________________
99૬. . . . . . . . .. • • • • • • • •
ગાથા -
અધ્યાત્મમત પરીક્ષા ........ . ગાથા-૧૪-૧૪૭ नणु जोगनिरोहेणं चारित्तं सासयं परं होउ ।
अन्नह तेण न मोक्खो उब्भवकाले असंतेणं ॥१४७॥ (ननु योगनिरोधेन चारित्रं शाश्वतं परं भवतु । अन्यथा तेन न मोक्ष उद्भवकालेऽसता ॥१४७॥)
ગાથાર્થ “નનુથી સંપ્રદાયપક્ષી શંકા કરે છે કે યોગનિરોધ દ્વારા પરચારિત્ર = પ્રકૃષ્ટ ચારિત્ર, શાશ્વત થાઓ. અન્યથા = યોગનિરોધ દ્વારા પરચારિત્ર શાશ્વત ન થાય તો, ઉદ્ભવકાળમાં અસતુ એવા તેના વડે = અવિદ્યમાન એવા ચારિત્ર વડે, મોક્ષ ન થાય.
ભાવાર્થ - સિદ્ધાંતકાર મોક્ષમાં ચારિત્રને માનતા નથી. તેની સામે સંપ્રદાયપક્ષી કહે છે કે યોગનિરોધ દ્વારા પ્રકૃષ્ટ ચારિત્ર શાશ્વત થાઓ. નહીંતર મોક્ષના ઉદ્દભવકાળમાં ચારિત્ર માની શકાય નહિ, તેથી મોક્ષના ઉદ્દભવકાળમાં અસત્ એવા ચારિત્ર દ્વારા મોક્ષ થઈ શકે નહિ, કેમ કે જે વસ્તુ સત ન હોય તે મોક્ષરૂપ કાર્યને પેદા કરી શકે નહિ.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક છે, અને ચારિત્ર મોક્ષરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાત્મક છે. સિદ્ધાંતકારને તે ચારિત્ર મોક્ષની ઉત્પત્તિની પૂર્વેક્ષણમાં અભિમત છે, પરંતુ મોક્ષની ઉત્પત્તિની ક્ષણથી ચારિત્રનો અભાવ તે માને છે. તેથી સંપ્રદાયપક્ષી કહે છે કે, ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી મોક્ષના ઉત્પત્તિકાળમાં અસત્ એવી ચારિત્રરૂપ ક્રિયા દ્વારા મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિ થઈ શકે નહિ.
જેમ કરવત દ્વારા છેદન ક્રિયા જે ક્ષણમાં હોય તે જ ક્ષણમાં લાકડાનો છેદ થાય છે, તેમ મોક્ષની ઉત્પત્તિક્ષણમાં ચારિત્રરૂપ ક્રિયા હોય તો જ કર્મથી મુક્તાવસ્થારૂપ જીવ અને કર્મના વિભાગરૂપ, અવસ્થા નિષ્પન્ન થઇ શકે. અને મોક્ષોત્પત્તિની પ્રથમ ક્ષણમાં ચારિત્ર સિદ્ધ થાય તો તેનું કોઈ નાશકન હોવાથી તે શાશ્વત સિદ્ધ થઈ જાય. તેથી પ્રકૃષ્ટ ચારિત્ર શાશ્વત છે તેમ સંપ્રદાયપક્ષી કહે છે.
As:- यद्यपि चारित्रमोहक्षयेण यथाख्यातचारित्रमुदपादि तथापि योगनिरोधेन परमयथाख्यातरूपं चारित्रमुत्पाद्यताम्, तत्त्वतश्चारित्रमोहस्य तत्प्रतिपन्थित्वेऽपि व्यवहाराद्योगानामपि तत्प्रतिपन्थित्वात्, यथा खल्वचौरोऽपि चौरसंसर्गितया चौर इति व्यपदिश्यते तथा तत्त्वतस्तदप्रतिपन्थित्वेऽपि तत्प्रतिपन्थिमोहसाहचर्याद्योगाअपि तथा व्यपदिश्यन्ते। तथा च तेषु जाग्रत्सुन परमयथाख्यातरूपंचारित्र-मुन्मीलतीति तन्निरोधादेव तदुत्पाद इति। वस्तुतस्तु परमस्थैर्यरूपं पार्यन्तिकचारित्रं योगोपनीतचलोपकरणताप्रतिबद्धमित्येव तन्निरोधेन तदुत्पादः।
ટીકાઈ' સંપ્રદાયપક્ષી કહે છે કે, જો કે ચારિત્રમોહના ક્ષય વડે યથાખ્યાતચારિત્ર ઉત્પન્ન થયું તો પણ યોગનિરોધથી પરમયથાખ્યાતચારિત્ર ઉત્પન્ન થાય છે. કેમ કે તત્ત્વથી ચારિત્રમોહનું તત્પતિપંથીપણું ચારિત્રનું પ્રતિપંથીપણું, હોવા છતાં પણ વ્યવહારથી યોગોનું પણ તત્પતિપંથીપણું = ચારિત્રનું પ્રતિપંથીપણું છે.
જેમ અચૌર=શાહુકાર, પણ ચોરના સંસર્ગીપણાથી ચોર એ પ્રમાણે વ્યપદેશ કરાય છે=કહેવાય છે; તેમ તત્ત્વથી તેના અપ્રતિપંથી=ચારિત્રના અપ્રતિપંથી, હોવા છતાં પણ, તેના પ્રતિપંથી=ચારિત્રના પ્રતિપંથી, મોહના સાહચર્યથી, યોગો પણ તે પ્રમાણે ચારિત્રના પ્રતિપંથી તરીકે, વ્યપદેશ પામે છે.