________________
ગાથા : ૧૪૩.
. અધ્યાત્મમત પરીક્ષા .........
• • • • • • • • • •
. . . . . .૬૯૧
ભાવાર્થ-ચારિત્રને વીર્યરૂપ કહેવાથી શાસ્ત્રમાં સંમત જે અનંતાનુબંધી આદિ કષાયો ચારિત્રના પ્રતિબંધક કહ્યા છે તે સંગત થશે નહિ. કેમ કે કષાયના વિરોધીપરિણામરૂપ નિષ્કષાય એવા આત્મપરિણામરૂપ ચારિત્ર માનીએ તો જ કષાય ચારિત્રનો વિરોધી છે એમ કહી શકાય, પરંતુ વીર્યરૂપ કહેવાથી તથાવિધ વીર્યઆવારક કર્મ જ ચારિત્રનો વિરોધી થઈ શકે, પણ કષાયો ચારિત્રના વિરોધી થઈ શકે નહિ. આમ સંપ્રદાયપક્ષી કહે છે.
અવતરણિકાર્ય ચાલુ - ર હિં તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે કષાય અને ચારિત્રનો છાયા અને આતપની જેમ પરસ્પર પરિહારરૂપપણા વડે વિરોધ નથી જ, પરંતુ જલ અને અગ્નિની જેમ સહાનવસ્થાનુસ્વભાવપણા વડે (વિરોધ) છે.
ભાવાર્થ - છાયા અને આતપ જેમ એકબીજાના પરિહારથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તેમ કષાય અને ચારિત્ર એકબીજાના પરિહારથી અસ્તિત્વ ધરાવતા હોય તો ચારિત્રને નિષ્કષાય પરિણામરૂપ માનવું પડે. અને તે નિષ્કષાય પરિણામ કષાયરહિત એવા જીવના ઉપયોગરૂપ સિદ્ધ થાય, અને કષાય નિષ્કષાયપરિણામનો વિરોધી છે તેમ સિદ્ધ થાય, અને કષાયના અભાવના કારણે નિષ્કષાયપરિણામરૂપ ચારિત્ર સિદ્ધમાં છે તે સંગત થાય. પરંતુ કષાય અને ચારિત્રને પરસ્પર પરિહારરૂપ વિરોધ નથી, પણ જેમ અગ્નિ અને પાણી એક સાથે રહી શકતા નથી, અર્થાત્ એક કાળમાં બંને હોવા છતાં જે બલવાન હોય તે નિર્બળનો નાશ કરે છે, તે રૂપ સહાનવસ્થાન સ્વભાવ છે; તેમ કષાય અને ચારિત્રનો સહાનવસ્થાન સ્વભાવપણાથી વિરોધ છે. તેથી જ બલવાન કષાય ચારિત્રનો નાશ કરે છે અને બલવાન ચારિત્ર કષાયને કૃશ કરે છે, અર્થાત્ પાતળાં પાડે છે અને અંતે નાશ પણ કરે છે; જેમ બલવાન અગ્નિ જલને શોષવે છે અને અંતે નાશ કરે છે. તેથી ચારિત્ર યોગપરિણામરૂપ હોવા છતાં બલવાન કષાય પેદા થાય તો તે ચારિત્રનો વિનાશ કરે છે, અર્થાત્ એવા પ્રકારના મૂલગુણવિષયક વીર્યનો નાશ કરે છે; અને મૂલગુણવિષયક વીર્ય બલવાન હોય તો જીવમાં વર્તતા કષાયપરિણામને ધીરે ધીરે અલ્પ અલ્પ કરે છે, અને અંતે વિનાશ કરે છે. તેથી . કષાય અને ચારિત્રનો વિરોધ જલ અને અગ્નિ જેવો છે. માટે ચારિત્ર વીર્યરૂપ સ્વીકારવા છતાં કષાય તેના પ્રતિપંથી થઈ શકે છે માટે કોઈ દોષ નથી.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે કષાય અને ચારિત્રને સહાનવસ્થાનુસ્વભાવપણાવડે વિરોધ છે, તે જ વાતને પુષ્ટ કરતાં કહે છે
અવતરણિકાર્ય ચાલુ - “તે = કષાય અને ચારિત્રનો વિરોધ, પરસ્પર અભાવરૂપતા વિના જ સંભવે છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે -
આ યુક્ત છે, કેમ કે તીવ્રતર કષાયોનું જ આ રીતે = પરસ્પર અભાવરૂપતા વિના જ વિરોધ છે એ રીતે, તત્પતિપંથીપણું = ચારિત્રનું પ્રતિપંથીપણું છે. તેમાં હેતુ કહે છે -અલ્પ એવા કષાયનું અસામર્થ્યપણું છે, અર્થાત્ અલ્પ કષાય ચારિત્રનો નાશ કરવા અસમર્થ છે.