SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા ४३७ एवमसातोदयोऽपीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुद्वेदनीयोद्भवा पीडा च भवत्येव, न चाहारग्रहणे किञ्चित्क्षूयते केवलमाहोपुरुषिकामात्रमेवेति । ટીકાર્થ :- ‘અથ'થી પૂર્વપક્ષી એ પ્રમાણે કહે કે ભગવાનને વેદનીયકર્મ દધરજ્જુસ્થાનીય છે, એ પ્રમાણે અનાદિપ્રવાદ પ્રસિદ્ધ છે. અને તેવા પ્રકારનું પણ=દરજ્જુસ્થાનીય પણ, વેદનીયકર્મ જઠરાગ્નિના પ્રવાલન માટે સમર્થ નથી. એથી કરીને કેવી રીતે કવલાહારયોગ્ય હોઇ શકે? તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે – તેના–વેદનીયકર્મના, દધરજ્જુસ્થાનિકત્વના પ્રવાદનું અપ્રામાણિકપણું છે. સૂત્રકૃતાંગની વૃત્તિમાં તે કહેલું છે યત્તિ જે પણ વેદનીયનું દગ્દરજ્જુસ્થાનિકત્વ કહેવાય છે, તે પણ અનાગમિક અને અયૌક્તિક=યુક્તિ વગરનું છે. ગાથા - ૯૪ ‘આમે' - જે કારણથી આગમમાં કેવલીમાં શાતાનો અત્યંત ઉદય કહ્યો છે.યુક્તિ પણ ઘાતીકર્મના ક્ષયથી તેને=કેવલીને, જ્ઞાનાદિ થયેલ છે. વેદનીયથી ઉદ્ભવેલી ક્ષુધાથી શું પ્રાપ્ત થયું કે જેના વડે આ=ક્ષુધા, ન થાય? અર્થાત્ થાય. તેમાં હેતુ કહે છે ‘ન તયોઃ’ તે બેનો=ઘાતીકર્મોના ક્ષયથી ઉદ્ભવતા જ્ઞાનાદિ અને વેદનીયના ઉદયથી ઉદ્ભવતી ક્ષુધા તે બેનો, છાયા અને આતપની જેમ સહાનવસ્થાનલક્ષણ વિરોધ નથી અને ભાવાભાવની જેમ પ૨સ્પ૨પરિહારલક્ષણ પણ કોઇ વિરોધ નથી. ‘સાન્તાક્ષાતયો:’ અને શાતા-અશાતાનું અંતર્મુહૂર્તે પરિવર્તમાનપણું હોવાથી (કેવલીને) જેમ શાતાનો ઉદય હોય છે તેમ અશાતાનો ઉદય પણ હોય છે. એથી કરીને અનંતવીર્યપણું હોતે છતે પણ શરીરબલનો અપચય અને ક્ષુધાવેદનીયથી ઉદ્ભવેલી પીડા થાય જ છે. અને આહાર ગ્રહણમાં કાંઇ પણ ક્ષય થતું નથી, કેવલ આ આહોપુરુષિકા=માન્યતા, માત્ર જ છે. ‘કૃતિ’ કથનની સમાપ્તિસૂચક છે. ‘આમે હિં’..‘હિં’ શબ્દ યસ્માદર્થક છે. ‘ગ્નિતિજ્ઞેયોઽસ્તીતિ' ‘કૃતિ' હેતુ અર્થક છે. ‘વમસાતોદ્યોપીતિ’ ‘કૃતિ’ હેતુઅર્થક છે. ભાવાર્થ :- ‘આમે’- આગમમાં કેવલીને અત્યંત શાતાનો ઉદય કહેલ છે, તેનો ભાવ એ છે કે, સામાન્ય રીતે કેવલજ્ઞાન થયા પછી જીવ બે સમયની સ્થિતિવાળું શાતાવેદનીયકર્મ બાંધે છે, અને તે ઉત્કટ શાતા આપનાર હોય છે. અને ક્ષપકશ્રેણિમાં પણ અત્યંત વિશુદ્ધિ હોવાને કારણે ઉત્કટ શાતાવેદનીયનો બંધ થતો હોય છે, અને અશાતાનો રસ શુભ અધ્યવસાયને કારણે હીન-હીનતર થતો હોય છે; તેથી મોટાભાગના કેવલીઓને કેવલજ્ઞાન પછી અત્યંત શાતાનો ઉદય વર્તતો હોય છે. આમ છતાં, કેટલાક કેવલીઓને પૂર્વભવમાં બંધાયેલા નિરનુબંધ ક્લિષ્ટ કર્મને કારણે, કેવલજ્ઞાન થયા પછી પણ ઉપસર્ગો આદિકૃત તીવ્ર અશાતાનો ઉદય હોઇ શકે છે, કે રોગાદિકૃત પણ તીવ્ર અંશાતાનો ઉદય હોઇ શકે છે. આમ છતાં, તેવી અશાતા કોઇક કેવલીઓમાં જ સંભવતી હોય છે; તેથી તેની વિવક્ષા નહિ કરીને કેવલીને અત્યંત શાતાનો ઉદય આગમમાં કહેલ છે. ‘ન તયો: ' - ‘ક્ષિતિજ્ઞેયોઽસ્તીતિ’- અહીં ‘કૃતિ’ શબ્દ હેતુઅર્થક છે, અને આ બંને હેતુ કેવલીને ક્ષુધા છે તે બતાવવા અર્થે છે, અને તે બંને હેતુમાં રહેલ દૃષ્ટાંતનો પરસ્પર ભેદ આ પ્રમાણે છે–
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy