________________
૬૭૮. . . . . • • • અધ્યાત્મમત પરીક્ષા
ગાથા : ૧૪૩ ભાવાર્થ - જ્ઞાનાચાર એ કાલવિયાદિ વિષયક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિને અનુકૂળ યત્નસ્વરૂપ છે, તેથી વીર્યવિશેષરૂપ છે; અને તેનાથી પૃથફ એવું જ્ઞાન છે, જે જીવના ઉપયોગસ્વરૂપ છે. તે જ રીતે ચારિત્રાચાર પણ યોગસાપેક્ષ વીર્યવિશેષરૂપ છે, અને તે તેનાથી પૃથફ એવા ચારિત્રને સૂચવે છે. તેથી ચારિત્રાચાર વીર્યવિશેષરૂપ હોવાછતાં પણ ઉપયોગરૂપ ચારિત્ર માનવામાં કોઈ વાંધો નથી, અને સિદ્ધમાં વીર્યવિશેષરૂપે ચારિત્ર નહીં હોવા છતાં જ્ઞાનની જેમ ચારિત્ર પણ છે તેમ માની શકાશે. એ પ્રકારે સંપ્રદાયપક્ષીનો આશય છે. તેને સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે વીર્યનો પણ આચારથી પૃથ ભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
તાત્પર્ય એ છે કે ચારિત્રાચારથી ચારિત્રને પૃથ માનવામાં આવે તો વીર્યાચારથી વીર્યને પણ પૃથ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અહીં વીર્યાચારથી વીર્ય કોઈ પૃથ> નથી, કેમ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના કારણભૂત જે અનુષ્ઠાન તદ્વિષયક સુદઢયત્નવાળું જે વીર્ય છે તે જ વીર્યાચાર પદાર્થ છે. માટે વીર્યાચારથી જેમ વીર્ય પૃથ નથી તેમ ચારિત્રાચારથી ચારિત્ર પૃથગુ નથી. માટે સિદ્ધમાં ચારિત્ર નથી એમ સિદ્ધાંતપક્ષી કહે છે. કેમ કે ચારિત્રાચાર યોગસાપેક્ષ
અવતરણિકાર્ય ચાલુ - “વેત' - સિદ્ધાંતપક્ષી કહે છે કે અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, ચારિત્રનું વીર્યરૂપપણું હોતે છતે ઔપથમિકપણું નહિ થાય, કેમ કે તેનું વીર્યનું, અનૌપથમિકપણું છે. કેમ કે મોહથી અતિરિક્ત કર્મના ઉપશમનો અનુપદેશ છે.
ભાવાર્થ-ચારિત્રવીર્યરૂપ માનવામાં પથમિકચારિત્ર માની નહિ શકાય, કારણ કે મોહનીય સિવાય કોઈ કર્મનો ઉપશમ કહ્યો ન હોવાથી વીર્યપરિણામ ઔપશમિકભાવરૂપે હોતો નથી.
અવતરણિકાર્ય ચાલુ ‘ઉત્તર – કહ્યું છે કે “ઉપશમ મોહનીયકર્મને વિશે, મિશ્ર= ક્ષયોપશમ, ચાર ઘાતી કર્મોને વિશે અને શેષભાવ = ઔદયિક અને ક્ષાયિકભાવ, આઠ કર્મોને વિશે હોય છે.”
ભાવાર્થ - આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે મોહમાં ઉપશમભાવ છે, અને ચાર ઘાતી અંતર્ગત મોહ હોવાથી મિશ્રભાવ છે, અને આઠ કર્મ અંતર્ગત મોહ હોવાથી ઔદયિક અને ક્ષાયિકભાવ છે. અને આઠ કર્મ અંતર્ગત ત્રણ ઘાતી હોવાથી ઔદયિક અને ક્ષાયિકભાવ છે. અને અવશિષ્ટ ચાર કર્મોમાં ઔદયિક અને ક્ષાયિક બે ભાવ છે. અર્થાત્ મોહનીયમાં ચારે ભાવો છે - ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિક. ચાર અઘાતી કર્મમાં બે ભાવો છે –સાયિક અને ઔદયિક. મોહ સિવાયના ત્રણ ઘાતકર્મમાં ત્રણ ભાવો છે – ક્ષાયિક, લાયોપથમિક અને ઔદયિક.
અવતરણિકાર્ય ચાલુ પૈવ સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે જો અમે વર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી જન્યપણા વડે જ ચારિત્રનું પ્રતિપાદન કરતા હોઇએ તો જ આ દૂષણ પ્રાપ્ત થાય, પરંતુ એ પ્રમાણે નથી. પરંતુ ચારિત્રમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ અન્યતરજન્ય પણ તેનું = ચારિત્રનું, યોગજન્યપણા વડે તથા–= વીર્યરૂપપણું છે.