________________
• • • • • • • • •. . . .911
ગાથા : ૧૪૩ . . . . . • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા શકાય નહિં. આમ છતાં, તે ચારિત્રને તેઓ મોક્ષજનક કહે છે અને મોક્ષની પ્રથમ ક્ષણમાં ચારિત્રનો અભાવ કહે છે તે તેમના વચનનો પરસ્પર વિરોધ છે. કેમ કે તેના વ્યતિરેકમાં=કારણ તરીકે અભિમત વસ્તુના વ્યતિરેકમાં= અભાવમાં, કાર્યનો અભાવ હોવો જરૂરી છે. પરંતુ જો તેના વ્યતિરેકમાં = કારણના વ્યતિરેકમાં, કાર્યના વ્યતિરેકનો =અભાવનો, અભાવ (કાર્યનો સદ્ભાવ) હોય તો તે વસ્તુ કારણ ન કહેવાય.
જેમ વસ્ત્રની ફાડવાની ક્રિયા લાકડાના વિભાગ પ્રતિ કારણ નથી, તેથી વસ્ત્રની છેદનક્રિયાના અભાવમાં લાકડાના વિભાગરૂપ કાર્યના વ્યતિરેકનો અભાવ=લાકડાના વિભાગના અભાવનો અભાવ લાકડાનો વિભાગ, પ્રાપ્ત થઈ શકે છે. તેથી વસ્ત્રના છેદનની ક્રિયા લાકડાના વિભાગ પ્રતિ કારણ નથી પરંતુ લાકડાના વિભાગકાળમાં અસ્તિત્વ ધરાવતી એવી કરવતની છેદનક્રિયા તેનું કારણ છે. માટે કાર્યોત્પાદ સમયમાં સત્ એવી છેદનક્રિયા જ લાકડાના છેદન પ્રત્યે કારણ કહી શકાય.
સારાંશ એ છે કે કાર્યોત્પાદ વખતે જે અસતું હોય છે તે કારણ બની શકતું નથી, કારણ તો તે જ બની શકે કે જેના અભાવમાં કાર્યનો અવશ્ય અભાવ હોય. અને મોક્ષની ઉત્પત્તિના સમયમાં ચારિત્રનો નાશ થઈ ગયેલો હોવાને કારણે મોક્ષના ઉત્પાદકાળમાં ચારિત્ર અસત્ છે, તેથી તે પ્રવાહી ચારિત્ર મોક્ષ પ્રત્યે કારણ માની શકાય નહિ.
ઉત્થાન -પૂર્વમાં સંપ્રદાયપક્ષે મોક્ષના ઉત્પત્તિ સમયમાં ચારિત્ર હોય તો જ તે મોક્ષને ઉત્પન્ન કરી શકે તેમ સ્થાપન કર્યું. તેથી મોક્ષની પૂર્વેક્ષણમાં કાર્યની અનાવશ્યકતા છે તેમ તેને કહેવું નથી, પરંતુ કાર્યની પૂર્વેક્ષણમાં જેમ કારણ આવશ્યક છે તેમ કાર્યક્ષણમાં પણ કારણ આવશ્યક છે તેમ સંપ્રદાયપક્ષે સ્થાપન કર્યું. તેથી સિદ્ધાંતકાર અથથી કહે
ટીકા -મથ વેર્યાવ્યવદિતપૂર્વવત્તત્વમેવ વાર વિંનતુર્થશાત્રવૃત્તિપ, તત્રનિવેશનેમાનામાવાત, गौरवात्, प्रागभावादीनामकारणत्वप्रसङ्गाच्चेति। "मोक्षोत्पादसमये नश्वरस्यापि तस्य तदव्यवहितपूर्ववर्तितयैव तत्कारणत्वं निराबाधमिति चेत्? तथापि नाशकमेव किमिति पृच्छामः। “मोक्षोत्पादकमेव तन्नाशकमि"ति चेत्? न, स्वस्यापि तथात्वेन स्वस्य स्वनाशकत्वप्रसङ्गात्। “मोक्षसामग्री तन्नाशिके"ति चेत्? न, सामग्रीत्वेनाऽनाशकत्वात्। “अन्त्यक्षण एव तन्नाशक" इति चेत्? न, क्षणस्य विशिष्याऽहेतुत्वात्।
ટીકાર્ય - મથ' કાર્યઅવ્યવહિતપૂર્વવર્તિત્વ જ કારણત્વ છે પણ નહીં કે કાર્યકાલવૃત્તિત્વ પણ, કેમ કે ત્યાં = કાર્યકાળમાં, કારણના નિવેદનમાં કોઈ પ્રમાણ નથી અને ગૌરવ છે, અને પ્રાગભાવાદિના અકારણત્વનો પ્રસંગ છે. એથી કરીને મોક્ષના ઉત્પાદ સમયે નશ્વર પણ તેનું = ચારિત્રનું, તદવ્યવહિતપૂર્વવર્તિપણાથી જ તત્કારણત્વ = મોક્ષકારણત્વ, નિરાબાધ છે. આ પ્રમાણે સિદ્ધાંતી કહે તો સંપ્રદાયપક્ષી તેને પૂછે છે કે તો પણ નાશક જ શું છે? એ પ્રમાણે અમે તમને પૂછીએ છીએ.
ભાવાર્થ સિદ્ધાંતકારનું કહેવું એ છે કે કાર્યઅવ્યવહિતપૂર્વવર્તિત્વ જ કારણ હો, પરંતુ કાર્યકાલવૃત્તિત્વ પણ કારણને સ્વીકારવાની જરૂર નથી, કેમ કે કાર્યકાળમાં કારણની આવશ્યકતા સ્વીકારવામાં કોઇ પ્રમાણ નથી; અને તે રીતે