________________
૪૨૮. ..... અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -૯૧ ટીકાર્ય -“યહૂનું' - જે ખરેખર જ્ઞાનાવરણીયના ઉદયના પારવશ્યથી આત્માનો સૂક્ષ્માર્થઅનાલોચનાદિજન્ય ખેદ અને જે અતમિનું તબુદ્ધિથી=પદાર્થ જે રૂપે નથી તેમાં તે રૂપની બુદ્ધિથી, પ્રત્યર્થ=વિપરીત, પરિણામ થવાથી થતો ખેદ, તે ખરેખર તદ્વિલયથી જ જ્ઞાનાવરણીયના વિલયથી જ, વિલય પામતો ચિત્રભિત્તિસ્થાનીય સ્વતઃ જસકલશેયાકારના પરિણામરૂપ કેવલજ્ઞાનલક્ષણ સુખને આપે છે. તેમાં હેતુ કહે છે- સ્વભાવના પ્રતિઘાતનો અભાવ છે અને અનામૂળપણાનો ભાવ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તેનો સ્વીકાર કરીને ગ્રંથકાર કહે છે“સદનવૃક્ષ' - (કવલીને) વળી સકલ દુઃખના ક્ષયમાં શું પ્રમાણ છે? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. જે કારણથી તેમના=કેવલીના, શિ=દર્શન, જ્ઞપ્તિ જ્ઞાન, સ્વભાવના અપ્રતિઘાતમાં પણ અવ્યાબાધ સ્વભાવનો અપ્રતિઘાત નથી. તેમાં હેતુ કહે છે. વળી સર્વ અનિષ્ટનાશ અને સર્વ અભિખલાભ અસિદ્ધ જ છે, કેમ કે સિદ્ધાવસ્થામાં જ તેનો =સર્વ અનિષ્ટનાશ અને સર્વ અભિખલાભનો, સંભવ છે. આના વડે પૂર્વમાં કહ્યું કે કેવલીને જ્ઞાન-દર્શનસ્વભાવનો અપ્રતિઘાત હોવા છતાં અવ્યાબાધ સ્વભાવનો પ્રતિઘાત છે, આના વડે, આવફ્ટમાણ પ્રવચનસારનું કથન, વ્યાખ્યાત થઈ ગયું જેટલા અંશમાં સ્વને સંમત છે તસ્વીકૃતિપૂર્વક અન્યનો પરિહાર કરાયો છે. પ્રવચનસારનું કથન આ પ્રમાણે છે -
ના - સ્વયં ઉત્પન્ન થયેલું, પરિપૂર્ણ, અનંતઅર્થવિસ્તૃત, વિમલ, અવગ્રહાદિથી રહિત એવું (કેવળ) જ્ઞાન એકાંતિક સુખ છે, એમ (સર્વજ્ઞ) કહ્યું છે.
દર અહીં કેવળજ્ઞાન એકાંતે સુખ છે તેમાં હેતુરૂપે “સ્વયજાત' આદિ વિશેષણો છે.
વર્ત' - જે કેવળ નામનું જ્ઞાન છે તે સુખે છે અને પરિણામ પણ તે જ છે-કેવળજ્ઞાન જીવનો પરિણામ છે. તેને=કેવળજ્ઞાનને, ખેદ કહ્યો નથી જે કારણથી ઘાતકર્મો ક્ષય પામ્યાં છે.
ના" - જ્ઞાન, પદાર્થોના અંતને પામેલું છે, દૃષ્ટિ દર્શન, લોકાલોકમાં વિસ્તૃત છે, સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે, વળી જે ઈષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. (તેથી કેવલજ્ઞાન એકાંત સુખસ્વરૂપ છે.) ‘ત્તિ' પ્રવચનસારના ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે. II૯૧
ભાવાર્થ - 'ય: _'થી પૂર્વપક્ષીને એ કહેવું છે કે જ્ઞાનાવરણીયના ઉદયને કારણે સૂક્ષ્માર્થ અનાલોચનાદિથી જન્ય ખેદ ઉત્પન્ન થાય છે તે દુઃખરૂપ છે, અને તે પ્રકારનું દુઃખ ૧૨મા ગુણસ્થાનક સુધી સંભવે છે. અને બીજા પ્રકારનું દુ:ખ અતદૂમાં તબુદ્ધિને કારણે વિપરીત પરિણામરૂપ છે, જે મોહના ઉદયને કારણે ૧૦મા ગુણસ્થાનક સુધી હોય છે. જો કે સમ્યગ્દષ્ટિને વિપરીત બુદ્ધિ નથી તો પણ સમતા નહિ હોવાને કારણે વિપરીત પરિણામ થાય છે, અને તે દસમા ગુણસ્થાનક સુધી યત્કિંચિત્ હોઈ શકે છે. આ બન્ને પ્રકારનું દુઃખ કેવલીને હોતું નથી. કેમ કે જીવનો સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે અને અજ્ઞાનનો નાશ થવાથી જ્ઞાનસ્વભાવનો અપ્રતિઘાત થાય છે, તેથી પ્રથમ પ્રકારનું દુઃખ કેવલીને હોતું નથી. અને મોહનો નાશ થયેલો હોવાથી કેવલીને આકુળતા નથી, તેથી બીજા પ્રકારનું દુઃખ પણ કેવલીને હોતું નથી. માટે કેવલીને પૂર્ણ સુખ છે. તેથી કેવલીને સુધાદિરૂપ અશાતાનું વેદન નથી, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે- કેવલીને જ્ઞાન-દર્શનસ્વભાવનો અપ્રતિઘાત હોવા છતાં પણ અવ્યાબાધ સ્વભાવનો અપ્રતિઘાત નથી. આથી જ સર્વ અનિષ્ટનો નાશ અને સર્વ ઈષ્ટનો લાભ તેઓને સિદ્ધ નથી. અને આથી જ અશાતાના ઉદયજન્ય સુધાદિ દુઃખ તેઓને હોઈ શકે છે..