________________
ગાથા : ૧૪૩
અધ્યાત્મમતપરીક્ષા
*
૬૭૯
‘કૃતિ’ સિદ્ધાંતપક્ષીના કથનની સમાપ્તિ સૂચક છે.
--
ભાવાર્થ :- યદ્યપિ ચારિત્ર વીર્યરૂપ કહીએ તેથી તે વીર્ય વીર્યંતરાયકર્મના ક્ષયોપશમરૂપ છે તેમ પ્રાપ્ત થાય, માટે ચારિત્રને ઔપશમિક કહી શકાય નહિ, પરંતુ ચારિત્ર ચારિત્રમોહનીયકર્મના ક્ષયાદિથી જન્ય હોવાના કારણે ચારિત્રને ઔપમિક કહેલ છે; કેમ કે ચારિત્રમોહનીયનો ઉપશમ થાય છે. આમ છતાં પણ ચારિત્રને વીર્યરૂપ એટલા માટે કહેલ છે કે ઔપશમિકાદિ ચારિત્ર પણ મન-વચન અને કાયાના યોગોથી જન્ય છે. તે યોગોથી આત્મામાં ક્રિયારૂપ વીર્ય પ્રવર્તે છે માટે વીર્યરૂપ ચારિત્ર કહેલ છે. આમ છતાં ચારિત્રને ઔપમિક કહેવામાં વીર્યંતરાયકર્મના ક્ષયોપશમાદિની વિવક્ષા નથી, પરંતુ યોગથી જન્ય હોવાના કારણે વીર્યરૂપ કહેવાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય હોવાના કારણે ઔપશમિક કહેવાય છે, માટે કોઇ દોષ નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે યોગને કારણે ચારિત્ર વીર્યરૂપ છે અને ચારિત્રમોહનીયના ઉપશમને કારણે ઔપમિક છે; તેથી એક ચારિત્ર ચારિત્રમોહનીયના ઉપશમથી જન્ય છે તેથી ઔપશમિક છે, અને વીર્યરૂપ હોવાને કારણે વીર્યંતરાયકર્મના ક્ષયોપશમાદિથી જન્ય છે એ પણ પ્રાપ્ત થયું, તેથી સંપ્રદાયપક્ષી કહે છે –
અવતરણિકાર્ય • ૧ ચૈત્ત્વ’ – અને એકનું = ચારિત્રનું, કેવી રીતે નાનાકર્મપરિણતિજન્યપણું છે?
--
-
ચાલુ
તેનો ઉત્તર આપતા સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ‘’ એકત્ર જ ઇન્દ્રિયમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વીર્યંતરાયકર્મના ક્ષયોપશમ અને નામકર્મના ઉદયાદિની અપેક્ષા દેખાય છે.
‘નામ યા’િ - અહીં ‘સાવિ’ પદથી નામકર્મની ઉદીરણાનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :- ‘ઇન્દ્રિયો ક્ષાયોપશમિક છે' એમ કહેલ છે તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના ક્ષયોપશમને આશ્રયીને છે; અને બોધને અનુકૂળ યત્ન કરવાથી તે તે ઇન્દ્રિયવિષયક બોધ થાય છે, તેથી તે યત્ન વીર્યંતરાયકર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અને ઇન્દ્રિયપર્યાસિનામકર્મના ઉદયથી દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, અને દ્રવ્યેન્દ્રિયના બળથી જ ક્ષાયોપશમિક ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, તેથી દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય ઉભય સ્વરૂપ ઇન્દ્રિયમાં ઇન્દ્રિયપર્યાપ્તિનામકર્મની પણ અપેક્ષા છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે એક જ ચારિત્રને નાનાકર્મપરિણતિજન્ય માનશો તો ચારિત્રમોહનીયના ઉપશમથી પેદા થયેલું ચારિત્ર ઉપશમની અપેક્ષાએ ઔપશમિક કહેવાશે, અને તે જ ઔપશમિક ચારિત્ર વીર્યંતરાયકર્મના ક્ષયોપશમજન્ય હોવાથી ક્ષાયોપશમિક કહેવાશે, માટે ઔપશમિક ચારિત્રને પણ ક્ષાયોપશમિક કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી કહે છે –
અવતરણિકાર્થ ચાલુ :- ‘પ્રધાનાશ્રયળેન’ અને પ્રધાનના = મુખ્યના, આશ્રયણથી વ્યપદેશની પ્રવૃત્તિ છે. એથી કરીને મોહોપશમદશામાં પણ ક્ષાયોપશમિક વીર્યને ગ્રહણ કરીને ચારિત્રનો તથાપણાથી=ક્ષાયોપશમિક ચારિત્રપણાથી,