________________
ગાથા ૮૮ અધ્યાત્મમત પરીક્ષા
૪૧૭ ટીકાર્ય “વાર્થ' સ્વાપનેય સજાતીય અપનાયકત્વરૂપ ચતુર્થ પક્ષનો ઉપક્ષેપsઉપન્યાસ, પણ તદુપક્ષેપદીક્ષામાં વિચક્ષણ એવા દિગંબરોની દક્ષતાનો સાક્ષી નથી. તેમાં હેતુ કહે છે. માત્મપુત્વનાત્યાષ્ટ્રરક્ષાચાના'-અષ્ટકર્મક્ષયજન્ય આઠે પણ ગુણોનું આત્મગુણત્વજાતિરૂપે સાજાત્ય હોવાથી તદ્ધતિ =તે આઠે ગુણોના ઘાતી એવા આઠે પણ કર્મોનો અવિશેષથી ઘાતીત્વનો પ્રસંગ આવશે. વળી જ્ઞાન-દર્શન-ચારિત્રવર્યાન્યતરત્વેન સાજાત્યની વિવક્ષામાં તેનું વેદનીયકર્મનું, તજાતીય=ઘાતી જાતીય, અપનાયકપણાનું અસિદ્ધપણું છે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે કે સુખઘટિત અન્યતરત્વની અમે વિવક્ષા કરીશું માટે દોષ નહિ આવે, તેથી તજજાતીય અપનાયકત્વની સિદ્ધિ થઇ જશે. તેથી ગ્રંથકાર કહે છે- સુખઘટિત અન્યતરત્વનું યાદચ્છિકપણું છે=શાસસંમત નથી.
‘તલુપક્ષેપલક્ષવિરક્ષUIનાં અહીં ‘તદુપક્ષેપદીક્ષાવિચક્ષણ' આવું વિશેષણ દિગંબરને આપ્યું તેનો ભાવ એ છે કે, તકેવલીને વેદનીયજન્ય ફુધા-તૃષાનો અભાવ, તેનો ઉપક્ષેપ=ઉપન્યાસ, તેને કરવાની પ્રતિજ્ઞામાં વિચક્ષણ દિગંબર છે; એમ કહીને એ બતાવવું છે કે, દિંગબર પદાર્થને જોવામાં મધ્યસ્થતાથી વિચારવાને બદલે કેવલીને કવલાહારનથી તેના સ્થાપનનો દઢ સંકલ્પ કરીને બેઠેલ છે, તે તેની મધ્યસ્થતાના અભાવનું સૂચક છે. વસ્તુતઃ વિચારક વ્યક્તિ પોતાની માન્યતાને સાચી માનતી હોવા છતાં પદાર્થની વિચારણા કરવા બેસે ત્યારે તેણે તટસ્થતાથી પોતાના માન્યતાની પણ પરીક્ષા કરવી જોઈએ. પરંતુ દિગંબર તેવો નથી તે બતાવવા માટે કટાક્ષમાં વિચક્ષણ' શબ્દનો પ્રયોગ કરેલ છે.
ભાવાર્થ તાત્પર્ય એ છે કે ત્રણ વિકલ્પમાં દોષ આવવાથી પૂર્વપક્ષી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક ચોથા વિકલ્પનું સ્થાપન કરતાં કહે છે કે, સ્વઅપનેય=ઘાતીથી અપનેય, એવા જે જ્ઞાનાદિ ગુણો તેના સજાતીય એવા ગુણનું અપનાયકપણું તે ઘાતતુલ્યત્વ છે, તેથી વેદનીયકર્મ ઘાતી તુલ્ય છે. કેમ કે ઘાતીથી અપનેય જે જ્ઞાનાદિ ગુણો, તેનું સજાતીય એવું અનંતસુખ તે આત્માનો ગુણ છે, તેનું અપનાયકપણું વેદનીયમાં છે. આ રીતના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, આવી કલ્પનામાં પૂર્વપક્ષીની દક્ષતા જણાતી નથી, કેમ કે આત્મગુણત્વજાતિ ગ્રહણ કરીને સ્વઅપનેય સજાતીય અપનાયકત્વ કહીએ તો આત્મગુણત્વજાતિ આઠે કર્મના ક્ષયથી જન્ય આઠ ગુણોમાં છે, માટે આઠ કર્મોને ઘાતી તરીકેની વિવક્ષા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
આત્મગુણત્વજાતિ લઈને દોષ આવવાથી પૂર્વપક્ષી તેનું સમાધાન કરે કે આત્મગુણત્વજાતિની અપેક્ષાએ સાજાત્ય અમારે કહેવું નથી, પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાન્તરત્વેન સાજાત્ય ગ્રહણ કરવું છે; તો ગ્રંથકાર કહે છે કે, જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાન્યતરત્વેન સાજાત્યની વિવક્ષામાં વેદનીયકર્મનું તજ્જાતીય અપનાયકપણાનું અસિદ્ધપણું છે, કેમ કે વેદનીયના ક્ષયથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાન્તરત્વેન જાતિની પ્રાપ્તિ નથી, પરંતુ સુખત્વજાતિની પ્રાપ્તિ થાય છે. - અહીં પૂર્વપક્ષી કહે કે સુખઘટિત અન્યતરત્વની=જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય અને સુખ અન્યતરત્વેન સાજાત્યની વિવક્ષા કરીશું, તેથી તજાતીયઅપનાયકત્વની સિદ્ધિ થઈ જશે. તેને ગ્રંથકાર કહે છે કે, સુખઘટિત