________________
ગાથા : ૧૪૭. ............ અધ્યાત્મમત પરીક્ષા ........
• • • • • •. . .999 ‘તથા ત્ર' અને તે પ્રમાણે ચારિત્રના અપ્રતિપંથી હોવા છતાં પણ ચારિત્રના પ્રતિપંથી મોહના સાહચર્યથી યોગો પણ ચારિત્રના પ્રતિપંથી કહેવાય છે તે પ્રમાણે, તેઓ યોગો, જાગ્રત હોતે છતે પરમયથાખ્યાતરૂપ ચારિત્ર પ્રકટ થતું નથી. એથી કરીને તેના=યોગના, નિરોધથી જ તેનો-પરમયથાખ્યાતચારિત્રનો, ઉત્પાદ છે.
; “પિ... ચારિત્રપુત્પાદ્યતામાંતત્ત્વતિઃ વ્યવહારોમાનામપિતwતિપસ્થિત્વા સુધીનું કથન હેતુરૂપ છે, ત્યાં કહ્યું કે વ્યવહારથી યોગોનું પણ પરમચારિત્રનું પ્રતિપંથીપણું છે. એ જ વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરતાં “યથા .. તનુ તિ" સુધીના કથનથી કહેલ છે. ઈફ “તિ’ શબ્દ એ કથનની સમાપ્તિ સૂચક છે. ઉત્થાન -આ રીતે દષ્ટાંત દ્વારા વ્યવહારથીયોગોનું પણ ચારિત્રનું પ્રતિપંથીપણું છે તે બતાવતાં ત્યાં કહ્યું કે, મોહના સાહચર્યના કારણે યોગો પણ પરમચારિત્રના પ્રતિપંથી છે. ત્યાં પ્રશ્ન થાય કે, મોહદશામાં મોહના સાહચર્યવાળા યોગો હતા, પરંતુ કેવલજ્ઞાન થયા પછી, પૂર્વમાં મોહના સાહચર્યવાળા યોગો હોવા છતાં અત્યારે મોહનો સહચાર નથી, તેથી જો તત્ત્વથી પરમચારિત્રના પ્રતિપંથી યોગો ન હોય તો વ્યવહારનયના ઔપચારિક વ્યપદેશમાત્રથી તેરમા ગુણસ્થાનકે પરમચારિત્રનો અભાવ થઈ શકે નહિ. તેથી ‘વસ્તુતઃથી કહે છે -
ટીકા - વસ્તુતતુ વસ્તુતઃ તો પરમચૈર્યરૂપ પાકિચારિત્રયોગથી ઉપનીત ચલોપકરણતાથી પ્રતિબદ્ધ છે, એથી કરીને જ તેના યોગના, નિરોધથી તેનો = પરમચૈયરૂપ પાયન્તિકચારિત્રનો, ઉત્પાદ છે.
ભાવાર્થઃ- યદ્યપિથી સંપ્રદાયપક્ષી કહે છે કે, ચારિત્રમોહનીયના ક્ષયથી યથાખ્યાતચારિત્ર ઉત્પન્ન થાય છે અને યોગનિરોધથી પરમયથાખ્યાતચારિત્ર પેદા થાય છે. તેનું કારણ નિશ્ચયનયને આશ્રયીને પરમયથાખ્યાતચારિત્રનું પ્રતિબંધક ચારિત્રમોહનીય હોવા છતાં વ્યવહારનયથી યોગો પણ ચારિત્રના પ્રતિબંધક છે, તેથી તેરમા ગુણસ્થાનકે ચારિત્રમોહનીયનો ક્ષય થયેલો હોવા છતાં યોગનિરોધ પછી જ પરમયથાખ્યાતચારિત્ર પેદા થાય છે. અને એ જ ભાવ દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે કે, જેમ ચોરન હોવા છતાં ચોરના સંસર્ગને કારણે અચોર પણ ચોર કહેવાય છે, તેમ યોગો ચારિત્રના પ્રતિબંધક નહિ હોવા છતાં ચારિત્રના પ્રતિબંધક એવા મોહના સહચારવાળા હોવાથી ચારિત્રના પ્રતિબંધક કહેવાય છે. તેથી યોગનિરોધ પછી જ પરમયથાખ્યાતચારિત્રનો ઉત્પાદ થાય છે એ પ્રમાણે વ્યવહારનયને આશ્રયીને કથન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે, નિશ્ચયનયથી ચારિત્રમોહનીય જ પરમયથાખ્યાતચારિત્રનો પ્રતિબંધક હોય, અને વ્યવહારનયથી મોહના સહચારવાળા યોગ હોવાને કારણે તેને ઉપચારથી પરમયથાખ્યાતચારિત્રના પ્રતિબંધક કહે, એટલામાત્રથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થયા પછી પરમચારિત્ર કેમ પ્રગટ ન થાય? તેથી ઉપચરિત વ્યવહારનયનો આશ્રય છોડીને વિસ્તુતઃ'થી સંપ્રદાયપક્ષી કહે છે કે, ચારિત્રનું આવારક કર્મ ચારિત્રમોહનીય છે અને તેના વિગમનથી પરમચૈર્યરૂપ ચારિત્ર પ્રગટ થવું જોઇએ; આમ છતાં, યોગને કારણે આત્મામાં જે ચંચળતા છે તે પરમચારિત્રનો પ્રતિબંધક છે, તેથી ૧૩માં ગુણસ્થાનકે પરમચારિત્ર પ્રગટ થતું નથી. તેથી યોગના નિરોધથી પરમયથાખ્યાતચારિત્રની ઉત્પત્તિ છે.
B-10