________________
૪૩૨.
. અધ્યાત્મમત પરીક્ષા
. ગાથા-૯૨ થાય છે તે રતિ-અરતિરૂપ છે, તેથી રતિ-અરતિ અને સુખ-દુઃખનો ભેદ રહે નહિ. માટે સુખ-દુ:ખજનક કર્મ પણ મોહને જ સ્વીકારવું પડે. તેથી શાતા-અશાતાવેદનીયકર્મને માનવાની જરૂર રહે નહિ. અને એ રીતે પૂર્વપક્ષી માને તો વીંછીના ભયથી ભાગતાને સાપના મુખમાં પ્રવેશ કરાવવા જેવું ફળ પ્રાપ્ત થાય=ભગવાનમાં અશાતાજન્ય દુઃખના અસ્વીકારને સ્થાપન કરવા જતાં વેદનીયકર્મના અપલાપરૂપ મોટો દોષ પ્રાપ્ત થયો.
ઉત્થાન - રતિના તિરોભાવથી જ અશાતાનું દુઃખ થાય છે તેથી કેવલીને સુધારૂપ દુઃખ નથી એમ જે દિગંબર કહે છે, તેને વેદનીયકર્મના અપલાપનો દોષ પૂર્વમાં બતાવ્યો. હવે બીજો પણ દોષ બતાવે છે.
ટીકાર્ય - “ર ' અને રતિનાશથી જ દુઃખ છે એ પ્રકારનો નિયમ પણ નથી, કેમ કે દુઃખિતના દુઃખમાં તે પ્રકારનું અદર્શન છે.
ભાવાર્થ - અને રતિના નાશથી જ અશાતાનું દુઃખ છે એવો નિયમ પણ નથી, કેમ કે કોઈ વ્યક્તિને પૂર્વમાં દુઃખ વર્તતું હોય ત્યારે રતિ નથી, ને પાછળથી નવું દુઃખ આવે ત્યારે રતિના નાશથી દુઃખ થયું છે તેમ કહી શકાય
નહીં.
ઉત્થાન :- પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં બતાવેલ કે કેવલીને અતીન્દ્રિય સુખ હોય છે, અને તેની સાથે ઐન્દ્રિયક સુખ-દુઃખનો વિરોધ છે, માટે કેવલીને ઐજિયક સુખ-દુઃખ હોઈ શકે નહિ; એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અને તેના જવાબરૂપે પ્રસ્તુત શ્લોકમાં સિદ્ધ કર્યું કે, કેવલીને અનિષ્ટવિષયસંપર્કજન્ય કે ઔદર્યજવલનના ઉપતાપજન્ય દુઃખની સાથે વિરોધ નથી. હવે ‘તસ્મા'થી તેનું નિગમન કરતાં કહે છે - ટીકા - તમ તત્રયો સુયોરેવતસ્ત્રાવ પિતૃતર્નચરત્યરત્યાતિયુમુત્વા: अपि च सातासातयोरौदयिकयोः केवलिनामनभ्युपगमे तीर्थकरनामकर्मापि विफलं प्रसज्येत।
ટીકાર્ય - “તમત્' - તે કારણથી=પૂર્વમાં સિદ્ધ કર્યું કે ભગવાનને અનિષ્ટ વિષયના સંપર્કજન્ય અને ૌંદર્યજવલનના ઉપતાપજન્ય દુઃખનો વિરોધ નથી તે કારણથી, સ્વતંત્ર એવા સુખ-દુ:ખનું જ તન્નાશકપણું આત્મિક સુખનું નાશકપણું નથી, પરંતુ તજ્જન્ય સ્વતંત્ર એવા સુખ-દુઃખથી જન્ય, રતિ - અરતિનું જ તન્નાશકપણું આત્મિક સુખનું નાશકપણું છે, એ પ્રમાણે અમે યુક્ત જોઇએ છીએ. અને વળી ઔદયિક એવા શાતા-અશાતાનો કેવલીને અસ્વીકાર કરાયે છતે તીર્થકર નામકર્મ પણ વિફલ થવાનો પ્રસંગ આવશે.
ભાવાર્થ-પૂર્વમાં સિદ્ધ કર્યું કે શાતા-અશાતાજન્ય સુખ-દુઃખ રતિના તિરોભાવથી કે અરતિના તિરોભાવથી થતાં નથી તે કારણથી મોહજન્ય સુખ-દુઃખ કરતાં સ્વતંત્ર છે, કેમ કે મોહનીયકર્મ અને વેદનીયકર્મ જુદાં છે. તેથી સ્વતંત્ર એવાં સુખ-દુઃખ કેવલીને ઉત્પન્ન થયેલા આત્મિક સુખનાં નાશક નથી. તેથી કેવલીને કેવલજ્ઞાનથી જન્ય આત્મિક સુખ છે, તેમ શાતા-અશાતાજન્ય સુખ-દુઃખ પણ હોઈ શકે છે. ત્યાં પ્રશ્ન થાય કે આત્મિક સુખના નાશક કોણ છે? તેથી કહે છે - શાતા-અશાતારૂપ સુખદુ:ખજન્ય રતિ-અરતિનું જ આત્મિક સુખનું નાશકપણું છે;