________________
S
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
. . અધ્યાત્મમતપરીણા. .. . . . . . . . . . . .ગાથા -૧૪૭ સ્વીકારવામાં આવે તો પ્રયત્નવિશેષરૂપ ચારિત્ર મોક્ષઉત્પત્તિરૂપ કાર્યના પૂર્વકાળમાં છે તેનાથી મોક્ષરૂપ કાર્ય થઈ શકશે, અને મોક્ષઉત્પત્તિકાળમાં ચારિત્રને માનવાની આવશ્યકતા રહેશે નહિ. ત્યાં સંપ્રદાયપક્ષી શંકા કરે કે કાર્યઉત્પત્તિકાળમાં જે વસ્તુ વિદ્યમાન ન હોય તે કાર્યને ઉત્પન્ન કઈ રીતે કરી શકે? માટે કારણને અનુભવના બળથી જેમ પૂર્વેક્ષણમાં માનવું આવશ્યક છે તેમ કાર્યઉત્પત્તિક્ષણમાં પણ માનવું આવશ્યક છે. કેમ કે વિદ્યમાન વસ્તુ જ કાર્ય કરી શકે. તેથી સિદ્ધાંતકાર બીજો હેતુ કહે છે કે તેમ માનવામાં ગૌરવ છે.
આશય એ છે કે અનુભવના બળથી કાર્યની પૂર્વેક્ષણમાં જેમ કારણની આવશ્યકતા છે તેમ કાર્યનિષ્પત્તિકાળમાં પણ કારણની આવશ્યકતા છે તેમ માનશો, તો કારણને કાર્યઅવ્યવહિતપૂર્વવર્તી અને કાર્યકાળવૃત્તિ એ પ્રમાણે બે કાળવૃત્તિરૂપે સ્વીકારવાનું ગૌરવ પ્રાપ્ત થશે. તેથી લાઘવના બળથી કારણને કાર્યઅવ્યવહિતપૂર્વવર્તી સ્વીકારવું જ ઉચિત છે.
અહીં સંપ્રદાયપક્ષી કહે કે કાર્યકાળમાં જે ન હોય તેને પણ કારણ સ્વીકારો તો પૂર્વેક્ષણોમાં પણ કારણ નહતું ત્યારે કાર્ય કેમ ન થયું? માટે ગૌરવદોષમાત્રના ભયથી અનુભવથી વિરુદ્ધ કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહિ, તેથી કાર્યનિષ્પત્તિકાળમાં કારણની આવશ્યકતા છે. તેથી સિદ્ધાંતકાર ત્રીજો હેતુ કહે છે -પ્રાગભાવાદિના પણ અકારણત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે.
આશય એ છે કે પ્રાગભાવ કાર્યનિષ્પત્તિપૂર્વમાં જ હોય છે, પરંતુ કાર્યકાળમાં પ્રાગભાવ હોતો નથી; અને કાર્ય પ્રત્યે પ્રાગભાવ કારણરૂપે સ્વીકૃત છે, તેથી કારણને કાર્યકાળવૃત્તિ પણ સ્વીકારવું જરૂરી છે તેમ માનશો તો, પ્રાગભાવાદિને કારણરૂપે સ્વીકારી શકાશે નહિ; અને આદિપદથી ઘટ પ્રત્યે દંડને પણ કારણ તરીકે સ્વીકારી શકાશે નહિ. કેમકે ઘટનિષ્પત્તિકાળમાં દંડન હોય તો પણ પૂર્વવર્તી દંડથી ઘટનિષ્પન્ન થતો દેખાય છે, તેથી કાર્યકાળમાં દંડ નહિ હોવાને કારણે દંડને પણ કારણ તરીકે નહિ સ્વીકારવાની આપત્તિ આવશે; આથી કાર્યકાળમાં કારણને સ્વીકારવાની જરૂર નથી, પરંતુ કાર્યઅવ્યવહિતપૂર્વવર્તી જ કારણ છે. એથી કરીને મોક્ષની ઉત્પત્તિ સમયમાં નાશ પામેલું પણ ચારિત્ર ૧૪મા ગુણસ્થાનકના અંત સુધી વર્તતું હોવાથી મોક્ષનું કારણ બને છે, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે. તેને સંપ્રદાયપક્ષી પૂછે છે કે તો પણ નાશક જ શું છે? એમ અમે પૂછીએ છીએ. અર્થાત્ કાર્યઅવ્યવહિતપૂર્વવર્તિત્વને કારણ સ્વીકારીએ અને એ રીતે ૧૪મા ગુણસ્થાનકના અંત સુધી પ્રવાહી ચારિત્રને સ્વીકારીએ અને તે ચારિત્રથી મોક્ષની ઉત્પત્તિ થાય છે તેમ માનીએ તો પણ, મોક્ષઉત્પત્તિસમયમાં તે પ્રવાહી ચારિત્રનો નાશક કોણ છે? એમ અમે પૂછીએ છીએ.
સંપ્રદાયપક્ષીને એ કહેવું છે કે મોક્ષની ઉત્પત્તિ થઈ તે ક્ષણમાં ચારિત્રનો નાશક કોઈ નથી માટે શાશ્વત ચારિત્ર
ટીકાર્થ “મોક્ષત્પા' અહીં સિદ્ધાંતો કહે કે મોક્ષોત્પાદકજ ચારિત્રનો નાશક છે. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે - એમ ન કહેવું, કેમ કે સ્વનું=ચારિત્રનું, પણ તથાપણું-મોક્ષઉત્પાદકપણું, હોવાથી સ્વને સ્વનાશકત્વનો પ્રસંગ આવશે, અર્થાત્ ચારિત્રને ચારિત્રનો નાશક માનવાનો પ્રસંગ આવશે.
ભાવાર્થ - સિદ્ધાંતીને એ કહેવું છે કે જેનાથી મોક્ષની ઉત્પત્તિ થઈ તે જ ચારિત્રનો નાશ કરે છે. જેમ જે કારણથી મોક્ષની ઉત્પત્તિ થાય છે તે જ કારણથી સંસારભાવનો નાશ થાય છે, તેમ મોક્ષની ઉત્પત્તિનું જ કારણ છે તે જ