________________
૪૧૩. • • • • • • • • •
. અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા - ૮૭-૮૮
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે કેવલીમાં ક્ષાયિક ચારિત્ર હોવાને કારણે ક્ષાયિક સુખ છે એ પ્રમાણે પરિભાષા કરવામાં આવે તો પણ અશાતા વેદનીયકર્મના ઉદયથી જન્ય એવા સુધા-તૃષાના ભાવનો પ્રતિરોધ થાય નહિ; અને જો તેમ ન સ્વીકારવામાં આવે તો કેવલીમાં મોહનો અભાવ હોવાને કારણે નામકર્મની પ્રકૃતિથી જન્ય મનુષ્યગત્યાદિનો પણ અનુદય સ્વીકારવાની આપત્તિ આવે. દશા
અવતરણિકા - ૩ પ્રાન્તરે મોહાપેક્ષતા વેનીયસ્થ નિરાવર્તુકાદ
અવતરણિકાW - પૂર્વપક્ષી બીજી રીતે વેદનીયકર્મ મોહસાપેક્ષ છે એવું જે કહે છે, તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે
ગાથા -
घाइं व वेअणीयं इय जइ मोहं विणा ण दुक्खयरं ।
पयडं पडिरूवाउ ता अण्णाओवि पयडीउ ॥४८॥ ( घातिवद्वेदनीयं इति यदि मोहं विना न दुःखकरम् । प्रकटं प्रतिरूपास्तदन्या अपि प्रकृतयः ॥८८॥ )
ગાથાર્થ - ઘાતીના જેવું વેદનીય છે, જેથી કરીને જો મોહ વિના દુઃખને કરનારું નથી તો તેનાથી અન્ય પણ=વેદનીયથી અન્ય નામાદિ પણ, પ્રકૃતિ પ્રગટ પ્રતિરૂપત્રસદેશ છે.
ટીકા - પ્રિન્સિપાન્ત - બોહોન ગીવ પાતલની સ્વયમપતિ સપિવિતત્યમેવ, अत एव घातिनां मध्ये तत्परिगणनं, तथा च मोहं विना न तत्स्वकार्यजननक्षममिति तदसत्, દક “ય' - નો અન્વય'તરસ'ની સાથે છે.
ટીકાર્ય - '=પૂર્વપક્ષી જે પ્રતિપાદન કરે છે તે અસત્ છે. પર - જે પ્રતિપાદન કરે છે તે આ પ્રમાણે
મોહોદયથી જીવગુણને ઘાત.કરતું વેદનીયકર્મ સ્વયં અઘાતી હોવા છતાં પણ ઘાતી તુલ્ય જ છે, એથી કરીને જ ઘાતી પ્રકૃતિની મધ્યમાં વેદનીયનું પરિગણન છે. અને તે રીતે=ઘાતીતુલ્ય હોવાને કારણે ઘાતીમાં પરિગણન છે તે રીતે, મોહ વિના તત્'=વેદનીયકર્મ, સ્વકાર્યજનનમાં અસમર્થ છે એ પ્રકારે પરનું જે કથન છે તે અસંગત
ભાવાર્થ - ઘાતી પ્રકૃતિ મધ્યમાં વેદનીયનું પરિગણન છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિના વર્ણનમાં, પ્રથમ જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય પછી વેદનીય કહીને મોહનીયકર્મનું કથન કર્યું, તેથી પ્રથમ જ્ઞાનાવરણીય, બીજુ દર્શનાવરણીય અને ચોથું મોહનીયકર્મ તેની મધ્યમાં વેદનીયનું પરિગણન છે તેથી તે ઘાતતુલ્ય છે.