________________
૪૩૩
ગાથા : ૯૨
અધ્યાત્મમતપરીક્ષા
અને આથી જ સંસારી જીવોને આત્મિક સુખ નથી, કેમ કે સંસારી જીવોને શાતાથી જન્ય રતિનો અનુભવ અને અશાતાજન્ય અરતિનો અનુભવ હોય છે, તેથી આત્મિક સુખનો અનુભવ નથી. જ્યારે કેવલીને શાતાજન્ય સુખનો અનુભવ હોય કે અશાતાજન્ય દુઃખનો અનુભવ હોય તો પણ, તજ્જન્ય રતિ-અરતિ નહિ હોવાને કારણે, આત્મિક સુખનો અનુભવ હોય છે, એ પ્રમાણે અમે યુક્ત જોઇએ છીએ. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે, ઔદયિક એવા શાતા-અશાતાનો ઉદય જો કેવલીમાં સ્વીકારવામાં ન આવે તો, દિગંબરને તીર્થંકરનામકર્મ પણ વિફલ સ્વીકારવાની આપત્તિ આવશે. કેમ કે કેવલીમાં અઘાતી એવું વેદનીયકર્મ ફળ આપતું નથી તેમ અઘાતી એવું તીર્થંકરનામકર્મ પણ ફળ આપી શકે નહીં.
टी51 :- अथ जीवविपाकितया तज्जीवगतमेव सुखं जनयति न तु देहगतमिति चेत् ? न, चेतनधर्मत्वेन तस्य देहगतत्वाऽसिद्धेः।‘देहानपेक्षत्वमेव तदर्थ इति चेत् ? न तस्यापि भगवद्देहापेक्षत्वात्, 'इन्द्रियविषयसंयोगानपेक्षत्वं तदर्थ' इति चेत् ? तदनपेक्षस्य तं विनोत्पत्तिं कः प्रतिषेधति ? न चौदयिकत्वमैन्द्रियकत्वव्याप्तमस्ति॥९२॥
ટીકાર્ય :- ‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, જીવવિપાકી હોવાથી તત્—તીર્થંકરનામકર્મ, જીવગત જ સુખને પેદા કરે છે, પરંતુ દેહત (સુખને) નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી. તેમાં હેતુ કહે છેચેતનધર્મપણાથી તેના=સુખના, દેહગતત્વની અસિદ્ધિ છે.
દેહઅનપેક્ષત્વ જ તદર્થ છે=‘ન તુ વેહતત્વ' નો અર્થ છે, એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે - તેનું—તીર્થંકરનામકર્મનું, પણ ભગવદેહઅપેક્ષપણું છે.
ઇંદ્રિયવિષયસંયોગ અનપેક્ષત્વ તદર્થ છે=‘ન તુ લેહરાતત્વ' નો અર્થ છે, એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે તદ્ અનપેક્ષની=ઇંદ્રિયવિષયસંયોગઅનપેક્ષ એવા જિનનામકર્મની, તેના વિના=ઇંદ્રિયવિષયસંયોગ વિના, ઉત્પત્તિનો કોણ નિષેધ કરે છે? અર્થાત્ અમે પણ તેનો નિષેધ કરતા નથી, અને ઔદિયકપણું ઐન્દ્રિયકત્વનું=ઇંદ્રિય સંબંધી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું, વ્યાપ્ત નથી. અર્થાત્ ઔદયિકત્વ હોય ત્યાં ઐન્દ્રિયકત્વ હોય એવી વ્યાપ્તિ નથી=મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની અપેક્ષા રાખીને ઔયિક સુખદુઃખ થાય એવી વ્યાપ્તિ નથી.૯૨
ભાવાર્થ :- પૂર્વમાં કહ્યું કે કેવલીને ઔયિક એવા શાતા-અશાતાનો સ્વીકાર ન કરો તો તીર્થંકરનામકર્મ પણ વિફલ થશે. તેથી પૂર્વપક્ષી ‘અથ'થી કહે છે કે, તીર્થંકરનામકર્મ જીવવિપાકી હોવાને કા૨ણે જીવગત જ સુખને પેદા કરે છે, દેહગત નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, સુખ એ ચેતનનો ધર્મ છે, તેથી બધું સુખ જીવગત જ પેદા થાય છે, પરંતુ કોઇપણ સુખ દેહગત પેદા થતું નથી. માટે માત્ર તીર્થંકરનામકર્મજન્ય સુખ દેહગત નથી એમ કહી શકાય નહિ. કેમ કે સુખમાં દેહગતત્વની સિદ્ધિ હોય તો તેની વ્યાવૃત્તિ અર્થે એમ કહી શકાય કે બીજું સુખ દેહગત થાય છે, પરંતુ તીર્થંકરનામકર્મજન્ય સુખ દેહગત થતું નથી; પરંતુ સુખમાત્ર જ્યારે જીવગત થતું હોય ત્યારે, તીર્થંકરનામકર્મજન્ય સુખ જીવગત છે દેહગત નથી એમ કહી શકાય નહિ. એની સામે પૂર્વપક્ષી કહે કે બધું સુખ જીવગત હોવા છતાં શાતા-અશાતાનું સુખ દેહની અપેક્ષાએ થાય છે, જ્યારે તીર્થંકરનામકર્મજન્ય સુખ દેહની
A-૬