________________
સરર................ અધ્યાત્મમત પરીક્ષા ............. ગાથા-૮૯ લક્ષણ કહી શકાય નહિ; પરંતુ સુખપરિચાયક કે દુઃખપરિચાયક ઉપલક્ષણ કહી શકાય. કેમ કે બહુલતાએ જ્યારે સુખની સંવિત્તિ થાય છે ત્યારે ત્યાં અનુકૂળ વેદનીયત પ્રતીત થાય છે અને દુઃખની સંવિત્તિ થાય છે ત્યારે ત્યાં પ્રતિકૂળ વેદનીયત્વ પ્રતીત થાય છે તેથી તેને ઉપલક્ષણ કહેવાય. જેમ બહુલતાએ દેવદત્તના ઘર ઉપર કાગડાઓ બેસતા હોય તો કાકથી ઉપલલિત દેવદત્તનું ઘર કહેવાય, તેમ બહુલતાએ સુખની કે દુઃખની પ્રતીતિવાળા જીવોમાં અનુકૂળત્વની કે પ્રતિકૂળત્વની બુદ્ધિ પણ દેખાય છે.
ટીકા તથવિનિયોતિક્ષ' રૂતિ વે? અહો નિકુવઘયોતિ વધતું,
ટીકાર્ય - “તથવિધ' તથાવિધ=અનુકૂળ કે પ્રતિકૂળ, વેદનની યોગ્યતા જ સુખ કે દુઃખનું લક્ષણ છે એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, અહો! કેવલીના સુખદુઃખમાં પણ તેનો તે લક્ષણનો, અબાધ છે, અર્થાત અનુકૂળ કે પ્રતિકૂળ વેદનની યોગ્યતા કેવલીના સુખદુ:ખમાં પણ રહેલી છે, તેથી કોઇ બાધ નથી..
ભાવાર્થ :- પૂર્વમાં કહ્યું એ રીતે અનુકૂળત્વની બુદ્ધિ કે પ્રતિકૂળત્વની બુદ્ધિ મુનિઓમાં હોતી નથી, તેથી તે લક્ષણને છોડીને પૂર્વપક્ષી સુખદુઃખનું લક્ષણ કરતાં કહે છે કે, તથાવિધ વેદનની યોગ્યતા સુખદુઃખનું લક્ષણ છે. સુખનું લક્ષણ -અનુકૂળરૂપે વેદનની યોગ્યતા અને દુઃખનું લક્ષણ-પ્રતિકૂળરૂપે વેદની યોગ્યતા છે, તેથી અપ્રમત્ત યતિઓમાં અનુકૂળત્વ કે પ્રતિકૂળત્વની બુદ્ધિ નહિ હોવા છતાં સુખદુઃખનું લક્ષણ ઘટી શકશે, કેમ કે અપ્રમત્ત યતિઓનાં સુખદુઃખમાં તથાવિધ વેદનની યોગ્યતા રહેલી છે. જો તેમને મોહ હોત તો અનુકૂળત્વની કે પ્રતિકૂળત્વની બુદ્ધિ થાત, પરંતુ મોહ નહિ હોવાને કારણે અનુકૂળત્વબુદ્ધિ કે પ્રતિકૂળત્વબુદ્ધિ તેમને થતી નથી, માટે આ પ્રકારનું લક્ષણ દોષ વગરનું છે. તેને ગ્રંથકાર કહે છે કે, અહો! આશ્ચર્ય છે કે કેવલીના સુખદુઃખમાં પણ તે લક્ષણનો અબાધ છે. માટે તે લક્ષણના બળથી પૂર્વપક્ષી કેવલીમાં શાતા-અશાતારૂપ સુખદુ:ખના નિષેધપૂર્વક ક્ષાયિક સુખ છે એમ કહીને, કેવલીને સુધાનો અભાવ સિદ્ધ કરવા માંગે છે, તે સિદ્ધ થઈ શકશે નહિ. એ કથન અહો!” દ્વારા અભિવ્યક્ત થાય છે. કેમ કે અહો! આશ્ચર્ય બતાવનાર અવ્યય છે. .
ઉત્થાન - આ રીતે અપ્રમત્ત યતિમાં સુખદુઃખનું લક્ષણ સંગત કરવા માટે પૂર્વપક્ષીએ સુખદુઃખના લક્ષણમાં તથાવિવેદનયોગ્યતા દ્વારા જે પરિષ્કાર કર્યો, તે લક્ષણ ગ્રંથકારને માન્ય છે. અને તે લક્ષણ દ્વારા કેવલીમાં પણ શાતા-અશાતારૂપ સુખદુઃખ ઘટી શકે છે તે સ્થાપન કર્યું. હવે સુખદુઃખનું લક્ષણ બીજાઓ જે કરે છે તેની સ્મૃતિ થવાથી અને સુખદુ:ખના જ્ઞાન માટે તે ઉપયોગી હોવાથી, ગ્રંથકાર તે લક્ષણ બતાવે છે
ટીકા:- અનુવૃત્તત્વારા પ્રતિસાદ સુણાલિસાક્ષાત્કાર/ત્તાક્ષાતિરાવ ક્ષત્યિો
ટીકાર્ય - મનુnત્ર' - અનુકૂળત્યાદિના અપ્રતિસંધાનમાં પણ સુખાદિનો સાક્ષાત્કાર થતો હોવાથી તત્સાલિક=અનુભવસાલિક, જાતિગર્ભ જ લક્ષણ છે, એ પ્રમાણે અન્ય કહે છે. ઈ મનુqનવીદ્યાતિલાને અહીં મા'થી એ કહેવું છે કે અનુકૂળત્યાદિનું પ્રતિસંધાન હોય ત્યારે તો