________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૮૮
૪૧૬ દેખાડનાર છે, આમ છતાં, ફક્ત વેદનીયને ઘાતીતુલ્ય કહીને પૂર્વપક્ષી કેવલીને ક્ષુધા-તૃષા નથી એમ કહે છે તે બરાબર નથી. કેમ કે મોહના સાન્નિધ્યમાં અઘાતી ચારે પ્રકૃતિઓ ઘાતીરસના વિપાકની પ્રદર્શક ગ્રંથકારને માન્ય જ છે. અને આથી જ સાક્ષીપાઠમાં બતાવેલ છે કે ઘાતીના સાન્નિધ્યમાં અઘાતી પ્રકૃતિઓ ઘાતીના વિપાકને દેખાડે છે, પરંતુ જ્યારે મોહ નથી હોતો ત્યારે અઘાતી પ્રકૃતિઓ પોતાના રસનો વિપાક દેખાડે છે. અને તેથી જ મોહ વગરના કેવલીને અઘાતી એવી અશાતાવેદનીય ક્ષુધા-તૃષારૂપ પોતાના રસનો વિપાક બતાવે છે.
ટીકા :- અત વ ન તૃતીયોપ, જાવાચિસ્ય સદ્દમાવસ્યાઽવિશ્ચિાત્, અન્યથા વાચિત્તભહभूताः पुण्यप्रकृतयोऽपि केवलिनां कार्याऽक्षमतया विपरीताः प्रसजेयुः ।
ટીકાર્ય :- ‘અત વ’- આથી કરીને જ=અઘાતી પ્રકૃતિઓ પોતાનો રસવિપાક દેખાડવામાં મોહનીયની અપેક્ષા રાખતી નથી એમ પૂર્વમાં કહ્યું આથી કરીને જ, ત્રીજો પણ વિકલ્પ ઘાતીતુલ્યત્વ સ્વકાર્યજનનમાં તત્સહભૂતત્વરૂપ છે તે બરાબર નથી. અને તેની જ પુષ્ટિ કરવા માટે હેતુ કહે છે- કાદાચિત્ક સહભાવનું અકિંચિત્કર૫ણું છે. અન્યથા=એવું ન માનો તો અર્થાત્ કાદાચિત્ક સહભાવનું અકિંચિત્કરપણું છે એવું ન માનો તો કદાચિત્ તત્સહભૂત= મોહસહભૂત, પુણ્યપ્રકૃતિઓ પણ કેવલીઓને કાર્યમાં અક્ષમ હોવાથી વિપરીત પ્રાપ્ત થશે.
ભાવાર્થ :- અહીં ત્રીજા વિકલ્પમાં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, અઘાતી પ્રકૃતિઓ પોતાનું કાર્ય કરવામાં મોહના સહકારની અપેક્ષા રાખે છે, અને બીજા વિકલ્પમાં ગ્રંથકારે સિદ્ધ કર્યું કે અઘાતી પ્રકૃતિઓ સ્વરસવિપાકદર્શનમાં મોહની અપેક્ષા રાખતી નથી, તેનાથી જ એ નક્કી થયું કે અઘાતી પ્રકૃતિઓ પોતાનું કાર્ય કરવામાં મોહના સહકારવાળી નથી; તેથી પૂર્વપક્ષીનો ત્રીજો વિકલ્પ બરાબર નથી. અને મોહનો સહભાવ અઘાતી પ્રકૃતિઓને કાદાચિત્ક છે, તેથી અઘાતી પ્રકૃતિઓને પોતાનું કાર્ય કરવામાં કાદાચિત્ક સહભાવ અકિંચિત્કર છે, કેમ કે મોહનો ક્ષય થયા પછી અઘાતી પ્રકૃતિને પોતાનું કાર્ય ક૨વામાં મોહના સહકારની જરૂર પડતી નથી. અને અઘાતી પ્રકૃતિને પોતાનું કાર્ય કરવામાં મોહના સહકારની જરૂર પડતી હોય તો, કેવલીમાં વર્તતી અન્ય પુણ્યપ્રકૃતિઓ પણ મોહ નહિ હોવાને કારણે કાર્ય કરી શકે નહિ, અને નામકર્માદિની પ્રકૃતિઓ મોહના અભાવકાળમાં પણ કામ કરતી દેખાય છે, તે સંગત થાય નહિ. માટે ત્રીજો વિકલ્પ બરાબર નથી તેમ ગ્રંથકારને કહેવું છે.
અહીં આટલું વિશેષ જાણવું કે અઘાતી પ્રકૃતિઓ મોહના સહભાવમાં સ્વ સ્વ કાર્યનું કારણ બને છે તેમ જ મોહ પેદા કરવાનું પણ કારણ બને છે અને મોહના અભાવમાં સ્વકાર્યમાત્રનું કારણ બને છે.
ટીકા :- ચતુર્થપક્ષોપક્ષેપોઽપિ તનુપક્ષેપીક્ષાવિચક્ષાનાં ન વાક્યસાક્ષી, आत्मगुणत्वजात्याष्टकर्मक्षयजन्यानामष्टानामपि गुणानां साजात्यात् तद्धातिनामष्टानामप्यविशेषेण घातित्वप्रसङ्गात्। ज्ञानदर्शनचारित्रवीर्यान्यतरत्वेन साजात्यविवक्षणे तु तस्य तज्जातीयापनायकत्वस्याऽसिद्धत्वात्, सुखघटितान्यतरत्वस्य च यादृच्छिकत्वात्।