________________
૬૬
અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . .• • • • • • • • • ભાવાર્થ - મુનિઓ છબસ્થપણામાં સંસારના ભાવોથી અલિપ્તભાવની નિષ્પત્તિને અનુકૂળ એવો જે પ્રશસ્ત મનોવ્યાપાર કરે છે, તે પોતે ચારિત્રરૂપ નથી પરંતુ તે યોગસ્વરૂપ છે. અને યોગથી કર્મબંધ થાય છે તેથી તે આશ્રયસ્વરૂપ છે. આમ છતાં, તે પ્રશસ્ત મનોવ્યાપાર આત્મામાં અલિપ્તભાવ પેદા કરવામાં નિમિત્તકારણ છે, તેથી તે દ્રવ્યચારિત્ર છે; પરંતુ તેનાથી નિષ્પાદ્ય એવો ક્ષાયોપથમિકાદિભાવ તે ચારિત્ર પદાર્થ છે, જે અનાશ્રવ સ્વરૂપ છે. અને જે પ્રશસ્ત મનોવ્યાપાર છે તે ક્રિયાત્મક હોવાથી જીવના પરિણામરૂપ નથી, તેથી ચારિત્રમાં ઉપકારક હોવા છતાં કર્મબંધ પ્રત્યે હેતુ છે. કેમ કે કર્મબંધ અવિરતિ આદિથી જેમ થાય છે તેમ યોગથી પણ થાય છે. અને ચારિત્ર જીવના શુદ્ધ પરિણામરૂપ છે તેનાથી બંધ થતો નથી, અને તે ચારિત્ર સિદ્ધમાં છે એમ સંપ્રદાયપક્ષીનું કહેવું છે..
ટીકાર્યઃ- “નિ' - આનાથી = પૂર્વમાં કહ્યું કે પ્રશસ્ત મનોવ્યાપારરૂપ યોગ એ ચારિત્ર નથી કેમ કે આશ્રવરૂપ છે, અને ચારિત્ર અનાશ્રવરૂપ છે એનાથી, “અથવા ...મુનિયુકવાઃ ' એ પ્રમાણે કથન વ્યાખ્યાત જાણવું. યોગશાસ્ત્રના કથનનો અર્થ આ પ્રમાણે છે‘અથવા' “અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલ ચારિત્રને મુનિપુંગવો સમ્યફ ચારિત્ર કહે છે”.
ભાવાર્થ - યોગશાસ્ત્રના કથન પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુણિની જે આચરણા તે સમ્યફ ચારિત્ર છે, અને તે સમિતિ ગુતિની આચરણા બાહ્ય આચરણા દ્વારા જીવની અત્યંતરક્રિયારૂપ છે. અને એ કથનને જ જો ચારિત્ર કહીએ તો અંતરંગક્રિયાને જ ચારિત્ર સ્વીકારવું પડે. અને અંતરંગક્રિયાને ચારિત્ર સ્વીકારીએ તો સિદ્ધમાં ચારિત્ર નથી તે જ સિદ્ધ થાય. પરંતુ પૂર્વમાં સ્થાપન કર્યુંકેયોગ નામનો પ્રશસ્ત મનોવ્યાપાર જ ચારિત્ર નથી, પરંતુ અનાશ્રવપરિણામરૂપ ચારિત્ર છે, તેથી યોગશાસ્ત્રનું કથન વ્યાખ્યાત થાય છે. અને તે આ રીતે યોગશાસ્ત્રનું કથન અનાશ્રવરૂપ ચારિત્રના પરિણામના કારણભૂત એવી સમિતિ-ગુપ્તિની ક્રિયાને ચારિત્ર કહે છે, અને ચારિત્રનું કારણ તે ક્રિયા હોવાથી ઉપચારથી તેને ચારિત્ર કહેવા માત્રથી યોગને ચારિત્રરૂપે સ્વીકારી શકાય નહિ,
તે જ વાતને સ્પષ્ટ કરતાં શત્રદિથી કહે છે - ટીકાર્થ:- “' - અહીંયાં = યોગશાસ્ત્રના કથનમાં ચારિત્ર જો યતિની ચેષ્ટારૂપ હોય તો, ત્યારે તેનું = ચેષ્ટારૂપ ચારિત્રનું, બંધહેતુપણું હોવાથી ચારિત્ર કહી શકાશે નહિ. (કેમ કે ચારિત્રનિર્જરાનું કારણ છે, બંધનું નહિ). વળી જીવના ઉપયોગસ્વરૂપ હોય તો અમને અભિમત છે, કેમ કે તે જીવપરિણામ સ્વરૂપ જ પ્રાપ્ત થશે. (તેથી સિદ્ધમાં પણ તે ચારિત્ર સંગત થઈ શકશે માટે કોઈ દોષ નથી. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે છે.)
ટીકા અથ યોગત્વેન રૂપે વન્ય હેતુરિવારિત્વેનાઇતથાત્વીતેન રૂપે નિર્નર હેતુત્વવિરુદ્ધતિ नकोऽपि दोषः, बाह्यात्मत्वेन बन्धहेतोरप्यात्मनस्तथात्वदर्शनात् इतिचे? न, बाह्यात्मव्यावृत्तस्य शुद्धात्मन इव बन्धहेतुव्यावृत्तस्य चारित्रस्य स्वरूपतो निष्कलंकत्वौचित्यात्। अपि च कषायहान्या चारित्रवृद्धिस्तद्वृद्ध्या च तद्धानिरिति तत्प्रतिपक्षभूतः शुद्धोपयोगः एव चारित्रं न तु योगः, तस्य कषायाऽप्रतिपन्थित्वात्, तेषां विपरीतभावनानिवर्त्यत्वात्, तस्मात् कषायनिवर्त्यस्तन्निवर्त्तकश्चोपयोग एव चारित्रमिति व्यवतिष्ठते।