________________
૪૪૨
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા – ૯૪
ટીકાર્ય :- ‘પાયાત’– (કેવલીને) પરાઘાતનામકર્મના ઉદય વડે સ્વકાર્ય કરાય જ છે. પરહનનાદિક તો બુભુક્ષાની જેમ મોહને આધીન છે, એથી કરીને કેવી રીતે તેના વિનામોહના વિના, પરહનનાદિ થાય?
ભાવાર્થ :- ‘યુવલ્યા' – યુક્તિથી સ્થિતિની તુલ્યતાના અનુસારે ક્ષુધાજનક એવા અશાતાવેદનીયના રસની સિદ્ધિ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, કોઇ નાની ઉંમરમાં કેવલજ્ઞાન પામે અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય હોય તો તેટલા કાળની સ્થિતિવાળું વેદનીયકર્મ તે કેવલીને હોય છે. તેથી તે સ્થિતિની તુલ્યતાના અનુસારે ક્ષુધાજનક એવા રસની સિદ્ધિ થશે. કેમ કે આટલા દીર્ઘકાળ સુધી આહાર વગર શરીર ટકી શકે નહિ, અને શરીરધારીને અવશ્ય આટલા કાળમાં ક્ષુધા લાગે જ, માટે અશાતાવેદનીયકર્મની સ્થિતિના અનુસા૨ે ત્યાં ક્ષુધાજનક રસ છે.
‘પાયાતોઘેન' – ‘પાયાતોન્થેન'થી ‘મવેત્' સુધી જે કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, કેવલીનું પરાઘાતનામકર્મ બીજા ઉપર પોતાનો પ્રભાવ અવશ્ય પાડે છે, આ રીતે કેવલીને પરાઘાતનામક્રર્મનું કાર્ય અવશ્ય થાય છે. પરંતુ મોહસાપેક્ષ પરાઘાતનામકર્મવાળા જીવો જે રીતે પરહનન કરે છે, અર્થાત્ પોતાના પ્રભાવથી પરની પ્રતિભાનું હનન કરે છે તે રીતે કેવલી પરહનન કરતા નથી. જેમ સંસારીજીવોને ક્ષુધા લાગે છે અને સાથે બુભુક્ષા પેદા થાય છે, તે બુભુક્ષા જેમ મોહનીયકર્મને આધીન છે, તેમ પ૨ને હનન કરવું તે પણ મોહને આધીન છે; અને કેવલીમાં મોહ નથી માટે કેવલી પરહનન કરતા નથી.
ટીકા ઃ ' ચિત્ત
मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुवं भवति नाश: । तद्वत्कर्मविनाशोऽपि मोहनीये क्षयं नीते ॥ [प्रशमरति - २६६ ]
इति वाचकवचनमवलम्ब्य जिनकर्मणां हतवीर्यतया कार्याक्षमत्वं कल्पयन्तस्तद्वलेन क्षुत्तृष्णादीनामप्यारंभसंरंभसमारम्भवदौपचारिकत्वमात्रमुद्भावयन्ति, ते पुनरुक्तवृद्धवचनमनाद्रियमाणा दिगम्बर डिम्भा एव भवन्तः कर्मान्तरविपाकवैचित्र्यमपि कथं सहन्ताम् ?
–
ટીકાર્ય :- ‘ચિત્તુ’ – કેટલાક વળી મસ્તકની સૂચિના =અગ્રભાગના, વિનાશથી તાડવૃક્ષનો જેમ ધ્રુવ નાશ થાય છે તેની જેમ, મોહનીયકર્મનો ક્ષય પ્રાપ્ત થયે છતે (શેષ) કર્મનો વિનાશ પણ (અવશ્ય થાય છે), આ પ્રમાણે વાચકવચનને અવલંબીને જિનેશ્વરોના કર્મોનું હતવીર્યપણું હોવાના કારણે, કાર્ય અક્ષમપણાની કલ્પના કરતા, તેના બલથી=વાચકવચનના બલથી, ક્ષુધાતૃષાદિનું પણ આરંભ-સંરંભ-સમારંભની જેમ ઔપચારિકપણું માત્ર ઉદ્ભાવન કરે છે. તેઓ વળી ઉક્ત વૃદ્ધવચનનો=પૂર્વમાં બતાવાયેલ સૂત્રકૃતાંગની વૃત્તિના વચનનો, અર્થાત્ સૂત્રકૃતાંગની વૃત્તિમાં ક્ષુધાતૃષા કેવલીને સ્વીકાર્ય છે એ વચનનો, અનાદર કરતાં દિગંબરનાં બચ્ચાં જ થતાં–દિગંબરને અનુસરનારા જ થતાં, કર્માંતરવિપાકવૈચિત્ર્યને=જિનનામાદિકર્માંતરવિપાકવૈચિત્ર્યને કેવી રીતે સહન કરશે? અર્થાત્ કર્માંતરવિપાકવૈચિત્ર્યને પણ તેમણે સ્વીકા૨વું જોઇએ નહિ.