________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -૯૨-૯૩ અનપેક્ષાએ થાય છે, તેથી અમે તીર્થંકરનામકર્મજન્ય સુખને દેહગત નથી એમ કહ્યું, એનો અર્થ દેહઅનપેક્ષત્વ છે માટે કોઈ દોષ નથી. તો ગ્રંથકાર કહે છે કે તે બરાબર નથી. કેમકે તીર્થંકર નામકર્મજન્ય સુખને પણ ભગવાનના દેહની અપેક્ષા છે. કેમ કે પુણ્યપ્રકૃતિરૂપ તીર્થકર નામકર્મનું કાર્ય તીર્થની રચના કરે છે, જે ભગવાનના દેહની અપેક્ષા રાખે છે. તેથી શાતા-અશાતાજન્ય સુખની જેમ તીર્થંકર નામકર્મજન્ય સુખ દેહની અપેક્ષા રાખે છે. માટે દેહઅનપેક્ષત્વ એ પ્રમાણે તીર્થકર નામકર્મજન્ય સુખને કહી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી ના હાતિમ' નો અર્થ બીજી રીતે કરતાં કહે છે કે જિવિષયસંયોજનપર્વ' એ તુ રેહ ' નો અર્થ છે. શાતા-અશાતાનું સુખ ઇંદ્રિયવિષયના સંયોગની અપેક્ષાએ થાય છે, જ્યારે તીર્થકર નામકર્મજન્ય સુખ ઇંદ્રિયવિષયના સંયોગની અપેક્ષા રાખતું નથી. તેને ગ્રંથકાર કહે છે કે, ઇંદ્રિયવિષયસંયોગ અનપેક્ષ એવા તીર્થંકર નામકર્મજન્ય સુખને ઇંદ્રિયવિષયના સંયોગ વગર ઉત્પત્તિનો અમે નિષેધ કરતા નથી; પરંતુ જેમ અઘાતી એવા તીર્થકર નામકર્મજન્ય સુખ કેવલીને છે, તેમ અઘાતી એવા શાતા-અશાંતાજન્ય સુખદુઃખકેવલીને છે તેમ કહીએ છીએ, અને કેવલીને શાતા-અશાતા નથી એમ જો તમે સ્વીકારશો, તો તીર્થંકર નામકર્મ વિફલ છે એમ માનવું પડશે. અહીં પૂર્વપક્ષી કહે કે ઔદયિક સુખ ઇન્દ્રિયથી થતા મતિજ્ઞાનની સાથે વ્યાપ્તિવાળું છે માટે કેવલીને શાતા-અશાતાનું સુખ થઈ શકે નહીં, તેથી ગ્રંથકાર કહે છે ઔદયિક સુખ ઇંદ્રિયોથી થતા મતિજ્ઞાનની સાથે વ્યાપ્તિવાળું નથી, તેથી ઔદયિક એવા શાતા-અશાતાજન્ય સુખનું વેદન પણ કેવલીને કેવલજ્ઞાનથી થઇ શકે છે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
અહીં તીર્થકર નામકર્મજન્ય સુખ એટલા માટે કહેલ છે કે, તીર્થંકર નામકર્મ અને વેદનીયકર્મ જીવવિપાકી છે અને જેમ શાતા વેદનીયનો ઉદય જીવને સુખ પેદા કરે છે, તેમ તીર્થંકર નામકર્મ પણ એક પ્રકારની પુણ્યપ્રકૃતિ છે, તેથી તેનું વેદન સુખરૂપે જ થાય છે, દુઃખરૂપે થતું નથી. II૯રા અવતરણિકા - પર્વ ચારાનાતિન વુલ્લામાવાવસાતવેવની હોયનચવ બનાવતાં સુહમશિષ્યતિ इति तदल्पत्वप्रवादः संगच्छत इत्यनुशास्ति
અવતરણિતાર્થ - અને એ પ્રમાણે=ગાથા ૯૧/૯૨ માં સિદ્ધ કર્યું એ પ્રમાણે, અજ્ઞાન અને અરતિજન્ય દુઃખનો અભાવ હોવાને કારણે અશાતાવેદનીયના ઉદયજન્ય જ દુઃખ ભગવાનને અવશેષ રહે છે; એથી કરીને તકલ્પત્વપ્રવાદ દુઃખના અલ્પત્વનો પ્રવાદ, સંગત થાય છે. એ પ્રમાણે ગ્રંથકાર ગાથા - ૯૩માં કહે છે
ગાથા - ત્તવ્યય વ૬૬વરવાતેલ છુટ્ટાફગળયં |
णिबरसलवु व्व पए अप्पंति भणंति समयविऊ ॥१३॥ ( अत एव बहुदुःखक्षयेण तेषां क्षुधादिवेदनीयम् । निम्बरसलव इव पयसि अल्पमिति भणन्ति समयविदः ॥१३॥ ) ગાથાર્થ - એથી કરીને =ગાથા ૯૨માં સિદ્ધ કર્યું કે અજ્ઞાન અને મોહના કાર્યમાં પ્રમાણસિદ્ધ સંકોચ થયે છો, દેહગત સર્વ સુખ-દુઃખ ઈદ્રિયથી ઉત્પન્ન થયેલું નથી, એથી કરીને, બહુ દુઃખના ક્ષયથી તેઓનું-કેવલીઓનું, સુધાદિવેદનીય (જન્ય દુઃખ) પયસુમાં દૂધમાં, લીમડાના રસના લવ=બિંદુ, જેવું અલ્પ હોય છે. એ પ્રમાણે સમયવિદો શાસ્ત્રજ્ઞો કહે છે.