________________
I
,
ગાથા - ૯૪ . અધ્યાત્મ પરીક્ષા
૪૪૧ - અહીં પૂર્વપક્ષી કહે કે કેવલીને ક્ષપકશ્રેણિમાં સ્થિતિઘાત થવા છતાં પોતાના આયુષ્યકાળ સુધી ચાલી શકે તેટલી કે યત્કિંચિત તેનાથી અધિક સ્થિતિ રહે છે, બાકીની સ્થિતિ ક્ષપકશ્રેણિમાં નાશ પામે છે. તેને ગ્રંથકાર કહે છે કે, જેમ આયુષ્ય ટકી શકે તેટલી સ્થિતિ રહે છે તેમ સુધા પેદા કરે તેટલો રસ રહે છે તેમ સ્વીકારવામાં શું વાંધો છે? અને તેટલા રસને શું તમારા હાથથી અટકાવાયો છે? એ પ્રકારનો કટાક્ષ કરેલ છે.
અહીં વિશેષ એ છે કે, દિગંબરને અભિમત પ્રમેયકમલમાર્તડ' ગ્રંથમાં પરાઘાતનામકર્મને ઠેકાણે પરઆઘાતનામકર્મ ગ્રહણ કરેલ છે, અને તેનો અર્થ કરેલ છે કે, પરને હનન કરે તેવું કર્મ તે “પરાઘાતનામકર્મ'. તેથી પરાઘાતનામકર્મવાળો બીજાને યષ્ટિ આદિથી હનન કરે છે; અથવા પર વડે હનન કરાયતે “પરાઘાતનામકર્મ'. તેથી બીજા પોતાને હનન કરે તે “પરાઘાતનામકર્મ' કહેવાય. આવી હનનક્રિયા મોહસાપેક્ષ જ હોય છે. તેથી પરાઘાતનામકર્મનું કાર્ય મોહના ઉદયની અપેક્ષા રાખે છે. આથી જ જેઓ મોહવાળા છે તેઓ પોતાનાથી નબળાને પરાઘાતનામકર્મના ઉદયથી હનનાદિ કરે છે, પરંતુ કેવલી મોહનહિ હોવાને કારણે પરાઘાતનામકર્મ વિદ્યમાન હોવા છતાં બીજાને હનનાદિ ક્રિયા કરતા નથી. તેથી તેઓમાં પરાઘાતનામકર્મનું કાર્ય દેખાતું નથી. તે જ રીતે મોહસાપેક્ષ એવા અશાતા વેદનીયના ઉદયમાં તેઓમાં અશાતાનું કાર્ય સુધા હોઈ શકે નહિ. કેમ કે સુધાને તેઓ બુમુક્ષારૂપે સ્વીકારે છે, અને બુભક્ષા એ ખાવાની ઇચ્છાના પરિણામરૂપ છે, આથી કેવલીને સુધાનો અભાવ તેઓ માને છે. અને સ્વમત પ્રમાણે પરાઘાતનામકર્મ પુણ્ય પ્રકૃતિ હોવા છતાં દિગંબરમત પ્રમાણે પરાઘાતનામકર્મ પાપપ્રકૃતિરૂપ પણ હોઈ શકે. અથવા તો પુણ્યપ્રકૃતિરૂપ હોય તો પણ તે મોહસાપેક્ષ છે તેથી અન્ય પુણ્યપ્રકૃતિ કરતાં વિલક્ષણ છે. જ્યારે પુણ્યપ્રકૃતિઓ ક્ષપકશ્રેણિમાં પુષ્ટ થાય છે અને પરાઘાતનામકર્મ તથા અશાતાવેદનીયનો રસ ક્ષપકશ્રેણિમાં ઉચ્છેદ થાય છે, એ પ્રકારે દિગંબરની માન્યતા છે.
ટીકા - અથ શુનો રસ હત ાવ માવતાડાતા માદં ત્વતિકતામતિ વે? વિંનિનવા - मात्रसिद्धम्। युक्त्या तु स्थितितुल्यतानुरोधेन क्षुज्जनकस्यैव तस्य सिद्धेः, पराघातोदयेन च स्वकार्य क्रियत एव, परहननादिकं तु बुभुक्षादिवन्मोहायत्तमिति कथं तं विना भवेत्?
ટકાર્ય - 'થી પૂર્વપક્ષી કહે કે, ભગવાન વડે સુધાને પેદા કરે તેવો રસ હણાયેલો જ છે. વળી આકુલતામાત્ર રહો=વિદ્યમાન અશાતા વેદનીયકર્મથી આકુલતામાત્ર રહો. અર્થાત્ વિદ્યમાન અશાતાવેદનીયજન્ય આકુલતામાત્ર ભગવાનમાં રહો. તેને ગ્રંથકાર કહે છે કે, તે આ નિરવચનમાત્રસિદ્ધ છે–તમારા બોલવામાત્રથી સિદ્ધ છે. તેમાં હેતુ કહે છે
“યુવત્યા' - યુક્તિથી તો સ્થિતિની તુલ્યતાના અનુસારે સુધાજનક જ એવા તેની=રસની, સિદ્ધિ છે. અર્થાત્ યુક્તિથી જેટલી સ્થિતિ શેષ રહી છે, તેને અનુસાર તેવો રસ પણ શેષ રહ્યો છે. એ રસ સુધાને પેદા કરવા માટે સમર્થ હોય છે.
ઉત્થાન અહીં પ્રશ્ન થાય કે તો પછી પરાઘાતનો પણ તેવો રસ માનવો પડશે, અને તેનાથી કેવલીને પરહનનાદિ માનવાની આપત્તિ ઊભી રહેશે તેથી કહે છે