________________
ગાથા : ૧૪પ............. અધ્યાત્મમત પરીક્ષા..................૬૯૫ ટીકાર્ચ -તોફાફિયા' તેના=સિદ્ધના, સમ્યક્ત-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધત્વને છોડીને ઔદયિકાદિભાવો તથા ભવ્યત્વ એકી સાથે નિવર્તન પામે છે.
દર અહીં યાત્રિમાં “આદિ પદથી ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક ભાવનું ગ્રહણ છે. તેથી સમ્યક્તાદિ પાંચ ભાવોને છોડીને ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક વીર્ય પણ નિવર્તન પામે છે, તે ભાષ્યકારના વચનથી જ પ્રાપ્ત થાય છે. માટે સિદ્ધમાં વીર્યનો સ્વીકાર કરીએ તો ભાષ્યકારના વચનનો વિરોધ આવે; તેથી પ્રજ્ઞપ્તિસૂત્રનું સિદ્ધમાં લબ્ધિવીર્ય સ્વીકારનાર વ્યાખ્યાન મતાંતરથી જાણવું.
તે રીતે ભાષ્યનું બીજું વચન છે કે “સમાવરિત્તારૂં સમ્યક્ત અને ચારિત્રસાદિ-સાંત અને ઔપશમિક છે. (કવલ ઔપથમિક સમ્યક્ત અને ઔપશમિક ચારિત્ર સાદિસાંત છે એવું નથી, પરંતુ) દાનાદિલબિપંચક અને ચારિત્રનો પણ ક્ષાયિકભાવ (સાદિસાંત છે.)
આ પ્રકારના ભાષ્યકારના વચનથી દાનાદિલબ્ધિપંચક ક્ષાયિક હોવા છતાં સાદિસાંત છે, તેથી સિદ્ધોમાં વીર્યનો અભાવ છે. માટે “સકરણવીર્યના અભાવથી અવીર્ય સિદ્ધો છે” એ પ્રજ્ઞપ્તિસૂત્રનું વ્યાખ્યાન મતાંતરથી છે.
ઉત્થાન - આ રીતે ભાષ્યકારના વચનના વિરોધને કારણે “સકરણવીર્યના અભાવથી અવીર્ય સિદ્ધો છે” એ વ્યાખ્યાન મતાંતરથી છે એ બતાવીને હવે યુક્તિથી તેની પુષ્ટિ કરતાં કહે છે -
ટીકાર્થ - જિગ્ન વળી સિદ્ધોને લબ્ધિવીર્ય હોતે છતે પ્રજ્ઞપ્તિમાં સિદ્ધોને અવીર્ય કહ્યા, તેના બદલે સિદ્ધો લબ્ધિવીર્યથી સવીર્યવાળા છે અને કરણવીર્યથી અવયવાળા છે એ પ્રમાણે સૂત્રકલ્પના થાય. જેમ-ત્યાં જે તેઓ શૈલેશી અવસ્થાને પામેલા છે તેઓ લબ્ધિવીર્ય વડે સવાર્ય છે, અને કરણવીર્ય વડે અવીર્ય છે, એ પ્રમાણે પ્રજ્ઞપ્તિમાં શૈલેશીને આશ્રયીને સૂત્ર છે.(તેમ સિદ્ધોને આશ્રયીને પણ સૂત્ર કહેવું જોઇએ. પરંતુ તેમ કહ્યું નથી માટે સિદ્ધોમાં વીર્યનો અભાવ છે તેમ માનવું યુક્ત છે.)
ઉત્થાન :-- “થી સંપ્રદાયપક્ષી પ્રજ્ઞપ્તિના વચનનું સમાધાન કરીને સિદ્ધમાં લબ્ધિવીર્ય છે તેનું સ્થાપન કરતાં કહે
Ast:- अथ शैलेशीप्रतिपन्नसिद्धयोर्लब्धिवीर्याविशेषेऽपि स्वरूपसत्कारणस्याप्यभावात् सिद्धानामवीर्यत्वव्यपदेश इति चेत्? न, एवंविधे हि विवादे भाष्यकारो यमर्थमनुमन्यते तमेवार्थं प्रमाणयामः।
ટીકાર્ય-‘ગથ' શૈલેશીપ્રતિપન્ન અને સિદ્ધમાં લબ્ધિવીર્યનું અવિશેષપણું હોવા છતાં પણ સ્વરૂપ સત્ કારણનો પણ અભાવ હોવાથી સિદ્ધોને પ્રજ્ઞપ્તિમાં અવીર્યત્વનો વ્યપદેશ છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે તો સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું. “વંવિશે કેમ કે આવા પ્રકારનો વિવાદ થયે છતે ભાષ્યકાર જે અર્થને માને છે તે જ અર્થને અમે પ્રમાણ કરીએ - છીએ.