________________
૪૩૫
ભાવાર્થ :- અહીં બહુ દુઃખના ક્ષયથી અજ્ઞાન અને અરતિજન્ય દુઃખનો ક્ષય ગ્રહણ કરવાનો છે. ક્ષુધાદિવેદનીય કહ્યું ત્યાં ‘આદિ’થી અનિષ્ટવિષયસંપર્કજન્ય દુઃખ ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવલીઓને આત્મિક સુખ ઘણું હોય છે, તેમાં અશાતાવેદનીયજન્ય દુઃખ દૂધમાં લીંબડાના રસના બિંદુ જેટલું અલ્પ પ્રાપ્ત થાય છે. જો કે ઉપસર્ગાદિકાળમાં બાહ્ય રીતે ઘણું દુ:ખ દેખાય છે, તો પણ અજ્ઞાન-અરતિજન્ય દુઃખનો ક્ષય થયો હોવાના કારણે શાસ્રકારે તેને અલ્પરૂપે જ કહેલ છે.
ગાથા - ૯૩-૯૪
અધ્યાત્મમતપરીક્ષા
-
टीsı :- इत्थं च नासुखदा इत्यत्र नञ् ईषदर्थे 'अलवणा यवागूः' इत्यत्रेव द्रष्टव्यः । अथ क्षुद्वेदनापि महतीति प्रसिद्धं, सुखमपि च तेषां महदिति कथमुभयमुपपद्यते ? इति चेत् ? 'तटाको महान्, समुद्रश्च महान्' इतिवद्विवक्षाभेदादिति गृहाण, अन्यथा भावितात्मनामपि विशिष्टसुखानुपपत्तेरिति दिग् ॥ ९३ ॥
ટીકાર્ય :- ‘ફત્હ = ’ – અને આ પ્રમાણે=ગાથા/૯૩ માં કહ્યું કે બહુ દુઃખના ક્ષયથી કેવલીઓનું ક્ષુધાદિવેદનીયજન્ય દુઃખ દૂધમાં લીમડાના રસના લવ જેવું અલ્પ છે એ પ્રમાણે, ‘અસુખદા’ એ પ્રયોગમાં (આવશ્યકનિર્યુક્તિ ગાથા/ ૫૭૩માં જે કહ્યું કે, તેઓને અશુભ પ્રકૃતિઓ અસુખદા હોતી નથી એમાં) નગ્ પ્રયોગ‘અલવળા યવાદૂ:’=મીઠા વગરની રાબની જેમ અલ્પે અર્થમાં જાણવો. અર્થાત્ રાબમાં અલ્પ મીઠું હોય તો કહેવાય છે કે આમાં તો મીઠું જ નથી, એ પ્રમાણે અહીં=અસુખદા પ્રયોગમાં, ‘નમ્' પ્રયોગ અલ્પ અર્થમાં જાણવો.
‘અથ’- ‘ગ્રંથ'થી પૂર્વપક્ષી કહે કે, ક્ષુધાવેદના પણ મોટી છે એ પ્રમાણે પ્રસિદ્ધ છે. અર્થાત્ કહેવાય છે કે “ક્ષુધા સમાન વેદના નથી” એ પ્રમાણે પ્રસિદ્ધ છે. અને સુખ પણ તેઓને=કેવલીઓને, મોટું છે, એ પ્રમાણે ઉભય કેવી રીતે ઘટી શકશે? તેને ગ્રંથકાર કહે છે- તળાવ મહાન છે અને સમુદ્ર મહાન છે, એ પ્રકારે વિવક્ષાનો ભેદ હોવાથી, એ પ્રકારે=ક્ષુધા પણ મોટી છે અને સુખપણ મહાન છે એ પ્રકારે, ગ્રહણ કર.
‘અન્યથા’=અન્યથા તળાવ મહાન અને સમુદ્ર મહાન એ પ્રકારે વિવક્ષાના ભેદથી ન સ્વીકારો તો ભાવિત આત્માને પણ વિશિષ્ટ સુખની અનુપપત્તિ થશે, એ પ્રમાણે દિશાસૂચન છે. II૯૩
ભાવાર્થ :- આવશ્યકનિર્યુક્તિ ગાથા/૫૭૩માં કેવલીને અશાતાવેદનીય ‘7 અમુલવા’ કહી છે, તે અલ્પ દુઃખની અવિવક્ષા કરીને કહેલ છે; અને વ્યવહારમાં ક્ષુધાને મોટી વેદના સ્વીકારવામાં આવેલ છે, કેમ કે અત્યંત ક્ષુધાતુર જીવ ક્ષુધાથી પીડિત હોવાને કારણે બધાં અકાર્યો કરે છે એમ કહેવાય છે. તો પણ કેવલીને આત્મિક સુખ ઘણું હોવાથી તેની આગળ તે દુ:ખ અલ્પ છે. તેથી જેમ મોટું પણ તળાવ સમુદ્ર આગળ નાનું છે, તેમ ઘણાં આત્મિક સુખ આગળ ક્ષુધાદિની વેદના કે ઉપસર્ગની વેદના પણ કેવલીને અલ્પ છે. અને આથી જ ભાવિતાત્મા અણગારોને ઉપસર્ગાદિ કાળમાં પણ સર્વાર્થસિદ્ધ કરતાં પણ વિશિષ્ટ સુખ અંતરંગ રીતે હોઇ શકે છે, એ વચન સંગત થઇ શકે.॥૩॥
અવતરણિકા :- મૈં ચૈતાદૃશમત્ત્પત્તિ દુ:સ્તું માવતાં વતાહારાનૌપયિમિત્યનુશાસ્તિ