________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૦
અવતરણિકાર્ય :- ‘અત વ’ – આથી કરીને જ અર્થાત્ પૂર્વમાં સિદ્ધ કર્યું કે બે પ્રકારનાં સુખ-દુઃખનાં લક્ષણ છે જે કેવલીમાં પણ ઘટે છે, અને અનુકૂળવેદનીય સુખ અને પ્રતિકૂળવેદનીય દુઃખ અથવા નિરુપાધિક ઇચ્છાવિષય સુખ અને નિરુપાધિક દ્વેષવિષય દુઃખ એ બન્ને પ્રકારને સુખ-દુઃખનાં ઉપલક્ષણ કહ્યાં, આથી કરીને જ, અવ એવા સુખ-દુઃખનો ભોગ આવશ્યક છે, અને તે કર્મબંધનો હેતુ છે, એથી કરીને કેવલીઓને તત્સંભવ=અવ સુખદુઃખના ભોગનો સંભવ નથી, એ પણ પરાસ્ત છે. એ પ્રમાણે ગ્રંથકાર કહે છે.
૪૨૪
૪ ‘કૃષિ પરાસ્તપ્’ કહ્યું ત્યાં ‘પ્િ’થી ગાથા-૮૯માં કહેલ કે વીતરાગમાં તે સુખદુઃખના વેદનનો સંભવ નથી એ વાત તો પરાસ્ત થઇ ગઇ, પણ વક્ષ્યમાણ કથન પણ પરાસ્ત જાણવું, એ સમુચ્ચય બતાવે છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે આત્મામાં મોહના ક્ષયથી કે સર્વકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારું સુખ છે તે ધ્રુવ સુખ છે, જ્યારે કર્મના ઉદયથી થનારું સુખ-દુઃખ અધ્રુવ છે, અને તે અશ્રુવ સુખદુઃખનો ભોગ=અનુભવ, આવશ્યક છે. કેમ કે જે જીવે તેવા પ્રકારનાં શાતા-અશાતારૂપ સુખ-દુઃખને પેદા કરનારાં કર્મો બાંધ્યાં હોય, તેને એ કર્મના વિપાકકાળમાં અવશ્ય તેનો અનુભવ થવો જોઇએ; અને તે કર્મબંધનો હેતુ છે એથી કરીને કેવલીઓને અધ્રુવ સુખદુઃખના ભોગનો સંભવ નથી, કેમ કે તેઓને નવાં કર્મ બંધાતાં નથી. આથી જ અશાતાવેદનીય તેમને દગ્ધરજ્જુ જેવું કહેલ છે. આ પ્રમાણે પૂર્વપક્ષીનો આશય છે.
અહીં સુખદુઃખનું વિશેષણ ‘અશ્રુવ’ કેમ કહ્યું એમ પ્રશ્ન થાય. તેનો ઉત્તર એ છે કે ધ્રુવ એવા સુખનો અનુભવ કેવલીઓને અને સિદ્ધોને પણ હોય છે અને તે અનુભવ કર્મબંધનો હેતુ નથી. તેથી તેની વ્યાવૃત્તિ કરવા માટે અધ્રુવ સુખ-દુ:ખ ગ્રહણ કરેલ છે; પરંતુ સુખદુઃખને નિષ્પન્ન કરનાર કર્મપ્રકૃતિ પરાવર્તમાન છે તે બતાવવા માટે ‘અશ્રુવ’ કહેલ નથી. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પરાસ્ત છે તે વાત ગાથા-૯૦માં બતાવે છે -
अधुवाण सुहदुहाणं भोगो भोगेण कम्मबंधो अ । ण हु एसो एगंतो अपमत्तजइसु तयभावा ॥९०॥
( ઞધ્રુવયો: સુવવું:હોર્મોનો મોળેન ર્મબંધથ । 7 દ્વેષ પાન્તોઽપ્રમત્તતિવુ તમાવાત્ ॥૬૦ના )
ગાથા :
ગાથાર્થ :- અધ્રુવ સુખદુઃખનો ભોગ અને ભોગથી કર્મબંધ થાય છે આ એકાંત નથી જ, કેમ કે અપ્રમત્ત યતિઓમાં તેનો=કર્મબંધનો, અભાવ હોય છે.
ટીકા ઃ- “ન હિ ધર્મો વપ્રમવો: યુદ્ધદુ:ોર્મોનું વિના ક્ષયો નામ યજુર્વાહ્યા અપિ[] नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ इति ।
भोगश्चासक्त्या द्वेषेण च तत्साक्षात्काररूपः पुनः कर्मबन्धस्यावन्ध्यं निदानमिति कथमसौ भगवताम् ? " इति चेत् ? अप्रमत्तयतीनामपि कथमसौ ? अथ विपाककालप्राप्तिरेव भोगः, तत्परिसमाप्तेरेव च कर्मक्षय इति चेत् ? तदिदमन्यत्रापि तुल्यम्।