગુણસ્થાનકના અંતમાં સંપૂર્ણ કર્મની નિર્જરા કરે છે તેથી, જેમ ક્ષાયિકચારિત્રને ચરમ નિર્જરાના કારણરૂપે કહીને સર્વસંવર કહી શકાય, તેમ ક્ષાયિક એવા જ્ઞાનને પણ ચરમ નિર્જરાના કારણરૂપે કહીને સર્વસંવર કહી શકાય. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે જ્ઞાનનું કાર્ય પ્રકાશ છે માટે સર્વસંવર જ્ઞાનને કહી શકાય નહિ. કર્મઅપનયન એ ચારિત્રનું કાર્ય છે, માટે ચરમ નિર્જરાની કારણતાને પ્રાપ્ત એવું સર્વસંવર ચારિત્રને જ કહી શકાય, જ્ઞાનને નહીં.
ટીકા - નન્વયંસિદ્ધાઃ સહિત, ચારિત્રમોદક્ષયજ્ઞનિત નિત્યત્વા તિ વે?, તાશાથરો वीर्यविशेषरूपत्वाद्, वीर्यसामान्यं प्रत्येव चान्वयव्यतिरेकाभ्यां योगानां हेतुत्वात्, तद्विलये तद्विलयात्।
ટીકાર્ય -નન્ધર્વ-“નનુ'થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે આ રીતે = પૂર્વમાં તમે કહ્યું કે તે જ યથાખ્યાતચારિત્ર પ્રતિ સમય અનેક કર્મોની નિર્જરા કરતું ચરમ નિર્જરાની કારણતાને પામેલું સર્વસંવર કહેવાય છે એ રીતે, અમારું સમીહિત=ઈચ્છિત, સિદ્ધ થયું, કેમ કે ચારિત્રમોહના ક્ષયથી જનિત આનું = યથાખ્યાતચારિત્રનું, નિત્યપણું છે.
ભાવાર્થ - પૂર્વમાં સિદ્ધાંતપક્ષીએ કહ્યું કે, ચારિત્રમોહના ક્ષયથી પેદા થયેલ યથાખ્યાતચારિત્ર અને ૧૪મા ગુણસ્થાનકના અંતે થનારું સર્વસંવર ચારિત્ર જુદું નથી. ૧૨મા ગુણસ્થાનક વખતે પ્રાદુર્ભાવ થયેલ યથાખ્યાતચારિત્ર જ પ્રતિસમય નિર્જરા કરતું ચરમ નિર્જરાના કારણને પામેલું સર્વસંવર કહેવાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ચારિત્રમોહના ક્ષયથી જનિત યથાખ્યાતચારિત્ર શાશ્વત છે, કેમ કે ચારિત્રમોહનો ક્ષય થયા પછી ફરી ચારિત્રમોહનો ઉદય થઈ શકતો નથી કે જેથી તે ચારિત્ર નાશ પામી શકે. આ રીતે સંપ્રદાયપક્ષીનું જે સમીહિત હતું તે સિદ્ધ થાય છે.
સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે - ટીકાર્ય - “, તાશણ્ય' એમ ન કહેવું, કેમ કે તાદશ પણ આનું = ચારિત્રનું, વીર્યવિશેષરૂપપણું છે (અને) વીર્યસામાન્ય પ્રતિ જ અન્વય-વ્યતિરેક દ્વારા યોગોનું હેતુપણું છે. તેથી સિદ્ધમાં) તેના=યોગોના, વિલયમાં તેનો વીર્યનો, વિલય =નાશ થાય છે. માટે વીર્યવિશેષરૂપચારિત્રનો સિદ્ધમાં અભાવ છે.)