________________
૪૩૮. ..... અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૯૪ છાયા અને આતપની જેમ સહાનવસ્થાનલક્ષણ વિરોધ નથી અને ભાવાભાવની જેમ પરસ્પર૫રિહારલક્ષણ વિરોધ નથી, એમ કહ્યું ત્યાં આ બંને દષ્ટાંતો વ્યતિરેકી છે. અને તે બંનેમાં ભેદ એ છે કે, છાયા અને આતપ એ બંને ભાવાત્મક પદાર્થ છે, આમ છતાં બન્ને એક સાથે રહી શકતા નથી. જેમ ઘટ અને પટ બન્ને ભાવાત્મક પદાર્થ સાથે રહી શકે છે તેમ છાયા અને આતપ બન્ને સાથે રહી શકતા નથી. તથા ભાવ અને અભાવ એ બન્નેનો પરસ્પર પરિહારલક્ષણ વિરોધ છે, જેમ ઘટનો ભાવ ઘટના અભાવનો પરિહાર કરીને જ ભૂતલ ઉપર પ્રાપ્ત થાય છે, અને ઘટાભાવ તે સ્થાનમાં ઘટના પરિહારથી જ પ્રાપ્ત થાય છે. આથી કરીને ઘટાભાવની પ્રાપ્તિ કરવી હોય તો ઘટના પરિવારમાં જયત્ન કરવો પડે, જ્યારે આપના પરિહાર માટે યત્ન કરવાથી આપનો પરિહાર થઈ જાય તો પણ છાયાની પ્રાપ્તિ ન થાય, પરંતુ છાયાની પ્રાપ્તિ માટે છાયાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી પડે અને આપની પ્રાપ્તિ માટે આપના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી પડે છે.
તો'થી પહેલી યુક્તિ એ બતાવી કે છાયા અને આતપની જેમ કે ભાવાભાવની જેમ ઘાતી કર્મોના ક્ષયથી થતા જ્ઞાનાદિનો અને યુવાનો કોઇ વિરોધ નથી. એ પ્રમાણે પ્રથમ યુક્તિ બતાવ્યા પછી “સતાવાતો ' થી બીજી યુક્તિ બતાવે છે
પૂર્વમાં કહેલ કે આગમમાં કેવલીને અત્યંત શાતાનો ઉદય છે એમ કહ્યું છે એનાથી એ પ્રાપ્ત થાય છે કે, કેવલીને શાતાનો ઉદય છે, અને શાતા-અશાતાનું અંતર્મુહૂર્ત પરાવર્તમાનપણું હોવાથી, જે પ્રમાણે કેવલીને શાતાનો ઉદય છે તે પ્રમાણે અશાતાનો પણ ઉદય છે, તેથી સુધા તેમને લાગી શકે છે.
અહીં દિગંબર કહે કે કેવલીમાં અંતરાયકર્મરૂપ ઘાતીનો ક્ષય થયેલો હોવાથી અનંતવીર્ય પ્રાદુર્ભાવ થયેલ છે, તેથી તેમનું શરીર આહાર ગ્રહણ કર્યા વગર ટકી શકે. તેથી ગ્રંથકાર કહે છે- કેવલી અનંતવીર્યવાળા હોવા છતાં પણ તેમના શરીરબલનો અપચય અને સુધાવેદનીયની પીડા તેમને થાય છે. કેમ કે ઘાતકર્મના ક્ષયની સાથે શરીરબલનો અપચય કે સુધાવેદનીય સંબંધિત નથી, પરંતુ શરીરબલનો અપચય નામકર્મની પ્રકૃતિ સાથે અને સુધાવેદનીય અશાતાવેદનીયકર્મ સાથે સંબંધિત છે. માટે કેવલીને શરીરબલનો અપચય અને સુધાવેદનીયની પીડા થાય જ છે. અને આહાર ગ્રહણ કરવામાં કેવલીનું કાંઈ પણ ક્ષીણ થઇ જતું નથી=કોઇપણ ગુણો નાશ પામી જતા નથી. તેથી દિગંબરનું ઉપરોક્ત કથન કેવલ આહાપુરુષિકામાત્ર જ છે=(દિગંબરની) માન્યતામાત્ર જ છે.
ઉત્થાન -પૂર્વમાં બતાવ્યું કે વેદનીયકર્મદગ્ધરજુસ્થાનીય સ્વીકારનાર પ્રવાદ અનાગમિક છે, કેમ કે આગમમાં કેવલીને અત્યંત શાતાનો ઉદય સ્વીકાર્યો છે, એ પ્રમાણે સૂત્રકૃતાંગની વૃત્તિમાં કહેલ છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે, જેમ સૂત્રકૃતાંગની વૃત્તિમાં વેદનીયકર્મનું દગ્ધરજુસ્થાનિકત્વ અનાગમિક અને અયૌક્તિક કહેલ છે, તેમ ગુણસ્થાનકક્રમારોહમાં અને આવશ્યકનિયુક્તિમાં વેદનીયકર્મને દગ્ધરજુઅને જરદ્વસ્ત્રપ્રાયઃ કહેનારાં વચનો પણ મળે છે. તેનાથી સિદ્ધ થાય છે કે વેદનીયકર્મ દગ્ધરજજુરૂપે માન્ય છે. તેથી કહે છે
ટીકા - ચત્ત પચ્ચીશીનિર્વસ્ત્રપ્રયા: શેષા: સોનિ' રૂતિ ગુણસ્થાનમારો [૮૨) નિન તત क्षिप्रक्षपणयोग्यत्वाद्यभिप्रायेण, सत्ताप्रकृतीनामन्यथात्वासम्भवात्। एतेन 'अत एव दग्धरज्जुकल्पेन
१. अस्य पूर्वार्ध:- एवं च क्षीणमोहान्ता त्रिषष्टिप्रकृतिस्थितिः ।