________________
..૪૩૯
ગાથા -૯૪
.. અધ્યાત્મમત પરીક્ષા.......... ••••••••• भवोपग्राहिणाल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयेयुः' इत्यावश्यकवृत्त्युक्तमपि व्याख्यातं, भवोपग्राहित्वाल्पत्वविशेषणाभ्यां तस्योक्तार्थपर्यवसानात्। ટીકાઈ-બયા' – સયોગીગુણસ્થાનકમાં શેષ ૮૫ પ્રકૃતિઓ જરદ્વસ્ત્રપ્રાયઃ છે, એ પ્રમાણે ગુણસ્થાનકક્રમારોહમાં જે વળી કહ્યું છે, તે પણ ક્ષિપ્રાપણયોગ્યત્વાદિ અભિપ્રાયથી (કહેલ છે). તેમાં હેતુ કહે છે- સત્તાપ્રકૃતિઓના અન્યથાપણાનો અસંભવ છે. ભાવાર્થ - તાત્પર્ય એ છે કે જે પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે તે કરણો દ્વારા રૂપાંતર પામે છે, જેમ અશાતાનું શાતામાં સંક્રમણ થાય છે. વળી અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ ન મળે તો પ્રદેશોદયથી પણ ભોગવાય છે. તો પણ સત્તામાં રહેલી પ્રકૃતિઓ જ્યારે સંક્રમણ પામી ન હોય અને એમને એમ પડી હોય ત્યારે, તેમાં પોતાનું કાર્ય કરવાની શક્તિરૂપ રસ છે; અને તેને દૂગ્ધરજજુ કહેવાથી એ પ્રાપ્ત થાય છે, તે પ્રકૃતિઓમાં તે કાર્ય કરવાને અનુકૂળ શક્તિ નથી. આ રીતે સત્તાની પ્રકૃતિઓનો અન્યથાભાવ સંભવિત નથી, માટે જેમ જીર્ણવસ અલ્પકાળમાં નાશ પામે છે તેમ આ પ્રકૃતિ પણ આ ભવને અંતે નાશ પામશે, એ બતાવવા માટે જીર્ણવસ્ત્રપ્રાયનું કથન છે. ટકાઈ - પન' આનાથી–ક્ષિપ્રક્ષેપણયોગ્યત્વાદિ અભિપ્રાયથી ગુણસ્થાનકક્રમારોહમાં સયોગીકેવલીને ૮૫ અઘાતી પ્રકૃતિઓ જીર્ણવઢપ્રાયઃ કહેલ છે એનાથી, મત વ....મિાસાદઃ ' સુધી આવશ્યકવૃત્તિમાં કહેલ કથન પણ વ્યાખ્યાત થઈ ગયું. - તેમાં હેતુ કહે છે- ભવોપગ્રાહિત્ય અને અલ્પ–વિશેષણ વડે તેનું દશ્વરજજુકલ્પનાકથનનું, ઉક્ત અર્થમાં પર્યવસાન છે. = આવશ્યકવૃત્તિના કથનમાં કર્મોના ભવોપગ્રાહિત્ય અને અલ્પત્વ એ બે વિશેષણો કહ્યાં, તેનાથી દગ્ધરજુકલ્પનાકથનનું ઉક્ત અર્થમાં=ક્ષિપ્રક્ષેપણયોગ્યત્વાદિ અભિપ્રાયમાં, પર્યવસાન છે. ભાવાર્થ:- તાત્પર્ય એ છે કે કર્મોનું ભવોપગ્રાહી વિશેષણ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, એ ભવને ઉપગ્રહ કરનારાં કર્યો છે; અને અલ્પ કર્યો હોવા છતાં મુક્તિ પ્રાપ્ત થતી નથી એમ કહ્યું તેનાથી એ પ્રાપ્ત થયું કે, આ ભવ પૂરતાં ટકી શકે તેવાં અલ્પ છે. આ બંને વિશેષણોથી ક્ષિપ્રક્ષપણયોગ્યત્વાદિની પ્રાપ્તિ થાય છે=આ ભવના અંતમાં ક્ષપણ થવાને યોગ્ય છે એવો અર્થ પ્રાપ્ત થાય છે. માટે દગ્દરજજુનો અર્થ કાર્ય માટે અસમર્થ એવો થઈ શકે નહિ.
અહીં વિશેષ એ છે કે, આવશ્યકવૃત્તિનું કથન સામાન્યથી વાંચીએ તો એમ લાગે કે, કેવલીને ભવને ઉપગ્રહ કરનારાં અલ્પ પણ દશ્વરજ્જુ જેવાં કર્યો છે. જેમ દગ્ધરજુ રજુનું કામ કરી શકતી નથી તેમ ભવને ઉપગ્રહ કરનારાં અલ્પકર્મો પણ દગ્ધરજુ જેવાં હોવાને કારણે પોતાનું કાર્ય કરી શકતાં નથી, એવો અર્થ સ્કૂલદષ્ટિથી વિચારતાં લાગે. પરંતુ સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો દગ્ધરજુ જેવાં કર્મોને પણ ભવોપગ્રાહી કહ્યાં. તેથી જો કામ કરવા અસમર્થ હોય તો ભવનો ઉપગ્રહ કરી શકે નહિ. અને ભવનો ઉપગ્રહ કરે છે, તે જ વસ્તુ બતાવે છે કે કાર્ય કરવા સમર્થ છે. તેથી દગ્ધરજુકલ્પ અને ભવોપગ્રાહી શબ્દ એ બેનો પરસ્પર વિરોધ દેખાય છે. તેથી દગ્ધરજુકલ્પનો વિશેષ અર્થ ગ્રહણ કરવો જોઈએ. અને તે જ ગ્રંથકારે બતાવ્યો કે, કેવલીનાં તે કર્મો શીઘ ક્ષપણ થઈ શકે તેવાં છે, તે દષ્ટિને સામે રાખીને દગ્ધરજજુ જેવાં કહ્યાં છે; પરંતુ કાર્ય કરવા અસમર્થ છે એ દષ્ટિને સામે રાખીને દગ્ધરજુ જેવાં કહ્યાં નથી.