________________
૬૮૨.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૪૩
તે વાત દૃષ્ટાંતથી બતાવે છે – જલકણિકામાત્રથી જ્વાલાની જાલથી જટિલ એવો અગ્નિ ઉપશાંત થતો નથી. (તે જ રીતે અલ્પ એવા કષાયોથી બલિષ્ઠ એવું ચારિત્ર નાશ પામતું નથી જ). અન્યથા = એવું ન માનો અને ચારિત્ર ` નિષ્કષાયપરિણામરૂપ છે અને કષાયો તેના છાયા-આતપની પરસ્પર પરિહારરૂપપણાવડે પ્રતિપંથી છે એમ માનો તો, સંજ્વલન કષાયોનો પણ ચારિત્રપ્રતિબંધકપણાનો પ્રસંગ આવશે.
ભાવાર્થ ઃ- કષાયો જલ અને અગ્નિની જેમ પરસ્પર વિરોધી હોવા છતાં છાયા અને આતપની જેમ વિરોધી નથી, તેથી જ યોગપરિણામરૂપ ચારિત્રના વિરોધી કષાયો છે એમ માનવામાં કોઇ દોષ નથી. આમ, ઘણા અલ્પ કષાયો ચારિત્ર સાથે રહી શકે છે, અને યોગપરિણામરૂપ ચારિત્ર હોવાને કારણે સિદ્ધમાં ચારિત્ર નથી એમ સંગત થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી સ્થાપન કરે છે.
અવતરણિકાર્ય ચાલુ :- ‘ન હિં’ અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, કષાયપરિણામ જાગ્રત હોતે છતે નિષ્કષાયપરિણામરૂપ ચારિત્ર રહેતું જ નથી. (તેથી) કષાયણથી=કષાયના લેશમાત્રથી, વમી નાંખી છે સ્વાન્તની=ચિત્તની, શુદ્ધિ જેમણે એવા જીવો શુદ્ધોપયોગરૂપ પરમચારિત્રને છોડીને શુભોપયોગરૂપ ગૌણ ચારિત્રને ' જ ધારણ કરે છે. (તેથી પરમચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ માનવું જ યુક્ત છે, વીર્યપરિણામરૂપ નહિ.).
દીન હિં અહીં ‘હિં’ વકાર અર્થક છે.
ભાવાર્થ :- અહીં ચારિત્રમાં ગૌણતા અને મુખ્યતા એ છે કે આત્માનો પોતાના શુદ્ધસ્વરૂપમાં જે ઉપયોગ= જ્ઞાતાદંષ્ટાભાવરૂપ આત્માનો શુદ્ધોપયોગ, તે મુખ્ય ચારિત્રછે, અને તે જ પરમચારિત્ર છે. કેમ કે તે નિષ્કષાયપરિણામ સ્વરૂપ છે, જ્યારે શુભોપયોગ તે પ્રશસ્તકષાયના પરિણામરૂપ છે. તેથી આત્મામાં ચરવારૂપ ચારિત્ર શબ્દથી ‘શુભોપયોગ’ વાચ્ય બનતો નથી, પરંતુ શુદ્ધોપયોગનું તે કારણ હોવાથી ગૌણ ચારિત્રરૂપ છે.
જેમ આત્મપરિણામરૂપ ચારિત્રના કારણીભૂત બહિરંગ આચરણા યદ્યપિ ચારિત્ર ન હોવા છતાં, અને પૌદ્ગલિક ચેષ્ટા હોવાને કારણે ઔદયિકભાવરૂપ હોવા છતાં, ક્ષાયોપશમિકભાવના પરિણામથી અનુવિદ્ધ હોવાથી ચારિત્રનું કારણ બને છે, તેથી બહિરંગ આચરણાને જેમ ચારિત્ર કહેવામાં આવે છે, તેમ કષાયુના પરિણામરૂપ હોવા છતાં પણ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર પ્રતિ કારણરૂપ હોવાને કારણે શુભોપયોગને પણ ચારિત્ર કહેવામાં આવે છે. પણ તે ગૌણ ચારિત્ર છે, મુખ્ય ચારિત્ર નહીં.
*
અહીં ગૌણનો અર્થ ઉપચરિત ચારિત્ર છે અને મુખ્યનો અર્થ અનુપચરિત ચારિત્ર છે.
અવતરણિકાર્થ ચાલુ - - ‘ન’સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું. ‘તથા’િ તો પણ પ્રશસ્તાલંબન વિના પણ કર્મના પા૨વશ્યથી કષાય વશ કરેલ સાધુને પણ મૂળગુણોમાં યતના વડે પ્રવર્તમાનને ચારિત્રભંગનો પ્રસંગ આવશે.
‘ટ્ટમેવ’ અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે (ચારિત્ર ભંગનો પ્રસંગ જે કહ્યો) તે અમને ઇષ્ટ જ છે.
‘સેવં’તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે તે આ = ચારિત્રના ભંગના પ્રસંગની પ્રાપ્તિ કહી તે આ, દુરાશય