________________
અધ્યાત્મમતપરીક્ષા
EF ગાથા : ૧૩૩ થી ૧૪૧ ભાવાર્થ :- જે કષાયો જીવમાં વર્તતા હોય તેના જે વિપરીત ભાવો છે તેનું સમ્યગ્ સમાલોચન કરીને અને તે ભાવોથી પોતાના આત્માને વાસિત કરવા માટે તે જ ભાવો જીવ માટે તત્ત્વભૂત છે એ પ્રમાણે વિપરીત ભાવના કરવાથી, કષાયો નિવર્તન પામે છે. તેથી વિપરીત ભાવનાથી કષાયોનું નિવર્ત્યપણું હોવાથી તેમાં યત્ન કરવાથી શુદ્ધોપયોગ પ્રાદુર્ભાવ થાય છે જે ચારિત્રસ્વરૂપ છે.
ચારિત્રના પ્રતિપક્ષભૂત કષાયો છે માટે કષાયથી નિવર્ત્ય એવો જીવનો ઉપયોગ એ ચારિત્ર પદાર્થ છે, અને વિપરીત ભાવનાથી કષાયો નિવર્તન પામે છે; તેથી એ પ્રાપ્ત થાય છે કે, જેમ જેમ વિપરીત ભાવનાઓ કરવામાં આવે છે તેમ તેમ જીવમાં આત્માનો શુદ્ધોપયોગ પ્રાદુર્ભાવ થાય છે, કે જે કષાયોનો નિવર્તક છે. તેથી જીવનો કષાયથી નિવર્ત્ય અને કષાયોનો નિવર્તક એવો ઉપયોગ જ ચારિત્ર પદાર્થ છે.
અહીં વિશેષ એ છે કે જીવના માનસયત્નરૂપ યોગથી જ્યારે કષાયથી વિપરીત ભાવના પ્રગટ થાય છે ત્યારે, જેટલા અંશમાં કષાયો નિવર્તન પામે છે તેટલા અંશમાં શુદ્ધોપયોગ પ્રગટે છે. અને આ શુદ્ધોપયોગ પ્રગટ્યા પછી પણ જીવ પ્રમાદ કરે અને વિપરીત ભાવનામાં યત્ન ન કરે તો, કષાયનો ઉદય થવાથી તે શુદ્ધોપયોગ નિવર્તન પામે છે. તેથી જીવના પ્રમાદ અને અપ્રમાદને કારણે શુદ્ધોપયોગ કષાયથી નિવર્ત્ય બને છે કે કષાયનો નિવર્તક બને છે. અને પ્રમાદ અને અપ્રમાદનું કારણ કષાયની વિપરીત ભાવનાને અનુકૂળ મનોયોગરૂપ હોવાથી, યદ્યપિ તે યોગરૂપ છે પરંતુ તે યોગ દ્રવ્યચારિત્રરૂપ છે, અને તે દ્રવ્યયોગથી નિષ્પાદ્ય આત્માનો ઉપયોગ તે ભાવચારિત્ર છે. તેથી જ ઉપયોગરૂપ ચારિત્ર સિદ્ધાવસ્થામાં સ્વીકારવામાં કોઇ બાધ નથી, એ પ્રકારનો સંપ્રદાયપક્ષનો આશય છે.
टीst :- ननु तथाप्यस्तूपयोगरूपमेव क्षायिकं चारित्रं तथापि तस्य योगसापेक्षत्वेन योगनिरोधादेव तद्विलयसंभवात् सिद्धानां न तत्संभावना । न चोपयोगविलये नैरात्म्यापत्तिः, खण्डोपयोगविलयेप्यखण्डोपयोगाऽविलयात् इति चेत् ? न, क्षायिकत्वेन तस्य नाशाऽयोगात्, अन्यथा, चारित्रमोहक्षयस्य निष्फलत्वप्रसङ्गात्। ‘चारित्रस्य परमविशुद्धिरेव चारित्रमोहक्षयफलमिति चेत् ? तथापि क्षायिकस्य सतोऽविनाशित्वव्याप्तिरेव बलवती, न चापेक्षकनाशादपेक्ष्यनाशोऽपि, अन्यथा शरीरनाशात् ज्ञानादिनाशप्रसङ्गात्, किन्त्वसाधारणापेक्षकनाशादपेक्ष्यनाशः, न च योगश्चारित्रस्याऽसाधारणमपेक्षकं किन्तु मोहक्षयः, तस्य च पुनः क्षयाऽयोगात् सिद्धमक्षतं भगवच्चारित्रमिति सर्वमवदातम् ।
* ‘નનુ’થી ‘રૂતિ ચેત્’ સુધીનું સિદ્ધાંતપક્ષનું કથન ૧૪૦મી ગાથાના ઉત્થાનરૂપ છે અને તેનું નિરાકરણ ‘ન વ'થી ગાથા ૧૪૦માં કરેલ છે. તે વાતને ‘સાયિત્વેન .. સર્વમવાતમ્' સુધીના કથનથી જણાવે છે.
ટીકાર્ય :- ‘નનુ’‘નનુ’થી સિદ્ધાંતપક્ષી કહે છે કે ખરેખર તે પ્રકારે પણ=સંપ્રદાયપક્ષીએ પૂર્વમાં સ્થાપન કર્યું તે પ્રકારે પણ, ઉપયોગરૂપ ક્ષાયિક ચારિત્ર હો, તો પણ તેનું=ચારિત્રનું, યોગસાપેક્ષપણું હોવાથી યોગનિરોધથી જ તદ્ વિલયનો =ઉપયોગરૂપ ચારિત્રના વિલયનો, સંભવ હોવાથી સિદ્ધોને તેનો=ચારિત્રનો, સંભવ નથી.
ભાવાર્થ :- સિદ્ધોમાં ચારિત્ર નહિ માનનાર સિદ્ધાંતપક્ષીને ચારિત્ર યોગરૂપ અભિમત હોવા છતાં, પૂર્વમાં સિદ્ધ કર્યું કે ચારિત્રને યોગરૂપ માનવાથી નિર્જરાનો હેતુ કહી શકાશે નહિ, પરંતુ કર્મબંધનો હેતુ કહેવો પડશે; તેથી સિદ્ધાંતપક્ષી