________________
•
, ,
, ,
ES
, , , , , , S
ગાથા -૧૪૪.
1 . • • • • • . . . . . . . અધ્યાત્મમતપરીક્ષા ભાવાર્થ- સામાન્યથી ચારિત્ર જ્ઞાન-દર્શનરૂપ બન્ને ઉપયોગમાં હોય છે. તેથી જો ચારિત્ર ઉપયોગરૂપ કહેવાય તો જ્ઞાન-દર્શનથી ચારિત્રના ઉપયોગને જુદો માનવો પડે. પરંતુ સંપ્રદાયપક્ષીએ શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્રને જ મુખ્ય ચારિત્ર સ્વીકારીને કહ્યું કે શુદ્ધ ઉપયોગરૂપચારિત્ર સાકાર ઉપયોગરૂપ છે, તેથી જ્ઞાનમાં જ અંતરભાવ પામશે, તેથી પર્યાપ્તસંજ્ઞીને ૧૩ ઉપયોગ માનવાનો પ્રસંગ નહીં આવે. તેને સિદ્ધાંતપક્ષી કહે છે કે ચારિત્રનો જો જ્ઞાનમાં અંતર્ભાવ કરીને તમે પર્યાપ્તસંજ્ઞીને ૧૨ ઉપયોગની સંગતિ કરશો તો પણ સાકારોપયોગનો જ્યારે વિભાગ કરવામાં આવે ત્યારે તેના આઠ વિભાગ કર્યા છે તે થઇ શકશે નહિ. કેમ કે ચારિત્રનો ઉપયોગ ગ્રહણ કરીને ત્યાં ૯ ઉપયોગ કહેવા
જોઇએ.
તેના જવાબરૂપે પૂર્વપક્ષી (સંપ્રદાયપક્ષી) આ પ્રમાણે કહે છેટીકાર્ય - તાત્તિ' તદાર જ્ઞાનવ્યક્તિમાં જ અંતર્ભાવ હોવાના કારણે અવ્યવસ્થા નથી. અર્થાત ચારિત્રના ઉપયોગથી આત્ત = પ્રાપ્ત એવી, જે જ્ઞાનવ્યક્તિમાં = તે વખતે વર્તતું મતિ-શ્રુત આદિ જે જ્ઞાન હોય તે રૂપ જ્ઞાનવ્યક્તિમાં, ચારિત્રનો અંતર્ભાવ થતો હોવાના કારણે સાકારોપયોગના આઠ વિભાગ સંગત જ છે, માટે અવ્યવસ્થા નથી.
વિશેષાર્થ-અહીં એ પ્રાપ્ત થાય કે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ક્રમસર હોય છે, એક સાથે હોતો નથી. તેથી જ્યારે નિરાકાર એવો દર્શનનો ઉપયોગ હોય ત્યારે પણ ચારિત્રની પ્રાપ્તિ હોઈ શકે; તો પછી શુદ્ધોપયોગરૂપ ચારિત્રનું સાકારપણું છે તેમ કેમ કહ્યું? તેનું તાત્પર્ય એ છે કે શુદ્ધોપયોગ એ નિર્વિકલ્પ દશા છે, અને તે સાકાર છે, નિરાકાર નથી; અને તે સિવાયનું ચારિત્ર પૂર્વપક્ષીને ગૌણરૂપે જ અભિમત છે. અર્થાત ચારિત્રના કારણરૂપે જ અભિમત છે, વાસ્તવિક ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ જ છે. તેથી તેનો જ્ઞાનમાં જ અંતર્ભાવ થઇ શકે, દર્શનમાં નહિ. માટે કોઈ દોષ
નથી.
ઉત્થાન :- સંપ્રદાયપક્ષીના કથનનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષી કહે છે -
ટીકાર્ય - હિં - તો પછી વિશિષ્ટ જ્ઞાન જ તે છે અર્થાત ચારિત્ર છે. એથી કરીને જ્ઞાનથી અતિરિક્ત ચારિત્રની કથા પણ નિમૂળ છે. અને તે સિદ્ધાંતકારને ઈષ્ટ છે, કેમ કે સિદ્ધમાં તેમને જ્ઞાન અભિમત છે અને જ્ઞાનસ્વરૂપ જ ચારિત્ર માનવામાં સિદ્ધાંતીને કોઇ બાધ નથી.) તમે અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, કર્મના વૈચિત્ર્યથી તેનું = ચારિત્રનું, વૈચિત્ર્ય છે.
ભાવાર્થ-જ્ઞાનરૂપ ચારિત્ર હોવા છતાં ચારિત્રમોહનીયકર્મ તે વિશેષ જ્ઞાનનો અવરોધ કરે છે, જયારે અન્ય જ્ઞાનનો કેવલજ્ઞાન આવારક કર્મ અવરોધ કરે છે. આ રીતે ઉપયોગરૂપ જ્ઞાન અને ચારિત્ર હોવા છતાં તેના આવારક કર્મના વૈચિત્ર્યથી જ્ઞાન અને ચારિત્રનું વૈચિત્ર્ય છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે છે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છેટીકાર્ય - તો પછી પૃથભૂત હોવા છતાં આનું ચારિત્રનું, ઉપયોગપણું નથી. અથવા ઉપયોગ પણું હોતે છતે પ્રાગુક્ત દોષનો અનુપરમ છે, જેથી કરીને ઉભયત્ર પાશારજજુ છે.