________________
૪૧૮, અધ્યાત્મમતપરીક્ષા
ગાથા-૮૮ અન્યતરત્વનું યાદચ્છિકપણું છે=ાસ્ત્રસંમત નથી. શાસ્ત્રમાં ઘાતકર્મ તરીકે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયચારિત્રમોહનીય અને અંતરાયકર્મની જ વિવક્ષા કરેલ છે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાન્યતરત્વેન સાજાત્યની વિવક્ષા થઈ શકે, પણ સુખઘટિત અન્યતરત્વની વિવફા થઈ શકે નહિ. - અહીં વિશેષ એ છે કે જ્ઞાનાવરણીયકર્મ જેમ જ્ઞાનગુણને આવરે છે, તેમ દર્શનાવરણીયકર્મ દર્શનગુણને આવરે છે. તેથી જ્ઞાનાવરણીયની સજાતીય અન્ય ઘાતી પ્રકૃતિ કહેવાય નહિ, પરંતુ વિજાતીય કાર્ય કરે છે તેથી વિજાતીય પ્રકૃતિ કહેવાય. આમ છતાં, આત્મગુણોનો જે ઘાત કરે તે બધી સજાતીય પ્રકૃતિ છે એવી વિવફા કોઈ કરે, તો આઠે કર્મો આત્માના ગુણોનો ઘાત કરનારાં છે, માટે આઠ કર્મો સજાતીય છે તેમ કહી શકાય. પરંતુ તેમ સ્વીકારવાથી ઘાતીતુલ્યત્વ નામકર્માદિમાં પણ પ્રાપ્ત થાય, જ્યારે દિગંબરોને તો વેદનીયકર્મને જ ઘાતતુલ્ય સ્થાપીને કેવલીને સુધા-તૃષા નથી તે સ્થાપવું છે, તેથી આત્મગુણત્વજાતિથી સજાતીય તે સ્વીકારી શકે નહિ. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય અન્યતરપણું જેમાં હોય તેને સજાતીય કહેતો જ્ઞાનાવરણીયની સજાતીય દર્શનાવરણીય, ચારિત્રમોહનીય, વિયંતરાય થાય પરંતુ વેદનીય થાય નહિ, તેથી પૂર્વપક્ષી તેને સ્વીકારી શકે નહિ. તેથી સાજાત્ય સ્વીકારવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય અને સુખ અન્યતરત્વરૂપે પૂર્વપક્ષી વિવક્ષા કરે, તો જ વેદનીયકર્મમાં સાજાત્ય પ્રાપ્ત થાય અને નામકર્મમાં સાજાત્ય પ્રાપ્ત થાય નહિ. અને તે રીતે તેણે પાડેલા વિકલ્પ પ્રમાણે સ્વથી અપનેય=ઘાતી કર્મથી અપનેય, જે આત્માના જ્ઞાનાદિ ગુણો, તેનું સજાતીય એવું સુખ, તેનું અપનાયકપણું જ્ઞાનાદિ પાંચમાં રહેલ અન્યતરત્વને ગ્રહણ કરીને સંગત થઈ શકે છે. અને તે રીતે પૂર્વપક્ષી ઘાતતુલ્યપણું વેદનીયકર્મમાં સ્થાપી શકે, પરંતુ તે પાંચમાં રહેલ અન્યતરત્વને ગ્રહણ કરીને સાજાત્ય કહેવું તે સ્વમતિકલ્પનારૂપ છે. કેમ કે શાસ્ત્રમાં ઘાતી-અઘાતીના વિભાગો પાડેલ છે તે વિભાગની વિવક્ષા કરીએ તો શાનાદિ ચારમાં જ સાજાત્ય પ્રાપ્ત થઈ શકે, અને આત્મગુણત્વજાતિને ગ્રહણ કરીને વિચારીએ તો આઠે કર્મમાં સાજાત્ય પ્રાપ્ત થઈ શકે; પરંતુ તેને છોડીને ચારની સાથે સુખને ગ્રહણ કરીને અન્યતરત્વરૂપે સાજાત્ય ગ્રહણ કરવું તે શાસ્ત્રવચનના અવલંબન નિરપેક્ષ સ્વમતિકલ્પનામાત્ર છે; માટે યાદચ્છિક છે.
ટીકા - નાપિશ્ચમ:, સર્વાસાuિપ્રવૃતીનાં સનાત પ્રત્યુત્તરવાથી વર્ષશનિવાર્યત્વત્નક્ષપાચ तस्याऽविशेषादितरस्य च दुर्वचत्वात्।
ટીકાર્ય - નાપિ' - પાંચમો વિકલ્પ ઘાતતુલ્યપણું સ્વકાર્યેકમૂર્તિકકાર્યકત્વ છે એમ કહ્યું તે પણ બરાબર નથી, તેમાં હેતુ કહે છેસર્વે પણ પ્રકૃતિનાં સજાતીયપ્રકૃદંતર કાર્યાધીનપ્રકર્ષશાલિકાર્યકત્વલક્ષણ એવા તેના સ્વકાર્યકમૂર્તિકકાર્યકત્વનો અવિશેષ છે અને ઈતરનું દુર્વચપણું છે. “સર્વાસામપિ પ્રવૃતીના' ષષ્ઠી છે તેનો સંબંધ તણ્ય'ની સાથે છે. ‘તચ=વાયૅવમૂર્તિવર્ય' લેવું અને તે સ્વાર્થેશમૂર્તિકાર્યવત્વ“સનાતી પ્રત્યેન્તરસાથીનBર્ષશનિવાર્યત્વ' સ્વરૂપ સમજવું.