________________
::::: • • • .9૧૩
ગાથા : ૧૪૩ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . ચારિત્રનો નાશક છે. તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે, જે મોક્ષ ઉત્પન્ન કરે છે એ જ એનો નાશક છે એવું કહેવામાં તો ચારિત્રને જ ચારિત્રનાશક માનવાનો પ્રસંગ આવશે. કેમ કે મોક્ષની ઉત્પાદક રત્નત્રયી છે, તદંતર્ગત ચારિત્ર પણ છે, તેથી ચારિત્રથી જ ચારિત્રનો નાશ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ટીકાર્ય :- “મોક્ષસીમી' અહીં સિદ્ધાંતો કહે કે મોક્ષસામગ્રી તન્નાશિકા = ચારિત્રની નાશિકા છે. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે- એમ ન કહેવું, કેમ કે સામગ્રીપણા વડે (સામગ્રીનું) અનાશકપણું છે.
ભાવાર્થ - સિદ્ધાંતીને એ કહેવું છે કે મોક્ષઉત્પાદક જ્ઞાન, દર્શન, ચારિત્ર ભલે ચારિત્રના નાશકન હોય, પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્રના સમુદાયરૂપ મોક્ષ સામગ્રી ચારિત્રની નાશક છે. માટે મોક્ષસામગ્રીની અંતર્ભત ચારિત્ર હોવા છતાં ચારિત્રનું નાશક ચારિત્ર નહીં બને, પરંતુ ચારિત્રની નાશક સમુદિત એવી સામગ્રી બનશે, માટે સ્વનો નાશક સ્વ કહેવાશે નહીં. તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે, સામગ્રીપણા વડે કરીને સામગ્રી ચારિત્રની નાશક નથી, પણ મોક્ષોત્પાદક જ છે. જો કે મોક્ષની સામગ્રી મોક્ષને ઉત્પન્ન કરે છે તેમ સંસારભાવનો નાશ કરે છે, તે રીતે ચારિત્રનો પણ નાશ કરે છે તેમ સ્વીકારી શકાય, એવી શંકા થાય. પરંતુ સંસારભાવ એ મોક્ષનો વિરોધીભાવ છે, તેથી મોક્ષસામગ્રીથી સંસારભાવના નાશરૂપ મોક્ષભાવનો ઉત્પાદ થાય છે. પરંતુ ચારિત્ર એ મોક્ષનો વિરુદ્ધ ભાવ નથી કે જેથી મોક્ષની સામગ્રીને ચારિત્રની નાશિકા માની શકાય, માટે સામગ્રીત્વેન સામગ્રી ચારિત્રની નાશિકા માની શકાય નહીં.
ટીકાર્ય - કન્યક્ષ' અહીં સિદ્ધાંતી આ પ્રમાણે કહે કે અંત્યક્ષણ જ તન્નાશક છે, અર્થાત ચારિત્રનો પ્રવાહ ચાલતો હતો તેની અંતિમ ક્ષણ જ તે ચારિત્રની નાશક છે. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે -એમ ન કહેવું, કેમ કે ક્ષણનું વિશેષ કરીને અહેતુપણું છે.
• ભાવાર્થ - મૂળગુણના સ્થિરભાવરૂપ ચારિત્ર ઉત્પન્ન થયું અને તે ક્રમસર વધતાં વધતાં ૧૪મા ગુણસ્થાનકના અંતસમય સુધી વર્તે છે, અને તે પ્રયત્નવિશેષરૂપ પ્રવાહી ચારિત્ર છે. તે પ્રવાહી ચારિત્રની અંતક્ષણ જ તેની નાશક છે અર્થાતુ ચારિત્રની નાશક છે, એ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે, તો સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું. કેમ કે ક્ષણ એ કાર્યમાત્રની ઉત્પત્તિ અને નાશ પ્રત્યે હેતુ હોવા છતાં તે વિશેષરૂપે હેતુ નથી પરંતુ સામાન્યરૂપે હેતુ છે; અર્થાત્ અન્ય સામગ્રીના સહકારવાળી તે ક્ષણ તે નાશ પ્રત્યે હેતુ છે, પરંતુ તે ક્ષણમાત્રથી જ તે નાશ પેદા થતો નથી. જેમ મુદ્ગરપાતાદિ સામગ્રી સહવર્તી તે ક્ષણ ઘટના નાશનું કારણ બને છે, પરંતુ કેવલ તે ક્ષણની પ્રાપ્તિમાત્રથી ઘટનો નાશ થતો નથી. તેથી અન્ય નાશની સામગ્રી વગર પ્રવાહી ચારિત્રની અંત્યક્ષણમાત્રને જ ચારિત્રની નાશક સ્વીકારી શકાય નહિ.
ઉત્થાન :- અહીં સિદ્ધાંતી કહે કે અન્ય સામગ્રી સહિત તે ક્ષણ ઘટનાશ પ્રત્યે હેતુ છે, તેમ સ્વભાવથી પણ પદાર્થ તે ક્ષણમાં નાશ પામે છે ત્યારે અન્ય કોઇ સામગ્રી હોતી નથી. જેમ જીર્ણ થયેલ ઘટમુદ્ગરપાતાદિ અન્ય સામગ્રી વગર તે ક્ષણમાં નાશ પામે છે, તે રીતે ચરમ ક્ષણમાં પ્રવાહી ચારિત્ર નાશ પામે છે. તેથી સંપ્રદાયપક્ષી કહે છે -