________________
ગાથા : ૧૪પ............. અધ્યાત્મમત પરીક્ષા
. . . . .૬૯૭
ભાવાર્થ - કેવલજ્ઞાનકાળમાં દાનાદિ પાંચ અંતરાયો અને ચારિત્રમોહનીયનો ક્ષય થવાથી દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર ક્ષાયિક ભાવનાં પેદા થાય છે; અને કેવલીને શરીર હોય છે તેથી શરીરાદિની અપેક્ષાએ તે દાનાદિલબ્ધિઓ અને ચારિત્ર પ્રવર્તમાન છે, માટે તે વિકારી છે. અને વિકારી એવો તે ક્ષાયિકભાવસાદિસાંત છે એમ જો સંપ્રદાયપક્ષી કહેતો, કેવલજ્ઞાન પણ તદાવારકકર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થાય છે, અને તે વખતે કેવલીને શરીર છે તેની અપેક્ષાએ કેવલજ્ઞાન પ્રવર્તી રહ્યું છે, તેથી કેવલજ્ઞાનને પણ સાદિસાંત માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું સમાધાન સંપ્રદાયપક્ષી આ રીતે કરે છે, કેવલજ્ઞાન તદાવારક કર્મના ક્ષયથી થાય છે માટે શરીરની અપેક્ષાએ પ્રવર્તતું નથી; તો તે જ રીતે ચરણ અને દાનાદિમાં પણ કહી શકાય, માટે પ્રથમ વિકલ્પ બરાબર નથી.
હવે બીજા વિકલ્પનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે - ટીકાર્ય - દિય:'બીજો વિકલ્પ તદુત્પાદ્યમાનપણું - શરીરથી ઉત્પાદ્યમાનપણું તે રૂપ બીજો વિકલ્પ બરાબર નથી, કેમ કે ક્ષાયિકભાવનું શાશ્વતપણું છે.
ભાવાર્થ - શરીર વડે ઉત્પાદ્યમાન = ઉત્પન્ન થતા હોવાના કારણે ક્ષાયિક એવા ચરણ અને દાનાદિ વિકારી છે એ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે તો બરાબર નથી. કેમ કે સંપ્રદાયપક્ષી સિદ્ધમાં ચારિત્ર માને છે અને કર્મના ક્ષયથી પેદા થયેલા ગુણોને શાશ્વત માને છે, અને તેથી ક્ષાયિક એવી ચરણ-દાનાદિલબ્ધિઓ શરીરથી ઉત્પાદ્યમાન છે માટે વિકારી છે એમ તે કહી શકે નહિ. માટે બીજો વિકલ્પ બરાબર નથી, એમ સિદ્ધાંતકાર કહે છે.
- અહીં વિશેષ એ છે કે નહિતી:'માં જે હેતુ કહ્યો કે ક્ષાયિકભાવનું શાશ્વતપણું છે તે સિદ્ધાંતકારે કહેલ છે, અને સિદ્ધાંતકારને ક્ષાયિકભાવ શાશ્વતરૂપે અભિમત હોય, તો ક્ષાયિક એવા ચરણ-દાનાદિ સાદિસાંતના બળથી સિદ્ધમાં નથી તેમ તે સ્થાપન કરી શકે નહિ. કેમ કે આ હેતુથી તો સિદ્ધમાં ક્ષાયિક એવું ચારિત્ર છે તેમ સિદ્ધ થાય છે, અને તે સિદ્ધાંતીને અભિમત નથી; માટે સિદ્ધાંતીએ અહીં આ હેતુ સંપ્રદાયપક્ષીને જે રીતે અભિમત છે તે રીતે ગ્રહણ કરીને કહેલ છે. તે આ રીતે – સંપ્રદાયપક્ષી ક્ષાવિકભાવને સાદિ સાંત માનતા નથી પરંતુ સાદિઅનંત માને છે, અને ભાષ્યકારના વચનને સંગત કરવા માટે વિકારી પદાર્થનો અર્થ પૂછતાં તે કહે કે શરીર વડે ઉત્પાદ્યમાન હોય તે વિકારી છે, પરંતુ કર્મના ક્ષયથી પેદા થયેલ એવું ક્ષાયિક ચારિત્ર શરીર વડે ઉત્પાદ્યમાન છે તેમ સંપ્રદાયપક્ષી કહી શકે નહિ, કેમ કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું ચારિત્ર છે તે ચારિત્રને ફરી શરીરથી ઉત્પન્ન કરવાનું રહેતું નથી, માટે સાયિકભાવ શાશ્વત છે તેમ કહેલ છે.
ટીકાર્ય -“સમયાન્તરિત'- અહીં સંપ્રદાયપક્ષી, આ પ્રમાણે કહે કે સમયાન્તરિત એવા જ્ઞાન-દર્શનની જેમ પ્રવાહની અપેક્ષાએ જ ક્ષાવિકભાવો શાશ્વત છે.
ભાવાર્થ:-કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્ષાયિક છે અને શાશ્વત છે, છતાં જે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ છે તે વખતે કેવલદર્શનનો ઉપયોગ નથી અને કેવલદર્શનનો ઉપયોગ છે તે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ નથી; કેમ કે સમયના આંતરે બંનેના ઉપયોગોના પ્રવાહ ચાલે છે અને તે શાશ્વત છે. તે રીતે ક્ષાયિક ગુણો પણ નવા નવા ઉત્પન્ન થાય છે; તેથી કર્મના ક્ષયથી પેદા થયેલ ક્ષાયિકભાવ બીજી ક્ષણમાં સશરીરીને શરીરની અપેક્ષાએ ઉત્પાદ્યમાન છે, અને જ્યાં