________________
૬૯૬. ...
. અધ્યાત્મમત પરીક્ષા.... ..ગાથા : ૧૪૫ ભાવાર્થ - શૈલેશીપ્રતિપન્ન અને સિદ્ધના જીવોમાં બાહ્ય ચેષ્ટાત્મક વીર્ય નહિ હોવા છતાં, વીર્યના આવારક કર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલું લબ્ધિવીર્ય=બાહ્યભાવમાં અસ્કુરણરૂપ એવું વીર્ય, અવિશેષ=સમાન, છે. પરંતુ શૈલેશપ્રતિપક્ષને તે વીર્યપ્રવર્તનના કારણભૂત એવા શરીરનો સંબંધ છે, જે સ્વરૂપથી સત્ કારણરૂપ છે=વાસ્તવિક કારણરૂપ છે, કે જેના કારણે તે વીર્ય સ્કુરણને પામી શકે; જ્યારે સિદ્ધમાં સ્વરૂપ સત્ કારણરૂપ શરીરનો અભાવ છે, તેથી સિદ્ધોમાં લબ્ધિવીર્ય હોવા છતાં અવીર્ય કહ્યા છે અને શૈલેશી અવસ્થાના જીવોને લબ્ધિરૂપે સવીર્ય કહ્યા છે. પણ વસ્તુતઃ લબ્ધિવીર્ય જેમ શૈલેશી અવસ્થામાં છે તેમ સિદ્ધમાં પણ છે, માટે પ્રજ્ઞપ્તિના પાઠના બળથી સિદ્ધોને “અવીર્ય.' કહીને સિદ્ધમાં ચારિત્રનો અભાવસ્થાપન કરવો યુક્ત નથી. આ પ્રકારનો સંપ્રદાયપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું કેમ કે સિદ્ધોમાં વીર્યનો અભાવ છે માટે પ્રજ્ઞપ્તિમાં “અવીર્ય' કહ્યા છે, કે સ્વરૂપ સત્ કારણનો અભાવ છે માટે અવીર્ય કહ્યા છે એ પ્રકારનો વિવાદ થયે છતે, ભાષ્યકાર જે અર્થને માને છે તે જ અર્થને અમે પ્રમાણ કરીએ છીએ. અર્થાત્ ભાષ્યકારે દાનાદિલબ્ધિપંચક અને ચારિત્રના ક્ષાયિકભાવને આશ્રયીને પણ સાદિસાંત કહેલ છે, તે અર્થને અમે પ્રમાણ માનીએ છીએ. માટે પ્રજ્ઞપ્તિના સૂત્રનો અર્થ સિદ્ધો અવીર્ય છે એ જ કરવો ઉચિત છે. તેથી સિદ્ધમાં ચારિત્ર નથી તે વાત સંગત છે.
ટીકા - મથ ઘરનાવિધ્યીનાં વિશ્વારિણીનામેવ તવાનીમુપક્ષીવિદ્યારિઓનાં તુ સુતરાં સંમત્રો, विकारिगुणोपक्षयेऽविकारिगुणप्रादुर्भावनियमात् इति चेत्? किमिदं विकारित्वम्? शरीराद्यपेक्षया प्रवर्त्तमानत्वं तदुत्पाद्यमानत्वं वा? नाद्यः, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात्। न द्वितीयः, क्षायिकभावस्य शाश्वतत्वात्। “समयान्तरितयोनिदर्शनयोरिव प्रवाहापेक्षयैव शाश्वतत्वमि"ति चेत्? स प्रवाहो यन्निमित्ताधीनस्तन्निमित्तनाशात्तन्नाशः, इति सिद्धं चरणदानादिलब्धीनां सादिसान्तक्षायिकभावत्वम्।
ટીકાર્ય - ‘અથ'થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે વિકારી જ એવી ચરણ-દાનાદિ લબ્ધિઓનો ત્યારે = સિદ્ધાવસ્થામાં, ઉપક્ષય છે, પણ અવિકારી એવી દાનાદિલબ્ધિઓનો સુતરાં સંભવ છે; કેમ કે વિકારી ગુણના ઉપક્ષયમાં અવિકારી ગુણના પ્રાદુર્ભાવનો નિયમ છે.
ભાવાર્થ સંપ્રદાયપક્ષી પોતાની વાતનું સમર્થન કરતાં કહે છે કે, ભાષ્યમાં દાનાદિલબ્ધિપંચકને અને ચારિત્રને આશ્રયીને ક્ષાયિકભાવને સાદિસાંત કહેલ છે, તે વિકારી એવી ચરણ અને દાનાદિલબ્ધિને આશ્રયીને છે; પરંતુ અવિકારી એવી દાનાદિલબ્ધિઓ અને ચારિત્ર સિદ્ધમાં અવશ્ય છે.
ટીકાર્ય - વિભિવ' આ રીતે સંપ્રદાયપક્ષીએ સિદ્ધમાં અવિકારી એવા ચારિત્ર અને દાનાદિલબ્ધિની સિદ્ધિ કરી ત્યાં સિદ્ધાંતકાર તેને પૂછે છે કે, આ વિકારીપણું શું છે? (૧) શરીરાદિની અપેક્ષાએ પ્રવર્તમાનપણું છે કે (૨) તદુત્પાઘમાનપણું = તેના વડે = શરીર વડે, ઉત્પાદ્યમાનપણું છે? આ રીતે સિદ્ધાંતકાર બે વિકલ્પો પાડીને તેનું નિરાકરણ કરતાં કહે છેનાદ:'પહેલો વિકલ્પ =વિકારીપણું શરીરાદિની અપેક્ષાએ પ્રવર્તમાનપણું છે એ પહેલો વિકલ્પ, બરાબર નથી; કેમ કે કેવલજ્ઞાનાદિનો પણ તથાભાવનો પ્રસંગ આવશે.