________________
ગાથા : ૮૯... . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ......
1 . • • • • • • • • • • •......૪૨૧ અવતરણિકાઈ નથી પૂર્વપક્ષી કહે છે કે અનુકૂળવેદનીય સુખ અને પ્રતિકૂળવેદનીય દુઃખ છે, અને રાગદ્વેષ વિના તેવા પ્રકારનું વદન થતું નથી. એથી કરીને વીતરાગને તસંભવ=તથાવિધ વેદનનો સંભવ નથી. એ પ્રકારની આશંકામાં કહે છે
ગાથા - સપનુ પડિ નં ર વેગ નઉvi સુહા
__ण हु एसो एगंतो अपमत्तजइसु तयभावा ॥८९॥ ( अनुकूलं प्रतिकूलं च वेदनं लक्षणं सुखदुःखयोः । न ह्येष एकान्तोऽप्रमत्तयतिषु तदभावात् ॥८९॥)
ગાથાર્થ - અનુકૂળવેદન અને પ્રતિકૂળવેદન અનુક્રમે સુખ-દુઃખનું લક્ષણ છે. આ અનુકૂળવેદન તે સુખ અને પ્રતિકૂળવેદન તે દુઃખ, એકાંત આ=લક્ષણ નથી જ; કેમ કે અપ્રમત્ત યતિને તેનો=અનુકૂળવેદન અને પ્રતિકૂળવેદનનો અભાવ છે. દક "દુ મૂળ ગાથામાં છે તે “નૈવ'ના અર્થમાં છે.
ast :- अनुकूलवेदनीयं सुखं, प्रतिकूलवेदनीयं च दुःखं' इत्युपलक्षणं, न तु लक्षणं, समपूजाऽपमानानां समसंसारमोक्षाणां चाऽप्रमत्तयतीनां सुखदुःखयोरव्याप्तेः, न हि ते सुखमनुकूलत्वेन दुःखं च प्रतिकूलत्वेन वेदयन्ति, इच्छाद्वेषविषयत्वयोरेव तदर्थत्वात्।
ટીકાર્ય -“મનુnત્ર'-પૂજા અને અપમાનમાં સમાન અને સંસાર અને મોક્ષમાં સમાન એવા અપ્રમત્ત યતિઓના સુખ-દુઃખમાં અવ્યાપ્તિ હોવાથી, અનુકૂળવેદનીય એ સુખ અને પ્રતિકૂળવેદનીય એ દુઃખ આ પ્રમાણે ઉપલક્ષણ છે, પરંતુ લક્ષણ નથી; જે કારણથી અપ્રમત્ત યતિઓ, સુખને અનુકૂળપણાથી અને દુઃખને પ્રતિકૂળપણાથી વેદતા નથી. કેમ કે ઇચ્છા અને વૈષના વિષયત્વનું જ તદર્થપણું છે=ઈચ્છાનો વિષય અનુકૂળવેદનરૂપ છે અને દ્વેષનો વિષય પ્રતિકૂળ વેદનરૂપ છે.
ભાવાર્થ - સામાન્ય રીતે જે અનુકૂળ વેદન હોય તે સુખ અને પ્રતિકૂળ વેદન હોય તે દુઃખ કહેવાય છે. તેથી મનુણવેનીયં સુવું, પ્રતિqનવેય ર દઉં' આ સુખદુઃખના લક્ષણરૂપે પ્રતિભાસ થાય છે. પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં જે લોકોને પૂજા અને અપમાનમાં સમાન ચિત્ત છે એવા અપ્રમત્ત યતિઓને, સંસારના ભૌતિક શાતાકૃત સુખ અને ભૌતિક અશાતાકૃત દુઃખ, તેના પ્રત્યે અનુકૂળત્વ-પ્રતિકૂળત્વની બુદ્ધિ નથી, તેથી આ લક્ષણ અપ્રમત્ત યતિઓમાં જતું નથી. અને સંયમમાં અપ્રમત્ત રીતે યત્ન કરનારા મુનિઓને પણ મોક્ષ પ્રતિ રાગ અને સંસાર પ્રતિ દ્વેષ હોઈ શકે, તેથી મોક્ષના ઉપાયમાં અનુકૂળત્વરૂપે વેદના અને સંસારના ઉપાયમાં પ્રતિકૂળત્વરૂપે વેદન હોઈ શકે, પરંતુ સંસાર અને મોક્ષ પ્રત્યે સમાનવૃત્તિવાળા એવા અપ્રમત્ત યતિઓને, ક્યાંય પણ અનુકૂળત્વની કે પ્રતિકૂળત્વની બુદ્ધિ હોતી નથી, તેથી અનુકૂળવેદનીય એ સુખ અને પ્રતિકૂળવેદનીય એ દુઃખ, આ સુખદુઃખનું