________________
૬૯૦. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . . .ગાથા -૧૪૪
ભાવાર્થ - તદ્ આચારક કર્મના વૈચિત્ર્યથી ચારિત્ર અને જ્ઞાનનું વૈચિત્ર માનવાથી જ્ઞાન કરતાં ચારિત્રની પૃથ પ્રાપ્તિ થાય, અને પૃથગભૂત એવા ચારિત્રનું ઉપયોગપણું પ્રાપ્ત થાય નહિ; કેમ કે જ્ઞાન જ ઉપયોગ સ્વરૂપ છે અને ચારિત્ર તેનાથી ભિન્ન છે માટે ઉપયોગરૂપ નથી તેમ પ્રાપ્ત થાય. અને ચારિત્ર ઉપયોગરૂપ નથી એમ સંપ્રદાયપક્ષી સ્વીકારે તો અનન્યગતિથી યોગધૈર્યરૂપ જ ચારિત્ર તેણે માનવું પડે, અને જ્ઞાનથી પૃથગુભૂત ચારિત્રને ઉપયોગરૂપ સ્વીકારીએ તો પૂર્વમાં કહેલા દોષો પ્રાપ્ત થાય; અર્થાત્ કેવલીને કેવલજ્ઞાન, કેવલદર્શનની જેમ યથાવાતચારિત્રનો પણ ઉપયોગ માનવાનો પ્રસંગ આવે, એ રૂપ પ્રાગુક્ત દોષનો અનુપરમ છે=પ્રાગુક્ત દોષ અટકતો નથી.
ઉત્થાન :- “વિ વરિä યત્રપાણI/RY:” સુધીની ટીકામાં શુદ્ધોપયોગરૂપ ચારિત્ર નથી એ સ્થાપન કરવા સિદ્ધાંતપક્ષીએ જે યુક્તિઓ આપી તેનું નિગમન કરતાં કહે છે –
ટીકાર્ય - “તમ' તે કારણથી ઉત્સુત્ર પ્રરૂપણાને છોડીને યોગઐયરૂપ જ ચારિત્ર સ્વીકારવું જોઈએ (એમ સિદ્ધાંતપક્ષીનું કહેવું છે.) ૧૪૪
અવતરણિકા - નનુ યોગાશૈર્ય : પ્રયત્ર સોનામહુ, યોનાં તુ યોજમાવાવ તાવાર્થ शैलेश्यां चारित्रसंभवः? इत्याशङ्कायामाह
અવતરણિતાર્થ નથી સંપ્રદાયપક્ષી કહે છે કે યોગધૈર્યરૂપ પ્રયત્ન સયોગી કેવલીઓને હો, પણ અયોગી કેવલીઓને તો યોગનો અભાવ હોવાથી જ તેના = યોગના, અભાવથી શૈલેશી અવસ્થામાં કેવી રીતે ચારિત્રનો સંભવ છે? આવી આશંકામાં સિદ્ધાંતી કહે છે
ગાથા -
सेलेसीए जत्तो निवित्तिरूवो स चेव थिरभावो ।
न य सो सिद्धाणं पि य ज तेसिं वीरियं नत्थि ॥१५॥ (शैलेश्यां यत्नो निवृत्तिरूपः स चैव स्थिरभावः । न च स सिद्धानामपि च यत्तेषां वीर्यं नास्ति ॥१४५।।)
ગાથાર્થ - શૈલેશીમાં નિવૃત્તિરૂપ પ્રયત્ન છે અને તે સ્થિર ભાવ છે = સ્થિરભાવરૂપ ચારિત્ર છે, અને તે જ = નિવૃત્તિરૂપ યત્ન જ, સિદ્ધોને પણ છે એમ ન કહેવું. અર્થાત્ શૈલેશીમાં તો નિવૃત્તિરૂપયત્ન છે જ પણ સિદ્ધોને પણ છે એમ ન કહેવું. જે કારણથી તેઓને = સિદ્ધોને, વીર્ય નથી.
દર વૈ'માં “વ કાર છે તેનો યોગ ગાથાના ઉત્તરાર્ધમાં રહેલા “:'ની સાથે છે. “સાવ' આ પ્રમાણે અન્વય કરવો અને સિદ્ધાનામપિ' પછી 'કાર છે તે પાદપૂર્તિ માટે છે.