________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ગાથા - ૯૨
અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . . . . . . . ૩૬ ભાવાર્થ - અહીં ભાવેન્દ્રિય એ મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ છે, અને કેવલજ્ઞાન થાય ત્યારે મતિજ્ઞાનનો અભાવ હોવાથી ભાવેન્દ્રિયનો અભાવ થાય છે; અને જ્યારે ભાવેજિયનો અભાવ થાય ત્યારે મોહનો પણ અવશ્ય નાશ થાય છે. તેથી ભગવાનને કેવલજ્ઞાન થયા પછી મોહજન્ય રતિરૂપ સુખ હોતું નથી અને અજ્ઞાનજન્ય દુઃખ જે ૧૨મા ગુણસ્થાનક સુધી હોય છે તે પણ હોતું નથી, તથા અરતિમોહનીયજન્ય દુઃખ જે છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે તે પણ ભગવાનને હોતું નથી. પરંતુ શરીરની સાથે જ્યારે અનિષ્ટ વિષયનો સંસર્ગ થાય છે ત્યારે તજન્ય દુઃખ કે જઠરાગ્નિના ઉપપાતજન્ય દુઃખ સ્વીકારવામાં કોઈ વાંધો નથી. કેમ કે પરોક્ષજ્ઞાનના કારણભૂત એવી દ્રવ્યન્દ્રિયની સાથે જીવને અનાદિકાળની મૈત્રી પ્રવર્તે છે, તેથી તેને અનુકૂળ પદાર્થો પ્રત્યે જીવને તૃષ્ણા વર્તે છે, જે જીવના ભાવરોગ સ્વરૂપ છે. અને તેને કાંઈક શમન કરવાના સ્થાનીય રમ્ય વિષયોનો સંસર્ગ છે, અને તે રય વિષયોના સંસર્ગથી જીવને જે રતિરૂપ સુખ થાય છે તેવું સુખ ભગવાનને સંભવતું નથી. તો પણ શરીરની સાથે ઉપઘાતક વિષયના સંપર્કજન્ય અથવા ઉદરવર્તી અગ્નિના ઉપતાપજન્ય દુઃખ સંભવી શકે છે. કેમ કે દુઃખનાં કારણો દ્વેષ દ્વારા જ દુઃખ પેદા કરતાં નથી, પરંતુ દુઃખનાં કારણોના સંપર્કમાત્રથી પણ જીવને દુઃખ પેદા થાય છે. અને સંસારી જીવોને મોહ હોવાથી દુઃખનાં કારણો પ્રાપ્ત થાય ત્યારે દ્વેષ પેદા થવાથી અરતિરૂપ દુઃખને અશાતાનું દુઃખ પેદા થાય છે. જ્યારે વીતરાગને દુઃખનાં કારણોથીષ પેદા થયા વગર જ સંપર્કમાત્રથી અશાતાનું
દુઃખ થાય છે.
ઉત્થાન -પૂર્વમાં સિદ્ધ કર્યું કે કેવલીના શરીરની સાથે અનિષ્ટવિષયના સંપર્કજન્ય કે ઔદર્યજ્વલનના ઉપતાપજન્ય દુઃખનો વિરોધ નથી, ત્યાં પૂર્વપક્ષી ભગવાનને અનિષ્ટવિષયના સંપર્કજન્ય કે ઔદર્યજવલનના ઉપતાપજન્ય દુઃખનો વિરોધ બતાવતાં કહે છે
ટીકા “ઝીશુિદ્ધદુયોતિતિતિમાનવપ્રવૃત્તિિિત ?ફક્ત તત્યતિઓ તથોરનતિ तज्जनककर्मणापि मोहेनैव भूयतां कृतमधिकेन, तथा च वृश्चिकभिया पलायमानस्याशीविषमुखे प्रवेशो न च रतिनाशेनैव दुःखमिति नियमोऽपि, दुःखितदुःखे तथाऽदर्शनात्।
ટીકાર્ય -માયા' ઔદયિક સુખ-દુઃખની અરતિ-રીતિના તિરોભાવથી જ પ્રવૃત્તિ છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે ખેદની વાત છે કે તો પછી રતિ-અરતિથી તેનો=ઔદયિક સુખદુ:ખનો, અનતિરેક હોતે છતે તર્જનક કર્મ પણ સુખ-દુ:ખજનક કર્મ પણ, મોહ જ હો, અધિકથી=મોહ કરતાં અધિક એવા વેદનીયથી, સર્યું. અને તે રીતે ઔદયિક સુખ-દુઃખજનક કર્મનો મોહથી અભિન્ન સ્વીકાર કર્યો તે રીતે, વૃશ્ચિકના ભયથી ભાગતાનો આશીવિષના=સર્પના, મુખમાં પ્રવેશ થશે.
ભાવાર્થઃ - તાત્પર્ય એ છે કે પૂર્વપક્ષીને એ કહેવું છે કે, ઔદયિક સુખ અરતિના તિરોભાવથી જ થાય છે અને ઔદયિક દુ:ખ રતિના તિરોભાવથી જ થાય છે, અને કેવલીને રતિ કે અરતિ હોઈ શકે નહિ, તેથી અનિષ્ટ વિષયના સંપર્કજન્ય કે ઔદર્યજ્વલનના ઉપતાપજન્ય દુઃખ સંભવી શકે નહિ; તેને ગ્રંથકાર કહે છે કે, જો આવો નિયમ પૂર્વપક્ષી કરે તો એ પ્રાપ્ત થાય છે, અરતિના તિરોધાનથી જે સુખ થાય છે અને રતિના તિરોધાનથી જે દુઃખ