________________
997
ગાથા - ૧૪૭
टीst :- युक्तं चैतत्, अन्यथा सयोगिकेवलिनामपि मुक्तिप्रसङ्गात्, ज्ञानदर्शनचारित्ररूपस्य मोक्षमार्गस्य तदानीमबाधितत्वात्, न च कारणान्तरविलम्बादेव तद्विलम्बो युक्तः, समुदितानामेतेषामविलम्ब्यकारणत्वप्रतिपादनायैव ‘“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" [त. सू. १ - १] इति सूत्रे विशेषणविशेष्यभावेऽपि वचनभेदनिर्देशात् तस्मात्तदानीं योगनिरोधोपनीतपरमचारित्राभावादेव परमज्ञानदर्शनसत्त्वेऽपि न मोक्षोत्पाद इति युक्तमुत्पश्यामः ।
અધ્યાત્મમતપરીક્ષા
–
--
ટીકાર્ય :- ‘યુ શ્વેતત્’ - અને આ યુક્ત છે, અર્થાત્ પરમચૈર્યરૂપ પાર્યન્તિકચારિત્ર યોગઉપનીત ચલોપકરણતા વડે પ્રતિબદ્ધ છે, એથી કરીને જ યોગના નિરોધથી પરમચૈર્યરૂપ ચારિત્રનો ઉત્પાદ છે એ યુક્ત છે.
‘અન્યથા’ – એમ ન માનો તો અને ચારિત્રમોહનીય પરમચૈર્યરૂપ ચારિત્રનો પ્રતિબંધક છે અને તેના વિગમનથી પરમચૈર્યરૂપ ચારિત્ર પેદા થાય છે એમ માનો તો, સયોગી કેવલીને પણ મુક્તિનો પ્રસંગ આવે. કેમ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું ત્યારે=સયોગી અવસ્થામાં, અબાધિતપણું છે.
ભાવાર્થ :- જેમ જ્ઞાન-દર્શનના આવારક કર્મનું વિગમન થવાથી પરિપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રાદુર્ભાવ થાય છે, તેમ સયોગી કેવલીને ચારિત્રમોહનીયનો ક્ષય થયેલો હોવાથી પરમચારિત્ર પણ છે, તેમ માનવાનો પ્રસંગ આવે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પરિપૂર્ણ થઇ ગયેલ હોવાના કારણે તરત જ મુક્તિનો પ્રસંગ આવે. પરંતુ વાસ્તવિક રીતે પરમચૈર્યરૂપ ચારિત્રનું આવા૨ક કર્મ ચારિત્રમોહ છે તેના વિગમન પછી પણ તે પ્રગટ થવામાં યોગોપનીત ચલોપકરણતા પ્રતિબંધક છે. તેથી જ્યાં સુધી યોગનિરોધ થતો નથી ત્યાં સુધી પરમચારિત્ર ઉત્પન્ન થતું નથી. માટે કેવલજ્ઞાન થયા પછી સયોગી કેવલી અવસ્થામાં પ્રકૃષ્ટ ચારિત્ર નથી, માટે મુક્તિનો પ્રસંગ નથી. તેથી યોગનિરોધથી ઉપનીત ચલોપકરણતાને પરમથૈર્યરૂપ ચારિત્રનું પ્રતિબંધક માનવું તે યુક્ત છે.
ટીકાર્ય :- ‘ન =’ અહીં પૂર્વપક્ષી—સિદ્ધાંતપક્ષી કહે છે કે, કા૨ણાંતરના વિલંબથી જ (સયોગીકેવલીને) તેનો = મોક્ષનો, વિલંબ યુક્ત છે. તો સંપ્રદાયપક્ષી કહે છે કે એમ કહેવું યુક્ત નથી. કેમ કે સમુદિત એવા એઓનું – = જ્ઞાનદર્શન-ચારિત્રનું, અવિલંબ્ય કારણત્વ પ્રતિપાદન માટે જ “ક્ષમ્ય વર્ણનજ્ઞાનચારિત્રાળિ મોક્ષમાń:” એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં વિશેષણ-વિશેષ્યભાવમાં પણ વચનભેદનો નિર્દેશ છે. તે કારણથી=કા૨ણાંતર વિલંબને કારણે મોક્ષનો વિલંબ નથી તે કારણથી, ત્યારે=સયોગીકેવલીમાં, યોગનિરોધથી ઉ૫નીત પરમચારિત્રનો અભાવ હોવાથી જ ૫૨મ જ્ઞાન-દર્શન હોવા છતાં પણ મોક્ષનો ઉત્પાદ થતો નથી, એ પ્રમાણે યુક્ત અમે જોઇએ છીએ.
ભાવાર્થ :- સયોગીકેવલીને પ્રકૃષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થઇ જાય છે, પરંતુ યોગઅભાવરૂપ જે કારણાંતર છે તેના વિલંબથી જ સયોગીકેવળીને મોક્ષનો વિલંબ છે. જ્યારે યોગનિરોધ થાય છે ત્યારે તે કારણાંતરની પ્રાપ્તિ થાય છે અને તે વખતે મોક્ષ થાય છે, આ પ્રમાણે સિદ્ધાંતપક્ષીનું કહેવું છે. તેના નિરાકરણરૂપે સંપ્રદાયપક્ષી કહે છે કે એ પ્રમાણે કહેવું યુક્ત નથી, કેમ કે “સભ્ય વજ્ઞજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્યાં:” એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં =