________________
ગાથા -0. 2 અધ્યાત્મમત પરીક્ષા
.૪૨૫ ટીકાર્ય - દિ' - કર્મોદયથી થયેલા સુખદુઃખનો ક્ષય ભોગ વિના થતો નથી. જે બાહ્ય પણ=સ્વદર્શન સિવાયના બાહ્ય પણ, કહે છે- કોટિશત કલ્પ વડે પણ ભોગવ્યા વિના કર્મક્ષય પામતું નથી, કરેલું શુભ કે અશુભકર્મ અવશ્ય ભોગવવું પડે છે. “તિ ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે. અને આસક્તિથી કે દ્વેષથી તેના સાક્ષાત્કારરૂપ ભોગ વળી કર્મબંધનું અવંધ્ય નિદાન=કારણ છે. એથી કરીને કેવી રીતે ભગવાનને આ=ભોગ હોય? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે, અપ્રમત્ત યતિઓને કેવી રીતે આ=ભોગ હોય?
આ પ્રશ્નના સમાધાનમાં ‘મથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, વિપાકકાળની પ્રાપ્તિ જ ભોગ છે અને તેની પરિસમાપ્તિ જ કર્મક્ષય છે. તો તેને ગ્રંથકાર કહે છે કે, તે આ વાત અન્યત્ર=કેવલીમાં પણ તુલ્ય છે.
દી, વાઢિા માં બાહ્ય પણ કહે છે એમ કહ્યું ત્યાં પિ'થી એ સમુચ્ચય થાય છે કે સ્વસિદ્ધાંતને પણ માન્ય છે.
ભાવાર્થ:- પૂર્વપક્ષીના કથન પ્રમાણે, સર્વ કર્મ વિપાકથી ભોગવાય ત્યારે તે સુખનો ભોગ આસક્તિથી સુખના સાક્ષાત્કારરૂપ છે, અને દુઃખનો ભોગ દ્વેષથી દુઃખના સાક્ષાત્કારરૂપ છે, તેથી અવશ્ય કર્મબંધ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે, સામાન્ય રીતે જીવોને તીવ્ર આસક્તિ ન હોય તો પણ સુખનો જ્યારે અનુભવ કરે છે ત્યારે સુખરૂપે તેનો સાક્ષાત્કાર થાય છે, અને તે સાક્ષાત્કાર થાય ત્યારે ઈષત અનુકૂળત્વની પણ પ્રતીતિ થાય છે; તેથી જદુઃખની પ્રતીતિ કરતાં સુખની પ્રતીતિમાં કાંઈક અનુકૂળત્વની બુદ્ધિ અવશ્ય હોય છે. અને દુઃખનું જયારે વેદન કરે છે ત્યારે, દુઃખને દૂર કરવાનો યત્ન જીવ ન કરતો હોય તો પણ, ઇષત્ ષ પણ ત્યાં હોય છે, અને તેથી જ
જે પ્રતિકૂનમ્' આ મને અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે, એવો દુઃખના સાક્ષાત્કારનો પરિણામ હોય છે. આથી ત્યાં સુખદુઃખના ભોગમાં, કર્મબંધ અવશ્ય થાય, તેમ પૂર્વપક્ષીનું કહેવું છે. અને આથી જ ભગવાનને રાંગ-દ્વેષ નહિ હોવાના કારણે સુખદુઃખનો સાક્ષાત્કાર=અનુભવ, નથી, તેથી તેમનું વેદનીયકર્મ દગ્ધરજુ તુલ્ય છે, એમ પૂર્વપક્ષી માને છે.
. . અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં બંધાયેલું કર્મ અવશ્ય ભોગવવું પડે અને ભોગને કારણે અવશ્ય નવું કર્મ બંધાય, તો પછી તો કોઈ જીવ કર્મમુક્ત થઈ શકે નહિ. તેથી બધાં કર્મો અવશ્ય ભોગવાય છે તેનું તાત્પર્ય એ છે કે, નિકાચિત બંધાયેલાં કર્મો અવશ્ય વિપાકથી ભોગવાય છે, અને અનિકાચિત કર્મો વિપાકથી પણ ભોગવાય અને પ્રદેશથી પણ ભોગવાય, પણ અવશ્ય ભોગવવાં તો પડે જ છે. ‘અથ'- 'ગથથી પૂર્વપક્ષી વિપાકકાળની પ્રાપ્તિ જ ભોગ છે, એવો ભોગનો અર્થ કરે છે. તેનું કારણ એ છે કે, તેણે પણ કેવલીમાં દગ્ધરજજુ જેવું વેદનીયકર્મ માન્યું છે, અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તેની પૂર્વમાં વેદનીયકર્મનો ઉદય અભિમત છે. વળી અપ્રમત્ત યતિઓ રાગદ્વેષથી કર્મ બાંધતા નથી એ પૂર્વપક્ષીને પણ માન્ય છે; તેથી ભોગનો અર્થ આસક્તિથી કે દ્વેષથી તેનો સાક્ષાત્કાર થવો તે ભોગ, આ પ્રમાણે કરે તો, અપ્રમત્ત યતિમાં એવો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય અને રાગ-દ્વેષકૃત કર્મબંધની પ્રાપ્તિ પણ ત્યાં સ્વીકારવી પડે. તેથી પૂર્વપક્ષીએ ભોગનો અર્થ એ કર્યો કે બંધાયેલું કર્મવિપાકકાળને પ્રાપ્ત થાય તે જ ભોગ પદાર્થ છે; પણ રાગાદિથી સુખ-દુઃખના સાક્ષાત્કારરૂપ ભોગ પદાર્થ નથી. આનાથી એ પ્રાપ્ત થયું કે અપ્રમત્ત યતિઓને રાગાદિ રહિત વેદનીયકર્મના વિપાકકાળની પ્રાપ્તિ છે, અને તે કર્મના વિપાકથી સુખદુઃખનું સંવેદન હોય છે, અને તેમાં રાગ-દ્વેષનો સંશ્લેષ હોતો નથી;