________________
ગાથા : ૧૪૨-૧૪૩.
અધ્યાત્મમતપરીક્ષા
૬૭૭
અને વીર્યાચારનો ભેદ નહિ થાય, આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે તો સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે મૂલગુણ વિષયક વીર્યનું ચારિત્રરૂપપણું હોવા છતાં પણ તત્કારણવિષયક વીર્યનું વીર્યાચારરૂપપણું છે.
ભાવાર્થ :- યોગપરિણામરૂપ ચારિત્ર માનવાથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રાણાતિપાતમાં નિવૃત્તિને અનુરૂપ એવા મનવચન-કાયાના યોગોના પ્રવર્તનથી આત્મામાં થતો પરિણામ તે ચારિત્ર પદાર્થ છે, અને તે મૂળગુણોમાં સ્થિરભાવ સ્વરૂપ છે, તેથી મૂળગુણવિષયક વીર્યસ્વરૂપ છે; તેને કારણે ચારિત્રાચાર અને વીર્યાચારનો ભેદ પ્રાપ્ત થશે નહિ, કેમ કે ચારિત્રાચાર અને વીર્યાચાર બંને વીર્યરૂપે જ પ્રાપ્ત થશે. માટે ચારિત્ર જીવના ગુણભૂત વીર્યથી પૃથક્ માનવું તે ઉચિત છે; અને ચારિત્ર ઉપયોગરૂપ છે તેથી તે મોક્ષમાં પણ છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષીનો આશય છે.
તેના નિરાકરણરૂપે સિદ્ધાંતપક્ષી કહે છે કે, ચારિત્રાચાર અને વીર્યાચાર બંને વીર્યરૂપ હોવા છતાં પણ મૂળગુણવિષયક વીર્ય એ ચારિત્રરૂપ છે; અને તે ચારિત્રાચાર છે. અને મૂળગુણમાં કારણભૂત એવા સાધ્વાચારનું પાલન તે મૂળગુણકા૨ણ વિષયક વીર્ય છે, અને તે વીર્યાચારરૂપ છે; તેથી ચારિત્રાચાર અને વીર્યાચારનો ભેદ છે. માટે મૂળગુણવિષયક વીર્ય યોગસાપેક્ષ હોવાના કારણે સિદ્ધમાં નથી, માટે સિદ્ધમાં ચારિત્ર નથી. એમ સિદ્ધાંતપક્ષી કહે છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે ચારિત્ર પણ જો વીર્યરૂપ હોય તો ચારિત્રાચાર અને વીર્યાચારનો ભેદ વિશેષણરૂપ ઉપાધિના ભેદકૃત પ્રાપ્ત થશે, પણ વાસ્તવિક રીતે ચારિત્રાચાર અને વીર્યાચારમાં કોઇ ભેદ પ્રાપ્ત થશે નહિ. અને તે ઉપાધિ એ છે કે મૂલગુણ વિષયત્વરૂપ ઉપાધિથી વિશિષ્ટ વીર્ય તે ચારિત્રાચારરૂપ છે, અને મૂલગુણના કારણભૂત એવા સાધ્વાચારોના પાલન વિષયત્વરૂપ ઉપાધિથી વિશિષ્ટ વીર્ય તે વીર્યાચારરૂપ છે. આમ ઉપાધિના ભેદથી જ ચારિત્રાચાર અને વીર્યાચારનો ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. તેથી બીજો હેતુ કહે છે –
અવતરણિકાર્થ ચાલુ :- ‘કપાધિમાત્ર’ ઉપાધિમાત્રભેદપ્રયુક્ત ભેદના અનંગીકારમાં જ્ઞાનાચારાદિનો પણ વીર્યાચારમાં અંતર્ભાવનો પ્રસંગ આવશે.
‘જ્ઞાનાારાવીનામ્’ અહીં ‘આવિ’ પદથી દર્શનાચારનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :- જ્ઞાનાચારાદિ પણ કાલ-વિનયાદિ વિષયક વીર્યવિશેષરૂપ જ છે. તેથી જો ઉપાધિભેદને કારણે ચારિત્રાચાર અને વીર્યાચારનો ભેદ સ્વીકારવામાં ન આવે તો, જ્ઞાનાચાર અને વીર્યાચારનો પણ ભેદ પ્રાપ્ત થશે નહિ. માટે ચારિત્ર પણ વીર્યરૂપ હોવા છતાં ઉપાધિભેદથી જ વીર્યાચાર કરતાં ચારિત્રનો ભેદ છે.
અવતરણિકાર્થ ચાલુ - ‘સ્થાવેતત્’ – અહીં સિદ્ધાંતી કહે છે કે સંપ્રદાયપક્ષી આમ કહે કે જ્ઞાનાચારાદિ જ્ઞાનાદિકને પૃથક્ સૂચવે છે તેમ ચારિત્રાચારાદિ ચારિત્રને પૃથક્ સૂચવે છે. તો સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે વીર્યનો પણ આચારથી પૃથક્ ભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે.
मोह उपशमो मिश्रश्चतुर्घातिषु अष्टकर्मषु च शेषाः।