________________
. અધ્યાત્મમત પરીક્ષા ............. ગાથા -૧૪૯
ગાથાર્થ-યોગો ચારિત્રનારિપુ=વિરોધી, નથી.(અહીં પ્રશ્ન થાય કે તો પછી ચરણનો પ્રતિબંધક ચારિત્રમોહનીય છે, તો ચારિત્રમોહના ક્ષયથી સર્વસંવર કેમ થતો નથી? તેથી કહે છે.) અર્થસમાજથી સર્વસંવર થાય છે, અને (સ્વભાવભૂત ચારિત્ર) સિદ્ધ થયે છતે, તે સ્વભાવમાં =સિદ્ધ થયેલા એવા ચારિત્રરૂપ તે સ્વભાવમાં, સમવસ્થાન એ પ્રકારનો સિદ્ધાંત છે.
ભાવાર્થ:- “અર્થસમાજથી સર્વસંવર થાય છે” એમ કહ્યું ત્યાં “અર્થસમાજ એટલે ચારિત્રમોહનો નાશ થયા પછી તેના દ્વારા નિષ્પન્ન થયેલ ચારિત્રથી પ્રતિક્ષણ કર્મનું અપનયન થાય છે, એમ અપનયન થતાં થતાં જ્યારે સર્વઅપનયનનો કાળ આવે છે તે રૂપ કારણસામગ્રીને પામીને સર્વસંવર થાય છે. અર્થાત્ જેમ યથાખ્યાતચારિત્ર સર્વસંવરમાં આવશ્યક છે તેમ નિર્ભરણીય કર્મ પણ તેટલા જ પ્રમાણમાં હોવાં જરૂરી છે કે જે એક જ ક્ષણમાં ચારિત્રથી નાશ થઈ શકે; તે રૂપ અર્થસમાજથી સર્વસંવર થાય છે.
અહીં શ્લોકના ઉત્તરાર્ધનું જોડાણ આ રીતે છે – “સહવે સિદ્ધ તમિ' = સ્વભાવભૂત ચારિત્ર સિદ્ધ થયે છતે તેમ=ચારિત્રરૂપ સ્વભાવમાં, સમવસ્થાન છે એ પ્રકારનો સિદ્ધાંત છે.
આશય એ છે કે સિદ્ધાંતપક્ષને સિદ્ધમાં ચારિત્ર માન્ય નથી તેથી, સિદ્ધાંતપક્ષી સંપ્રદાય પક્ષીને કહે છે કે, સ્વભાવમાં સમવસ્થાનરૂપ ચારિત્ર તમે ત્યારે જ કહી શકો કે જ્યારે જીવનો ચારિત્રરૂપ સ્વભાવ સિદ્ધ થાય, અને સ્વભાવમાં સમવસ્થાન સિદ્ધ થાય ત્યારે જીવનો ચારિત્રરૂપ સ્વભાવ છે તેમ સિદ્ધ થાય; આ પ્રકારે અન્યોન્યાશ્રય દોષ આવે છે. બાકી જ્ઞાનાદિ સ્વભાવમાં સમવસ્થાન તો સિદ્ધાંતકારને અભિમત છે, અને જ્ઞાનાદિ સ્વભાવમાં સમવસ્થાન સર્વસંમત છે. કેમ કે સિદ્ધમાં કેવળજ્ઞાન સર્વને માન્ય છે, પરંતુ સિદ્ધમાં ચારિત્રરૂપ સ્વભાવ છે કે નહીં તે જ વિવાદનો વિષય છે. તેથી તે સ્વભાવ સિદ્ધમાં જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તે સ્વભાવમાં સમવસ્થાનરૂપ ચારિત્ર હોઇ શકે નહિ.
ઉત્થાન - ગાથા-૧૪૭ની ટીકાના પ્રારંભમાં સંપ્રદાયપક્ષે કહેલ કે ચારિત્રમોહના ક્ષયથી યથાખ્યાતચારિત્ર થાય છે, અને યોગનિરોધથી પરમયથાખ્યાતચારિત્ર થાય છે, તેનું કારણ ચારિત્રના પ્રતિપંથી એવા ચારિત્રહની સાથે યોગો સહચારી છે, તેથી યોગો પણ ચારિત્રના પ્રતિપંથી છે; માટે ચારિત્રમોહનો ક્ષય થવા છતાં પરમયથાવાતચારિત્ર ૧૩માં ગુણસ્થાનકમાં પ્રગટ થતું નથી, પરંતુ યોગનિરોધ થયા પછી જ પરમયથાખ્યાતચારિત્ર પ્રગટે છે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતપક્ષી હતુથી કહે છે -
ટીકા - ર નું ઘર પ્રતિસ્થિવરિત્રમોઢવાળિ રૂતિ યોતિન્દ્રતિશ્વિનો ચેન તરિઘેર परमचारित्रोत्पत्तिर्वक्तुं शक्येत, अन्यथा दर्शनादिप्रतिपन्थिदर्शनमोहादिसहचारित्वेन दर्शनादावपि तेषां प्रतिबन्धकत्वात् तनिरोधेन परमदर्शनाद्युत्पत्तिमपि वक्तुं खलस्य रसनोच्छंखलायेत। ननु तर्हि शैलेश्यवस्थायां सर्वसंवरः कः? न खलु तदानीन्तनं चारित्रं प्राक्तनचारित्रादतिरिच्यत इति चेत्? उच्यते, तदेव यथाख्यातचारित्रं प्रतिसमयमनेककर्म निर्जरयन् चरमनिर्जराकारणतामापनं सर्वसंवर इत्युच्यते