________________
ગાથા - ૧૩૩ થી ૧૪૧
અધ્યાત્મમતપરીક્ષા
૬૬૫
ટીકાર્થ :- ‘ઞથ’થી સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, યોગત્વરૂપથી બંધહેતુપણું હોવા છતાં પણ ચારિત્રત્વેન અતથાપણું હોવાને કારણે તે રૂપથી = ચારિત્રત્વરૂપથી, નિર્જરાનું હેતુપણું અવિરુદ્ધ છે, એથી કરીને કોઇ પણ દોષ નથી; જેમ બાહ્યાત્મત્વન બંધહેતુ હોવા છતાં પણ આત્માનું તથાપણું દેખાય છે, અર્થાત્ આત્મત્વેન આત્મા બંધનો હેતુ નથી એમ દેખાય છે.
‘ન’તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે બાહ્યાત્માથી વ્યાવૃત્ત એવા શુદ્ધાત્માની જેમ બંધહેતુથી વ્યાવૃત્ત સ્વરૂપવાળા એવા ચારિત્રનું જ સ્વરૂપથી નિષ્કલંકપણું ઉચિત છે.
ભાવાર્થ :- ‘અથ’થી સિદ્ધાંતપક્ષીએ જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, એક જ ચારિત્ર ચારિત્રત્વેન બંધહેતુ નથી અને યોગદ્વેન બંધહેતુ છે, તેથી ચારિત્રને પ્રશસ્ત મનોવ્યાપારરૂપ કહેવામાં કોઇ દોષ નથી, અને તેવું ચારિત્ર સિદ્ધમાં નથી. અને તેની પુષ્ટિ દૃષ્ટાંતથી તે કરે છે કે, જેમ આત્મા બાહ્યાત્મત્વન બંધહેતુ હોવા છતાં પણ આત્મત્વેન આત્મા બંધહેતુ નથી એમ દેખાય છે, એ જ રીતે ચારિત્ર પણ યોગત્વરૂપે બંધહેતુ છે અને ચારિત્રરૂપે બંધહેતુ નથી.
તેનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષીએ જે કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, જે બાહ્યાત્મા બાહ્યાત્મત્વેન વર્તે છે ત્યારે શુદ્ધાત્મત્વન બંધનો અહેતુ નથી, પરંતુ જ્યારે બાહ્યાત્મભાવ નથી પણ માત્ર શુદ્ધાત્મભાવ છે ત્યારે તે બંધનો અહેતુ છે. તે પ્રમાણે બંધહેતુભૂત એવા યોગથી રહિત એવો ચારિત્રનો પરિણામ જ નિર્જરાના હેતુભૂત બની શકે કે જે સ્વરૂપથી જીવના નિષ્કલંક ભાવરૂપ છે, તેમ માનવું ઉચિત છે, અર્થાત્ કષાયરહિત સ્વરૂપ છે તેમ માનવું ઉચિત
છે.
--
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે ચારિત્રનું જ સ્વરૂપથી નિષ્કલંકપણું ઉચિત છે, જે આત્માના શુદ્ધોપયોગસ્વરૂપ છે. અને શુદ્ધોપયોગસ્વરૂપ ચારિત્ર સિદ્ધમાં છે. તેની જ પુષ્ટિ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે –
ટીકાર્ય :- ‘અપિ =’ - અને વળી કષાયની હાનિથી ચારિત્રની વૃદ્ધિ, અને તેની=કષાયની, વૃદ્ધિથી ચારિત્રની હાનિ છે. એથી કરીને તપ્રતિપક્ષભૂત=કષાયના પ્રતિપક્ષભૂત, એવો શુદ્ધોપયોગ જ ચારિત્ર છે, પણ યોગ નહિ. કેમ કે યોગનું કષાયઅપ્રતિપંથીપણું છે=કષાયની સાથે અપ્રતિપંથીપણું છે. (તેથી યોગ તે ચારિત્ર નથી.).
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે કષાયના પ્રતિપક્ષીભૂત શુદ્ધોપયોગ જ ચારિત્ર છે, પરંતુ જો તે યોગસ્વરૂપ ન હોય તો તેના પ્રાદુર્ભાવ માટે યત્ન કેવી રીતે સંભવે? પરંતુ જો પ્રશસ્ત મનોવ્યાપારરૂપ હોય તો તેમાં યત્ન થઇ શકે, આથી જ ચારિત્રનો અર્થી પણ પ્રશસ્ત મનોવ્યાપારાદિમાં જ યત્ન કરે છે. તેથી કહે છે
ટીકાર્ય :- ‘તેષાં’ તેઓનું=કષાયોનું, વિપરીત ભાવનાથી નિવર્ત્યપણું છે તે કારણથી
-
! = કષાયના પ્રતિપક્ષભૂત શુદ્ધોપયોગ જ ચારિત્ર છે. અને વિપરીત ભાવનાથી કષાયનું નિવર્ત્યપણું છે તે કારણથી, કષાયથી નિવર્ત્ય અને કષાયોનો નિવર્તક એવો ઉપયોગ જ ચારિત્ર છે, એ પ્રમાણે નક્કી થાય છે.