________________
૭૧૪.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૪૭:૧૪૮ ટીકા :- અપિ ચૈવ નિશ્ચયનયાનુોધો ન સ્વાત્, ન ઘસો હાર્યાંવ્યવસ્તિપૂર્વ ાનવત્તિનું વારાં મતે, अपि तु कार्यकालवर्त्तिनमेव, तन्नये कार्यकालसंबन्धस्यैव हेतुत्वात्, अन्यथा दूरकालव्यवहितानामपि येनकेनचित्संबन्धेन हेतुत्वप्रसङ्गादिति दिग्॥१४७॥
ટીકાર્ય :- ‘પિ ચૈવં’ અને વળી આ રીતે = પૂર્વમાં કહ્યું કે કાર્યઅવ્યવહિતપૂર્વવર્તિત્વ જ કારણત્વ છે, પણ નહિ કે કાર્યકાળવૃત્તિત્વ એ રીતે, નિશ્ચયનયનો અનુરોધ નહિ થાય, અર્થાત્ નિશ્ચયનયનું અનુસરણ નહિ થાય. કેમ કે આ=નિશ્ચયનય, કાર્યઅવ્યવહિત પૂર્વકાલવર્તી કારણને માનતો નથી, પરંતુ કાર્યકાળવર્તીને અર્થાત્ કાર્યકાળવર્તી વસ્તુને જ કારણ માને છે. કેમ કે તે નયના=નિશ્ચયનયના, મતમાં કાર્યકાળ સાથે સંબંધવાળી વસ્તુનું જ હેતુપણું છે. અન્યથા = કાર્યકાળ સાથે સંબંધવાળી વસ્તુનું હેતુપણું ન માનો, અને અવ્યવહિત પૂર્વકાળવાળી વસ્તુને કારણ માનો તો દૂરકાળવ્યવહિત એવી વસ્તુનું પણ જે કોઇ સંબંધ વડે હેતુત્વ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ :- વ્યવહારનય અવ્યવહિતપૂર્વકાળવર્તી વસ્તુને કારણ માને છે, તેથી કારણનો સંબંધ આ રીતે થાય છે - સ્વ = કાર્યનિરૂપિત, અવ્યવહિતપૂર્વકાળવર્તી કારણ છે, માટે સ્વનિરૂપિત અવ્યવહિતપૂર્વકાલવર્તિત્વ સંબંધથી કાર્ય, કા૨ણની સાથે સંબંધવાળું છે. માટે કાર્યકાળનો કારણની સાથે સંબંધ નહિ હોવા છતાં સંબંધવિશેષથી તે બેની વચ્ચે કાર્ય-કારણભાવ છે. તે જ રીતે કાર્યથી દૂરકાલવર્તી વસ્તુનો પણ કોઇક સંબંધ દ્વારા કાર્યની સાથે સંબંધ થઇ શકે છે, અને તેમ માનવામાં દૂરકાળવર્તી વસ્તુ પણ વિવક્ષિત કાર્ય પ્રતિ કારણ છે, તેમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
જેમ – કોઇ એક ગૃહમાં અમુક કાળે દંડ છે, ત્યાર પછી તે દંડને અન્યત્ર લઇ જવામાં આવે, તો પણ તે દંડનો ગૃહના સંબંધ દ્વારા સંબંધ સ્વીકારીને ઘટ પ્રત્યે હેતુ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. કેમ કે જેમ કાર્યક્ષણ સાથે સંબંધ નહિ હોવા છતાં પૂર્વક્ષણમાં રહેલ કારણ કાર્યને કોઇક સંબંધથી પેદા કરી શકે છે તેમ તે ગૃહની સાથે પૂર્વમાં સંબંધવાળો દંડ પણ ઘટને પેદા કરી શકે છે તેમ માની શકાય એમ નિશ્ચયનય, વ્યવહારનયને આપત્તિ આપે છે.
આ રીતે કાર્ય સાથે સંબંધ નહિ ધરાવતી એવી વસ્તુને પણ અવ્યવહિતપૂર્વવર્તિત્વ સંબંધથી તમે કારણ માનો છો, તે ઉચિત નથી, માટે કાર્યકાળવર્તી વસ્તુને જ કારણ તરીકે માની શકાય. આ પ્રકારનો નિશ્ચયનયનો અભિપ્રાય છે. અને તેમ માનવાથી મોક્ષરૂપ કાર્યની ઉત્પત્તિક્ષણમાં તેના કારણીભૂત ચારિત્રનું અસ્તિત્વ માનવું પડે. પરંતુ નાશ માની શકાય નહિ. અને જો મોક્ષઉત્પત્તિક્ષણમાં ચારિત્રનો નાશ માનવામાં આવે તો, ચારિત્ર મોક્ષનું કારણ કહી શકાય નહિ. તેથી ચારિત્રને મોક્ષનું કારણ કહીએ તો મોક્ષની ઉત્પત્તિક્ષણમાં તેનું અસ્તિત્વ માનવું પડે. અને મોક્ષની ઉત્પત્તિક્ષણમાં જો ચારિત્ર રહી શકે તો તે જ રીતે ઉત્તરક્ષણમાં પણ તે રહી શકે છે. માટે શૈલેશી ચરમસમયભાવિચારિત્રરૂપ ધર્મનું શાશ્વતપણું છે, એમ સંપ્રદાયપક્ષનો આશય છે.ll૧૪જ્ઞા
અવતરણિકા :- વેષાંચિન્મતમાઃ
અવતરણિકાર્ય :- બીજા કેટલાકના મત કહે છે. અર્થાત્ ગાથા-૧૪૭માં મોક્ષમાં ચારિત્ર માનનારે એ સ્થાપન કર્યું કે યોગનિરોધ દ્વારા પ્રકૃષ્ટ ચારિત્ર શાશ્વત થાય છે, અને તે જ બાબતમાં મોક્ષમાં ચારિત્ર માનનાર એવા કેટલાક આચાર્યો જે કહે છે તે મતને જ બતાવે છે –